Viral Video: Republic Day પર Aishwarya-Abhishekની લાડલીએ કર્યું કંઈક એવું કે નેટિઝન્સે કહ્યું…
બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ ફેમિલીમાંથી એક એવા બચ્ચન પરિવાર (Bachchan Family)છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં રહે છે. અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) વચ્ચે પડેલાં ભંગાણને કારણે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર ચર્ચામાં રહે છે. પરંતુ આજે આપણે ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચનની વાત કરવાના છીએ.
સોશિયલ મીડિયા પર આરાધ્યા બચ્ચનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે કંઈક એવું કરતી જોવા મળી હતી કે નેટિઝન્સ પણ ચોંકી ઉઠ્યા હતા. આવો જોઈએ શું કર્યું આરાધ્યાએ-
આજે ગણતંત્ર દિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર આરાધ્યાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં આરાધ્યા એકદમ મધુર સ્વરમાં સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં ગીત ગાતી જોવા મળી હતી. આરાધ્યા હાલમાં 13 વર્ષની છે. આરાધ્યાએ કોઈ ફિલ્મ કે એડમાં કામ નથી કર્યું તેમ છતાં તે ખૂબ જ પોપ્યુલર છે. સોશિયલ મીડિયા પર આરાધ્યાના અનેક ફેનપેજ છે અને આ પેજ પર અવારનવાર કોઈને કોઈ વીડિયો અપલોડ કરવામાં આવે છે.
આજે 26મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસ નિમિત્તે આરાધ્યાના મધુર સ્વરમાં ગવાયેલું આ દેશભક્તિનું ગીત સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. આ વીડિયોમાં આરાધ્યા સફેદ કલરનો સૂટ પહેર્યો છે અને ઓરેન્જ કલરનો દુપટ્ટો પહેર્યો છે. ફેન્સને આરાધ્યાનો આ લૂક અને સિંગિંગ ટેલેન્ટ ખૂબ જ પસંદ પડી રહ્યો છે.
આ પણ વાંચો: ડિવોર્સની અફવા વચ્ચે પબ્લિકમાં Aishwaryanaના વાળ સરખા કરતો દેખાયો Abhishek Bachchan?
નેટિઝન્સ આરાધ્યાના આ વીડિયો પર લાઈક અને કમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ખૂબ જ સુંદર આરાધ્યા. બીજા એક યુઝરે લખ્યું છે કે ખૂબ જ સુંદર લાગી રહી છે આરાધ્યા. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે મલ્ટિટેલેન્ટેડ છે આરાધ્યા. આરાધ્યાનો આ વીડિયો ખૂબ જ જૂનો છે, પણ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ એવી આશા પણ રાખી રહ્યા છે કે આજે પણ આરાધ્યા કોઈને કોઈ દેશભક્તિનો વીડિયો શેર કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર હાલમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું અને તેઓ ડિવોર્સ લેવા જઈ રહ્યા છે. પરંતુ કપલે આ વિશે કોઈ પણ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરી.