Aamir Khanએ કેમ અને કોની માંગી માફી? કહ્યું હું વફાદાર…

બોલીવૂડના મિ. પરફેક્શનિસ્ટ આમિર ખાન હાલમાં તેની ફિલ્મ સિતારે ઝમીન પર અને પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. આજે જ આમિર ખાનની ફિલ્મ સિતારે ઝમીન પર પહેલી ઓગસ્ટથી યુ ટ્યૂબ પર જોઈ શકાશે એવા અહેવાલો આવ્યા હતા.
હવે આમિર ખાને ખુદ પ્રેસ કોન્ફરન્સમાં આ બાબતે ખુલાસો કર્યો છે અને લોકોની માફી પણ માંગી છે. આવો જોઈએ આખરે કેમ મિસ્ટર પરફેક્શનિસ્ટે માફી માંગવી પડી છે અને તેમણે કોની માફી માંગી છે-
વાત જાણે એમ છે કે આમિર ખાનની ફિલ્મ સિતારે ઝમીન પર થિયેટરમાં જ રિલીઝ થશે, એવી જાહેરાત એક્ટર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ હવે પહેલી ઓગસ્ટથી આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે.
આપણ વાંચો: આમિર ખાનના ઘરે 25 IPS અધિકારીઓ શા માટે પહોંચ્યા? વીડિયો વાયરલ
આમિરે પ્રેસ કોન્ફરન્સમાં આ બાબતે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આ એક પારિવારિક ફિલ્મ છે અને હું ઈચ્છું છું કે બધા પરિવાર સાથે બેસીને આ ફિલ્મ જુએ. થિયેટર હંમેશાથી મારી પહેલી પસંદ છે અને રહેશે.
તેણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારું થિયેટ્રિકલ રન પૂરું થશે ત્યાં સુધી બની શકે કે અમે એક કરોડથી વધુ લોકો સુધી પહોંચી ચૂક્યા હોઈશું.
પરંતુ આવી સ્થિતિમાં જેમણે ફિલ્મ નથી જોઈ એમનું શું? મારો પ્રયાસ છે કે આ ફિલ્મ વધુમાં વધુ લોકો સુધી પહોંચે, દરેક ઘર સુધી પહોંચે. આ વાતનો સંપૂર્ણ આધાર ઓડિયન્સ પર છે કે તેઓ ફિલ્મ ક્યારે જોવા માંગે છે. મને લાગ્યું કે આ પે પર વ્યુ મોડેલ લાવવા માટે એકદમ બેસ્ટ ટાઈમ છે.
આપણ વાંચો: 60 વર્ષે ત્રીજા લગ્ન પર આમિર ખાને કહ્યું હું પહેલાંથી જ ગૌરી સાથે લગ્ન કરી ચૂક્યો છું…
આમિર ખાને ફિલ્મ યુટ્યૂબ પર રિલીઝ કરવા બદ્દલ ઓડિયન્સ અને ફેન્સની માફી પણ માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે હું ફિલ્મ યુટ્યૂબ પર રિલીઝ નથી કરી રહ્યો. હું આવું એટલા માટે કરી રહ્યો છું કારણ કે થિયેટ્રિકલ બિઝનેસને નુકસાન ના થાય.
હું થિયેટરના બિઝનેસને હંમેશાથી જ વફાદાર છું. જોકે, આ અમારો પહેલો પ્રયોગ હતો એટલે માટે જૂઠું બોલવું પડ્યું. મારી આવનારી તમામ હોમ પ્રોડક્શન ફિલ્મ પહેલાં થિયેટરમાં રિલીઝ થશે, પછી યુટ્યૂબ પર પે પર વ્યુ મોડેલ પર જોવા મળશે.
ઓટીટી પર મોંઘા રાઈટ્સ વેચવા અંગે પોતાની પ્રતિક્રિયા આપતા એક્ટરે જણાવ્યું હયું કે મને 125 કરોડ રૂપિયા નથી જોઈતા, મને મારી ઓડિયન્સના 100 રૂપિયા જોઈએ છીએ.
આપણ વાંચો: સેલિબ્રિટી કપલની દીકરીનું આમિર ખાને કર્યું નામકરણઃ જાણો શું નામ આપ્યું…
હું એટીટી પ્લેટફોર્મ પરથી મળી રહેલી સારી ઓફર્સ બાદ પણ મનાઈ કરી રહ્યો હતો. મને સબસ્ક્રિપ્શન મોડેલ ખાસ પસંદ નથી. મને મારી ઓડિયન્સ અને કામ પર ભરોસો છે. જો મારું કામ સારું હશે તો તેને દર્શકો થિયેટરમાં આવીને પણ જોશે અને પછી યુટ્યૂબ પર પણ.
આમિર ખાનની ફિલ્મ સિતારે ઝમીન હાલમાં જ રિલીઝ થઈ હતી અને ટૂંક સમયમાં જ એક્ટર બીજી ફિલ્મો પણ કરતો જોવા મળશે.