ડિરેક્ટર અભિનવ કશ્યપનો ખુલાસો: ફિલ્મ ‘બેશરમ’માં કેટરીના કૈફને લેવા દબાણ કરાયું…

બોલીવૂડના પોપ્યુલર ડિરેક્ટર અભિનવ કશ્યપ હંમેશાને હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનવે બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાનને લઈને કેટલાક રહસ્યો ખોલ્યા હતા. અભિનવે ફિલ્મ દબંગથી ડિરેક્ટોરિયલ ડેબ્યુ કર્યું હતું અને હવે ફિલ્મ 2013માં આવેલી ફિલ્મ બેશરમની કાસ્ટિંગને લઈને ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું કહ્યું અભિનવે કાસ્ટિંગને લઈને-
અભિનવ કશ્યપે હાલમાં એક ઈન્ટરવ્યુમાં આ વિશે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ફિલ્મ દબંગ સમયે મારા દબાણ કરવામાં આવ્યું હતું કે સલમાન ખાન સાથે એક્ટ્રેસ કેટરિના કૈફને કાસ્ટ કરવામાં આવે પરંતુ મને એ રોલ માટે કેટરિના ફિટ નહોતી લાગી રહી.
અભિનવે જણાવ્યું હતું કે વર્ષો બાદ જ્યારે ફિલ્મ બેશરમની કાસ્ટિંગ થઈ તો ફિલ્મમાં કેટરિના કૈફને લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. એ સમયે કેટરિના કૈફ અને રણબીર કપૂરનું અફેયર ચાલી રહ્યું હતું. અભિનવે આગળ એવું પણ જણાવ્યું કે રણબીરે જ મને સામેથી કહ્યું કે કેટરિના કૈફ આ ફિલ્મમાં કામ કરવા માંગે છે, તમે પ્લીઝ વિચારો… પરંતુ કેટરિના આ રોલ માટે પણ ફિટ નહોતી, કારણ કે મને આ રોલ માટે દિલ્હીની પંજાબી છોકરી જોઈતી હતી.
કેટરિનાનો ઈંગ્લિશ એક્સેન્ટ ખૂબ જ સ્ટ્રોન્ગ હતો અને તેને છુપાવવાનું અઘરું હતું. આ સમયે તેને મોટાભાગે વિદેશી અને એનઆરઆઈના રોલની ઓફર આવતી હતી. અભિનવે જણાવ્યું કે સોનાક્ષી સિન્હાને હું આ રોલ માટે લેવાનું વિચારતો હતો, કારણ કે પહેલાં મેં એની સાથે ફિલ્મ દબંગમાં કામ કર્યું હતું.
આ બાબતે રણબીર કપૂરે કહ્યું નોટ સોનાક્ષી, આઈ એમ નોટ કમ્ફર્ટેબલ. હવે સોનાક્ષી સાથે તેને શું પ્રોબ્લેમ હતી એ તો તે જ કહી શકે. ત્યાર બાદ ટીમે ઓડિશન લીધું અને ફિલ્મ માટે ન્યુ કમર પલ્લવી શારદાને સિલેક્ટ કરવામાં આવી હતી. ઓડિશન સમયે પલ્લવી બધાને ખૂબ જ પસંદ આવી હતી અને તેને તેની મેરિટ પર સિલેક્ટ કરવામાં આવી હતી. જોકે, ઈન્ડસ્ટ્રીઝમાં આ નિર્ણયનો ખૂબજ વિરોધ થયો હતો, કારણ કે તેણે ફિલ્મ માય નેમ ઈઝ ખાનમાં નાનકડો રોલ કર્યો હતો.
આ પણ વાંચો…કેટરિના કૈફની પ્રેગ્નન્સી અંગે અક્ષય કુમારની અનોખી ડિમાન્ડ, કમેન્ટમાં લખ્યું: ‘બાળકને…’