આરાધ્યાને લઈને કહી એવી વાત કે Aishwarya Rai-Bachchanએ કહ્યું ગર્લ્સ તો ગર્લ્સ જ રહેશે….
હાલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે અને એનું કારણ છે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના લગ્નજીવનમાં પડેલું ભંગાણ. હાલમાં સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ત્રણ વર્ષની ઉંમરે દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) દ્વારા કહેવાયેલી એવી વાતનો ઉલ્લેખ કર્યો હતો કે જે સાંભળીને ખુદ ઐશ્વર્યા પણ ચોંકી ઉઠી હતી, એટલું જ નહીં તેણે આ વાત પર આવેલા પોતાના રિએક્શન વિશે પણ વાત કરી હતી. ચાલો જોઈએ શું છે આ ઘટના-
એક ફેશન એન્ડ બ્યુટી ઈવેન્ટમાં ઐશ્વર્યાને પૂછવામાં આવ્યું હતું કે આરાધ્યાએ પોતાના ચહેરા પર કેટલી વખત લિપસ્ટિકલગાવી છે. આ સવાલ સાંભળીને ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે મેં પહેલાં પણ આ સવાલ જવાબ આપ્યો હતો અને એ એટલી નાની છે કે હું એના પર ધ્યાન આપી શકું એમ નથી. પરંતુ હું ઘણી વખત મારી દીકરી સામે જ તૈયાર થાઉં છું.
આગળ ઐશ્વર્યાએ એવું પણ જણાવ્યું કે જ્યારે મારું મેકઅપ થઈ જાય એટલે હું કહું છું કે હું ઓફિસ જાઉં છું. આરાધ્યાને એવું લાગે છે કે હું ઓફિસ જાઉં છું અને એટલે તૈયર થાઉં છું. મારી નાનકડી દીકરી મારી મેકઅપ કિટને મારી ઓફિસ બેગ સાથે જોડીને જુએ છે. ત્રણ વર્ષની ઉંમરમાં જ આરાધ્યાએ મેકઅપ શબ્દ ઉચ્ચારી હતી.
આ જ વાતચીતમાં જણાવ્યું એક્ટ્રેસે આગળ એવું પણ જણાવ્યું હતું કે જ્યારે તે ઈવેન્ટ પરથી પાછી ફરીને મેકઅપ સાફ કરી રહી હતી તો આરાધ્યાએ એને પૂછ્યું કે તે શું કરી રહી છે? એક્ટ્રેસે ત્રણ વર્ષની દીકરીને જવાબ આપતા જણાવ્યું હતું કે હું મારો ચહેરો સાફ કરું છું અને એ સમયે હું એ જાણીને ચોંકી ઉઠી હતી કે મારી દીકરી ત્રણ વર્ષની દીકરી એ સમયે મેકઅપ શબ્દ જાણતી હતી. તેણે મને કહ્યું કે ના તમે મેકઅપ ઉતારી રહ્યા છો. મારી દીકરીની આ વાત સાંભળીને મને એક વાત તો સમજાઈ ગઈ કે છોકરીઓ તો છોકરીઓ જ રહેશે, કંઈ પણ થઈ જાય…