મની લોન્ડરિંગ કેસમાં ‘બિગ બૉસ’ ફેમ અબ્દુ રોઝિકની મુશ્કેલી વધી
મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ઇડી) દ્વારા અલી અસગર શિરાજી સામે ડ્રગ્સની દાણચોરી કરવાનો આરોપ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અલી અસગર શિરાજીએ ‘બિગ બૉસ’ ફેમ અબ્દુ રોઝિકને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કથિત રીતે ભંડોળ પણ પૂરું પાડવામાં આવ્યું હતું, જેથી અલી અસગર શિરાજી પાસેથી ભંડોળ લેવા મામલે અબ્દુ રોઝિકને ઇડી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું હતું. ઇડીની આ સમન્સનો જવાબ આપવા અબ્દુ મંગળવારે ઇડીના ઓફિસમાં હાજર રહીને પોતાનો જવાબ નોંધાવ્યો હતો.
‘બિગ બૉસ’માં જોવા મળેલા અબ્દુ રોઝિકે અલી અસગર શિરાજીની કંપની પાસેથી ભંડોળ લઈને એક ફૂડ બ્રાન્ડ શરૂ કર્યું હતું. આ મામલે ઇડીએ ઈ-મેલ દ્વારા અબ્દુને તપાસ માટે હાજર રહેવાનું સમન્સ મોકલાવ્યું હતું.
ઇડીના સમન્સને લઈને અબ્દુ વિદેશમાં હોવાનું કહી તે હાજર રહ્યો નહોતો. જોકે મંગળવારે અબ્દુએ તેના વકીલ સાથે આવીને પોતાનો જવાબ નોંધાવ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
અલી અસગર શિરાજીના ડ્રગ્સ કેસની તપાસમાં અબ્દુ રોઝિક અને અભિનેતા શિવ ઠાકરેએ શિરાજી સાથે મળીને એક ફૂડ બ્રાન્ડ શરૂ કરી હોવાની માહિતી સામે આવી હતી. આ બાબતને લીધે અબ્દુ રોઝિક અને અભિનેતા શિવ ઠાકરેને ઇડીએ સમન્સ મોકલ્યા હતા. થોડા દિવસ પહેલા શિવ ઠાકરેએ ઇડી સમક્ષ પોતાનો જવાબ નોંધાવ્યો હતો અને હવે અબ્દુએ પણ જવાબ નોંધાવતાં આ કેસ આગળ વધ્યો છે.