તારીખો નોંધી લોઃ આવતા મહિનાઓમાં પિરસાશે મનોરંજનનો ખજાનો

બોલીવૂડના ચાહકો ફિલ્મોની રાહ જોઈ રહ્યા હોય છે. એક મોટો વર્ગ છે જે પોતાના ફેવરીટ સ્ટારની ફિલ્મની રાહ જોતો હોય છે તો એક વર્ગ સારી ફિલ્મોની રાહ જોતો હોય છે. આજકાલ માત્ર હિન્દી નહીં તમામ ભાષાઓની ફિલ્મો લોકો જોઈ રહ્યા છે. ઘણી ફિલ્મો મલ્ટિ લેગ્વેજ બનાવવામાં આવે છે અને પેન ઈન્ડિયા ફિલ્મ તરીકે આખા દેશમાં અને વિદેશમાં અલગ અલગ ભાષામાં રિલિઝ કરવામાં આવે છે. આથી એક તરફ મનોરંજનના સોર્સ વધી ગયા છે તો બીજી બાજુ દર્શકોની અપેક્ષાઓ વધી ગઈ છે. તેવામાં થિયેટર સહિત ઓટીટી પ્લેટફોર્મ પર પણ સારું કન્ટેન્ટ રિલિઝ થાય છે.
આવી જ અમુક ફિલ્મો અને વેબ સિરિઝની તારીખો આજે જાહેર થઈ છે જેની ફેન્સ રાહ જોઈ રહ્યા હતા.
સૌ પ્રથમ તો રીતિક રોશનને ચમકાવતી વૉર-2ની વાત કરીએ. રીતિક અને ટાઈગર શ્રોફ તેમ જ દિપીકા પદુકોણને ચમકાવતી આ ફિલ્મ હીટ થી હતી. રીતિક અને શ્રોફના એકશન્સ સિન્સ લોકોને ખૂબ ગમ્યા હતા. 2019માં આવેલી ફિલ્મ વૉર-2ની સિક્વલ સ્પાઈ યુનિવર્સમાંની એક ફિલ્મ છે. યશચોપરા બેનર હેઠળ બનેલી આ ફિલ્મ 14મી ઑગસ્ટના રોજ થિયેટરોમાં રિલિઝ થશે. જોકે રીતિકને ટક્કર આપવા બીજું કોઈ નહીં પણ ખુદ રજનીકાંત તૈયારી કરી રહ્યા છે. તેમની ફિલ્મ કુલી પણ આ દિવસે જ થિયેટરોમાં રિલિઝ થવાની છે. રસપ્રદ વાત એ છે કે રીતિક સાથે સાઉથનો હીરો જૂનિયર એનટીઆર છે અને રજનીકાંત સાથે બોલીવૂડનો હીરો આમિર ખાન છે. આમિર ખાન આ ફિલ્મમાં એક કેમિયો રોલમાં દેખાવાનો છે. બન્ને ફિલ્મો એકબીજાને ટક્કર આપશે તે વાત નક્કી છે.
આ પણ વાંચો: લોકો સિકંદરને વખોડતા રહ્યા અને સલમાન ખાને કર્યું કંઈક એવું કે…
તો હવે વાત કરીએ ઓટીટી પ્લેટફોર્મની તો ત્રણ સિરિઝથી જે લોકોનું દિલ જીતી રહી છે તે પંચાયતની સિઝન 4 પણ રિલિઝ થવા જઈ રહી છે. પ્રધાન, સચિવજી અને બિનોદ ફરી તમને મજા કરાવવા આવી રહ્યા છે. પંચાયતની સિઝન-4 બીજી જુલાઈના રોજ આવી રહી છે. આ સિરિઝનું અલગ રીતે જ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશના ફુલેરા ગામની વાર્તા લઈને આવેલી પંચાયત સિઝની 3જી સિરિઝને બેસ્ટ સિરિઝનો આઈફા એવોર્ડ પણ મળ્યો છે.