મનોરંજન

સ્મરણાંજલિઃ આ ગીતકારના શબ્દોથી અંગ્રેજી સલ્તનત પણ ડરી ગઈ અને નહેરુ રડી પડ્યા

કલમમાં તલવાર કે બંદૂક કરતા પણ વધારે તાકાત હોય છે. એક વેધક વાત કે ઘણીવાર એક શબ્દ હૃદયની આરપાર ઉતરી જાય, સંવેદનાઓ જગાવે, જાગૃતિ લાવે અને ક્રાંતિને જન્મ આપે. ભારતની આઝાદીમાં જેટલો ફાળો વીર જવાનો, શહીદો અને ક્રાંતિવીરોનો છે તેટલો જ ફાળો આ કલમના સિપાહીઓનો પણ છે. દેશમાં આઝાદી માટે જુવાળ પેદા કરવા આ કલમવીરોની કલમે અદભૂત કામ કર્યું છે. આજે એવા જ એક કલમવીરનો જન્મદિવસ છે.

1940માં બંધન નામની એક ફિલ્મ આવી. આ ફિલ્મમાં ગીત હતું. ચલ ચલ રે નૌજવાન. આ ગીત એટલું ફેમસ થયું કે ખુદ ઈન્દિરા ગાંધી પોતાની વાનર સેનાને તાલીમ આપતા વખતે આ ગીત વગાડી જોશ ચડાવતા. તે સમયે સ્વતંત્રતા માટે જેટલી રેલી, પ્રભાત ફેરી થતી તેમાં આ ગીતે જાણે ટોનિક બની ગયું હતું. એટલું જ નહીં સિંધ અને પંજાબની વિધાનસભામાં આ ગીત રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા પામ્યું હતું. ત્યાર બાદ 1943માં એક ગીત આવ્યું ફિલ્મ કિસ્મત (kismat)નું. દૂ હટો એય દુનિયાવાલો હિન્દુસ્તાં હમારા હૈ. આ ગીત અંગ્રેજોને એટલું ખટક્યું કે તેમણે ગીત પર ઈન્ક્વાયરી બેસાડી દીધી. જોકે આ ગીતના ગીતકાર એટલા જ ચાલાક હતા. તેમણે આ ગીતમાં જાણી જોઈને જાપાન અને જર્મીનીનો ઉલ્લેખ કર્યો હતો.

અંગ્રેજીની તપાસમાં આ વાતે ક્લિનચીટ મળી ગઈ કે ગીતામાં જાપાન અને જર્મનીની વાત છે. અને આઝાદી પછી આ જ કવિની કલમથી એક ગીત રચાયું, જેણે દેશના પ્રતમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને રડાવ્યા. જી હા અય મેરે વતન કે લોગો…ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ફના થયેલા સૈનિકોની યાદ અપાવતુ આ ગીત જેમણે લખ્યું હતું કે કલમવીર હતા પ્રદીપ (Pradeep). તેમનો જન્મ આજે એટલે કે 6 ફેબ્રુઆરી, 1915ના રોજ થયો હતો. મધ્યપ્રદેશ (madhya Pradesh) ના ઉજ્જૈનના બડનગરમાં જન્મેલા પ્રદીપનું ખરું નામ રામચંદ્ર નારાયણજી દ્વીવેદી હતું.

મોટા ભાઈ ગદ્યમાં મહારથી અને નાના ભાઈએ પદ્યનો રસ્તો પસંદ કર્યો. 15-16 વર્ષની ઉંમરે જ ગીતો-કવિતાઓ લખી. આઝાદીની ચળવળમાં ભાગ લીધો ને જેલમાં પણ ગયા. એક દિવસ મુંબઈમાં હિમાંશુ રાય નામના તે સમયના મોટા ફિલ્મસર્જકને મળ્યા. તેમણે બોમ્બે ટોકિઝમાં ગીતકાર તરીકે નોકરીએ રાખ્યા તો પ્રદીપે ના પાડી દીધી. બધાને શોક લાગ્યો. આનું કારણ એ હતું કે એક તો તેમને થયું કે હું તેમના કહેવા પ્રમાણે લખી શકીશ કે નહીં, પણ બીજું મહત્વનું કારણ એ હતું કે પ્રદીપને જે પગાર ઓફર કરવામાં આવ્યો હતો તેનાથી તેઓ પરેશાન થઈ ગયા હતા. પ્રદીપની અપેક્ષા હતી કે તેમને રૂ. 60 કે 70નો પગાર મળશે, પરંતુ રાયે તેમને રૂ. 200 ઓફર કર્યા. મોટા હીરોને પણ ન મળતા પૈસા મને કેમ આપે છે તે વિચારે પ્રદીપને હેરાન કરી મૂક્યા હતા.

જોકે તે બાદ તેમણે કામ કર્યું અને માત્ર દેશભક્તિ નહીં પણ દેરક પ્રકારાન ગીતો લખ્યા. ચના જોર ગરમ જેવું ગીત પણ પ્રદીપની કલમમાંથી રચાયું તો દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન જેવા ઉચ્ચ દરજ્જાના ગીતો તેમણે આપ્યા. જ્યારે નિર્માતાઓએ પહેલા ગીતની તર્જ અને પછી ગીતના શબ્દો લખવાનો સિલસિલો ચાલુ કર્યો ત્યારે પ્રદીપે ગીત લખવાનું બંધ કરી દીધું. તેમનું કહેવાનું હતું કે પહેલા કફન લઈ લો તો મડદાને કફન પ્રમાણે કાપવું પડે.

સુધીર નિગમે તેમના જીવનચરિત્રમાં ગમી વાતો લખી છે. 1941માં ફિલ્મ ઝૂલા માટે પ્રદીપે લખ્યું હતું ન જાને આજ કિધર મેરી નાવ ચલી રે… આ ગીત પોતાની અંતિમયાત્રા સમયે વગાડવામાં આવે તેવી ઈચ્છા અભિનેતા અશોક કુમારે વ્યક્ત કરી હતી. પ્રદીપને દાદાસાહેબ ફાળકે સહિત ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. 1998માં તેમનું નિધન થયું.

પ્રદીપના ગીતો વિશે એક વાત તો ચોક્કસ કહી શકાય તે જેમના ગીતોને સાંભળીને જેમની સંવેદનાઓ ન જાગે તેમણે પોતાની સંવેદનશીલતાનું સ્તર શક્ય હોય તો ચેક કરાવી લેવું. કવિ પ્રદીપને સ્મરણાંજલિ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?