પહેલાં Aanvi Kamdaar અને હવે Deepa Sahu… આ થઈ શું રહ્યું છે?
ગયા અઠવાડિયે જ મુંબઈની મુલુંડની ટ્રાવેલ ઈન્ફ્લુઅન્સર અન્વી કામદારનું 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં મૃત્યુ થયું હોવાની ઘટના હજી તાજી જ છે ત્યાં શનિવારે રાજસ્થાનમાં રહેતી સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુઅન્સર દિપા સાહુનું સર્પદંશને કારણે મૃત્યુ થયું હતું. ઈન્ફ્લુઅન્સરના મૃત્યુને કારણ ફેન્સ દુઃખી થઈ જાય છે. દિપાની રીલ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થતી રહી છે અને તેની કોમેડી રીલ્સ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આનંદમાં આવી જતા હતા. પરંતુ લોકોને હસાવનારી આ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરના દુઃખદ મૃત્યુથી પરિવારના સભ્યો અને ફેન્સ પણ આઘાતમાં સરી પડ્યા છે.
મલી રહેલી માહિતી પ્રમાણે શનિવારે સવારે દિપા ગાય માટે ચારો કાપી રહી હતી એ વખતે કોબ્રા સાંપે તેને પગમાં ડંખ માર્યો હતો. દિપાની બૂમ સાંભળીને આસપાસના લોકો તેની પાસે પહોંચ્યા હતા અને લોકોએ ભેગા મળીને સાપને તો મારી નાખ્યો હતો અને દિપાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ દિપાનું મૃત્યુ થઈ ગયું હતું. કોટા હોસ્પિટલમાં દિપાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
આ પન વાચો : Thriller Rescue Operationનો વીડિયો આવ્યો સામે, એ સમયે Aanvi Kamdarના શ્વાસ ચાલી રહ્યા હતા પણ…
દિપા સાહુની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર તેની ફની રીલ્સ ખૂબ જ વાઈરલ હતી અને તેઓ સામાજિત મુદ્દા જેવા કે મોંઘવારી, લાઈફ સ્ટાઈલ વગેરે મુદ્દા પર રિલ્સ બનાવતી હતી. આ રીલ્સ લોકોને ખૂબ જ પસંદ પણ પડતી હતી. દિપાએ મૃત્યુના 23 કલાક પહેલાં જ એક રીલ બનાવી હતી અને એ રીલ હવે ખૂબ જ વાઈરલ થઈ રહી છે. દિપાની આ રીલ પર ફેન્સને ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.
દિપાના તેના ચાર ભાઈ-બહેનોમાં બીજા નંબર પર આવતી હતી. ચાર વર્ષ પહેલાં તેણે રીલ્સ બનાવવાનું શરૂ કર્યું હતું અને તેના એકાઉન્ટ એક લાખ જેટલા ફોલોવર્સ હતા, પણ કોઈ કારણસર તેનું એ એકાઉન્ટ બંધ થઈ ગયું. ત્યાર બાદ દિપાએ બીજું એકાઉન્ટ બનાવ્યું હતું અને એ એકાઉન્ટ પરથી તેણે રીલ્સ પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું.