‘કયામત કયામત’ ગીત પર આરાધ્યા અને ઐશ્વર્યા રાયે કર્યો શાનદાર ડાન્સ
મુંબઈઃ બોલીવુડનું સુપરસ્ટાર ફેમિલી એટલે બિગ બીના ઘરે કંઈ અલગ રંધાતું હોવાની વાતને લઈ સોશિયલ મીડિયા પર જોરદાર અટકળો ચાલી રહી છે. બોલીવુડના શહેનાશાહે દીકરીને બંગલો આપ્યા પછી રોજેરોજ ચર્ચામાં રહે છે, જેમાં હવે ઐશ્વર્યાથી નારાજ હોવાના અહેવાલ વચ્ચે આજે ઐશ્વર્યાએ દીકરી સાથે શાનદાર ડાન્સ કરીને ચર્ચામાં આવી છે.
તાજેતરમાં બિગ બી સાથેના તણાવની વચ્ચે ઐશ્વર્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં દીકરી આરાધ્યા સાથે કયામત કયામતના ગીતના તાલે ડાન્સ કરતી જોવા મળી હતી.
ઐશ્વર્યા અને આરાધ્યાનો વીડિયો એક ઈવેન્ટ સાથે સંકળાયેલો છે, જેમાં ઐશ્વર્યાએ બ્લેક અનારકલી ડ્રેસમાં જોવા મળે છે. ઐશ્વર્યાની સાથે આરાધ્યા પણ બ્યુટીફુલ લાગે છે. વીડિયોમાં મા-દીકરી કયામતના ગીત પર ડાન્સ કરે છે. જોકે, આ ઈવેન્ટ જેનેલિયા દેશમુખની હતી, પરંતુ લાઈમલાઈટમાં મા-દીકરી આવી ગઈ છે. વીડિયોમાં ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચનનું બોન્ડિંગ પણ લોકોને પસંદ પડ્યું હતું.
આમ છતાં ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન અને આરાધ્યા બચ્ચનની સાથે શ્વૈતા બચ્ચનના દીકરા સાથે પણ જોવા મળી હતી. ધ આર્ચીઝના પ્રીમિયરમાં ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને આરાધ્યા બચ્ચન બચ્ચન પરિવાર સાથે જોડાયા હતા. આ ફિલ્મ શ્વેતા બચ્ચનનો પુત્ર અગસ્ત્ય નંદા ડેબ્યૂ કરે છે, જેમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને બોની કપૂર અને સ્વર્ગસ્થ શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર સાથે જોવા મળશે, જેઓ પણ આ ફિલ્મમાં ડેબ્યૂ કરી રહ્યાં છે.
પ્રીમિયર મંગળવારે રાત્રે ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યાએ કાળા વસ્ત્રો પહેર્યા હતા. જ્યારે તેઓ આખા બચ્ચન પરિવાર સાથે પોઝ આપ્યા હતા. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી અભિષેક બચ્ચનની તસવીરો વાઈરલ થઈ રહી છે, જેમાં તેના હાથમાં લગ્નની રિંગ ગાયબ થયેલી જોવા મળી છે. આ તસવીરોને લઈ લોકોએ ઐશ્વર્યા રાય સાથે અણબનાવથી લઈને છૂટાછેડા સુધીની અટકળો લોકોએ વહેતી કરી છે. આ મુદ્દે આજ સુધીમાં કોઈ નક્કર ટિપ્પણી પરિવાર તરફથી મળી નથી.