Aamir Khanએ દીકરીના લગ્નમાં કરી એવી હરકત કે લોકોએ કહ્યું…
હાલમાં રાજસ્થાનનું ઉદયપુર મિસ્ટર પરફેક્શનિસ્ટની દીકરી ઈરા ખાનના રંગમાં રંગાઈ ગયું છે ત્યારે ઉદયપુરથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જેના પર તમે વિશ્વાસ નહીં કરી શકો. વાત જાણે એમ છે કે દીકરીના લગ્નમાં આમિર ખાને એવી હરકત કરી હતી કે જેને કારણે સોશિયલ મીડિયા પર ફેન્સે આમિરને પૂછ્યું હતું કે પીકે હો ક્યા?
સોશિયલ મીડિયા પર આમિર ખાનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે દીકરીના લગ્નમાં એકદમ ખુશીથી ડાન્સ કરતો જોવા મળ્યો હતો અને એની સાથે એક વાઈફ કિરણ રાવ પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે.
વિરલ ભાયાણી નામની ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રેડ કાર્પેટ પર ઢોલ-નગાડાના તાલ પર આમિર ડાન્સ કરી રહ્યો છે. મજાની વાત તો એ છે કે આ વીડિયોમાં આમિર ખાન પોતાની જ ફિલ્મ પીકેના ફેમસ ગીત ઠરકી છોકરો પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
સફેદ કુર્તા અને કાળા પાયજામામાં આમિર ખાનનો લૂક એકદમ ડિસેન્ટ લાગી રહ્યો છે. આ વીડિયો પર યુઝર્સના અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે પીકે હૈ ક્યા? વાત જાણે એમ છે કે યુઝરે આ કમેન્ટ તેની ફિલ્મ પીકેને સાંકળીને કરી છે. બીજા એક યુઝરે લખ્યું છે કે પીકે સ્ટાઈલમાં ડાન્સિંગ… તમારી જાણ માટે કે આમિર હંમેશા પીકે અને લાલસિંહ ચઢ્ઢાવાળા મોડમાં જ રહે છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે પીકે 2.0.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈરા ખાન અને નૂપુર શિખરે ઉદયપુરમાં ગ્રાન્ડ વેડિંગ કરી રહ્યા છે અને 13મી જાન્યુઆરીએ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સ હાજરી આપશે.