અભિષેક અને ઐશ્વર્યાએ સાથે જ ઉજવ્યો આરાધ્યાનો જન્મદિવસ; આ વિડીયોથી અટકળો પર મીંડું…
ઐશ્વર્યા રાય (Aishwarya Rai) અને અભિષેક બચ્ચનની (Abhishek Bachchan) દીકરી આરાધ્યાનો જન્મદિવસ 16 નવેમ્બરે હતો. તેના જન્મદિવસ પર ઐશ્વર્યાએ આરાધ્યા સાથેની તસવીરો શેર કરી હતી, જેમાં અભિષેક જોવા નહોતો મળ્યો. આ તસવીરો પરથી એવું માનવામાં આવતું હતું કે અભિષેકે દીકરી આરાધ્યાના જન્મદિવસમાં હાજરી આપી ન હતી. પણ એવું નથી. અભિષેક અને ઐશ્વર્યાએ સાથે મળીને આરાધ્યાનો 13મો જન્મદિવસ ઉજવ્યો હતો. કેટલાક નવા વીડિયો સામે આવ્યા છે, જેણે આ વાતની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો : પહેલા ચાર દિવસ સસ્તામાં મળશે ‘Pushpa 2’ની ટિકિટ પછી…
આરાધ્યાના જન્મદિવસની પાર્ટીનું આયોજન કરનારા ઓર્ગેનાઇઝરે ઈન્સ્ટાગ્રામ પર બે વીડિયો શેર કર્યા છે. જે આ વાત પુષ્ટિ કરે છે કે પાર્ટીમાં અભિષેક પણ હાજર હતો.
ઓર્ગેનાઇઝરને કહ્યું થેંક્યું
અભિષેક અને ઐશ્વર્યાએ આરાધ્યાના જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવા બદલ ઓર્ગેનાઇઝરનો આભાર માન્યો હતો. જોકે, બંનેએ સોલો વીડિયો બનાવ્યો હતો, જેને ઓર્ગેનાઇઝરોએ શેર કર્યો છે. તે છેલ્લા 13 વર્ષથી આરાધ્યાના જન્મદિવસની પાર્ટીનું આયોજન કરી રહ્યો છે.
આ પણ વાંચો : નાના પાટેકરે સિંગરને પોતાની સ્ટાઈલમાં ઠપકારીઃ ચેનલે પબ્લિસિટી કરી
અભિષેક અને ઐશ્વર્યાના છૂટાછેડાના સમાચાર
એક તરફ છેલ્લા ઘણા મહિનાઓથી ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડાના સમાચાર પણ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી હવે બચ્ચન પરિવાર સાથે નથી રહેતી. અભિષેક કે અથવા બચ્ચન પરિવારનો કોઈ સભ્ય છેલ્લા ઘણા મહિનાઓમાં ન તો ઐશ્વર્યા સાથે જોવા મળ્યો હતો અને ન તો તેઓ તાજેતરમાં આરાધ્યાની પાર્ટીમાં જોવા મળ્યા હતા.