આમીરખાન પોતાનો લક્ઝુરીયસ ફ્લેટ છોડીને મહિને 24 લાખ ભાડાના ફ્લેટમાં રહેવા કેમ ગયો ? | મુંબઈ સમાચાર

આમીરખાન પોતાનો લક્ઝુરીયસ ફ્લેટ છોડીને મહિને 24 લાખ ભાડાના ફ્લેટમાં રહેવા કેમ ગયો ?

સિતારે ઝમીન પરની સક્સેસ એન્જોય કરી રહેલો અભિનેતા આમિર ખાન પોતાના પાલિહીલ ખાતેના અપાર્ટમેન્ટેસને છોડી શાહરૂખ ખાનના ઘર નજીક રહેવા ગયો છે. બાન્દ્રાના આ પૉશ વિસ્તારમાં આમિરે ચાર અપાર્ટમેન્ટ્સ રેંટ પર લીધા છે. આમિરે રેંટ પર રહેવા શા માટે જવું પડ્યું અને કેટલા તોતિંગ ભાડામાં મુંબઈના પોશ વિસ્તારમાં હોય છે તે જાણીએ
આમિર ખાનના 12 ફ્લેટ્સનું શું થયું.

આમિર ખાનના બાન્દ્રા વેસ્ટના વિર્ગો એપાર્ટમેન્ટમાં 12 ફ્લેટ્સ છે. આ બિલ્ડિંગ રિડેવલપ થવા જઈ રહ્યું છે, આથી આમિરે પોતાનું સરનામું બદલવાની જરૂર પડી છે. એક રિયલ એસ્ટેટ એજન્સીના જણાવ્યા અનુસાર આમિરે બાન્દ્રા વેસ્ટમાં ચાર લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ભાડા પર લીધા છે. આ અપાર્ટમેન્ટ્સ માટે આમિરે 45 મહિનાનો કોન્ટ્રાક્ટ કર્યો છે અને દર મહિને તે રૂ. 24 લાખ ભાડાપેટે આપશે, તેમ જાણવા મળ્યું છે. અભિનેતા 2023 સુધી અહી રહેશે. આ માટે તેણે ૧.૪૬ કરોડ રૂપિયાથી વધુની સિક્યોરિટી અમાઉન્ટ, ૪ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને ૨૦૦૦ રૂપિયાની રજિસ્ટ્રેશન ફી પણ ભરી છે. આ સાથે દર વર્ષે ભાડામાં 5 ટકાનો વધારો થશે તેમ પણ કોન્ટ્રાક્ટમાં લખવામાં આવ્યું છે. જોકે અહીં માત્ર આમિર નહીં, આ એરિયા સેલિબ્રિટઝથી ભરેલો છે. આમિરના એપાર્ટમેન્ટની નજીક એસઆરકેનું મન્નત આવેલું છે, હાલમાં તે પણ રિડેવલપમેન્ટમાં ગયું છે.

આમિર ખાન હવે આ બાયોપિકમાં દેખાશે

લાલસિંહ ચડ્ઢા ફિલ્મ ફ્લોપ ગયા બાદ આમિર ખાન લાંબા સમય સુધી થિયેટરોમાં દેખાયો નહીં, પણ તાજેતરમાં રિલિઝ થયેલી સિતારે ઝમીન પર ફિલ્મથી તેણે જબરું કમબેક કર્યું. ફિલ્મએ રૂ. 165નું કલેક્શન કર્યું અને આમિરે ફરી પોતાની એક્ટિંગ સ્કીલ સાબિત કરી. હવે તે ભારતીય સિનેમાજગતના સ્થાપક દાદાસાહેબ ફાળકેની બાયોપિકમાં દેખાશે. આ સાથે લાહૌર 1947માં પણ દેખાશે. આ પહેલા તે રજ્નીકાંતની ફિલ્મ કુલીમાં કેમિયો કરતો પણ નજર આવશે.

આપણ વાંચો:  Happy Birthday: ફેમિલી ફર્સ્ટ માની બ્રેક લીધો, હવે ફિલ્મોમાં કમ બેક કર્યું અને સોશિયલ મીડિયા પર પતિ સાથે ધૂમ મચાવી રહી છે

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button