મનોરંજન

… તો હવે આ કારણે નહીં મકર સંક્રાંતિ પર રીલિઝ થાય ફિલ્મ Eagle?

સાઉથના સુપર સ્ટાર રવિ તેજાના ફેન્સ માટે એક બેડ ન્યુઝ છે અને આ બેડ ન્યુઝ તેની આગામી લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એ ફિલ્મ Eagleને લઈને છે. પહેલાં આ ફિલ્મ 15મી જાન્યુઆરીના મકરસંક્રાંતિના દિવસે રીલિઝ થવાની હતી, પરંતુ હવે આ ફિલ્મની રીલિઝ ડેટને પોસ્ટપોન્ડ કરી દેવામાં આવી છે એટલે દર્શકોને 100 કરોડના બજેટવાળી આ ફિલ્મ જોવા માટે થોડી વધારે રાહ જોવી પડશે.

મેકર્સ દ્વારા આ ફિલ્મને પોસ્ટપોન્ડ કરવાનું કારણ આપતા એવું જણાવવામાં આવ્યું છે કે સાઉથ ઈન્ડિય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ભલાઈ માટે આવું પગલું લેવામાં આવ્યું છે.


વાત જાણે એમ છે કે તેલુગુ ફિલ્મ ચેમ્બરના અધ્યક્ષ દિલ રાજુએ ફિલ્મની રીલિઝ ડેટ પોસ્ટપોન્ડ કરવાનું કારણ આપતાં જણાવવામાં આવ્યું છે કે અમે થોડા દિવસ પહેલાં જ મેકર્સ સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે કઈ રીતે પાંચ ફિલ્મ એક જ દિવસે રીલિઝ થતાં રેવેન્યુ પર તેની અસર જોવા મળશે. રવિ તેજા ગારુ અને ફિલ્મ મેકર્સ આ વાતને સમજીને રીલિઝ ડેટ બદલવા માટે તૈયાર થઈ ગયા છે. ટૂંક સમયમાં જ ફિલ્મની નવી રીલિઝ ડેટ જાહેર કરવામાં આવશે.


મળી રહેલી માહિતી પ્રમાણે હવે રવિ તેજાની ફિલ્મ Eagle આવતા મહિને એટલે કે નવમી ફેબ્રુઆરીના રીલિઝ કરવામાં આવશે. અહીંયા તમારી જાણ માટે કે પહેલાં આ જ દિવસે ટિલ્લુ સ્કવેયર ફિલ્મના મેકર્સ સાથે વાત કરીને એમને પણ રીલિઝ ડેટ બદલવા માટે મનાવી લીધા છે એટલે નવમી ફેબ્રુઆરીના રવિ તેજાની ફિલ્મ સોલો રીલિઝ કરવામાં આવશે.


રિપોર્ટ અનુસાર રવિ તેજાની ફિલ્મ Eagle 100 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે અને એમાં 80 કરોડ તો ફિલ્મ બનાવવા માટે 20 કરોડ પ્રોડક્શનમાં ખર્ચવામાં આવ્યા છે. રવિ તેજાએ આ ફિલ્મ માટે 20 કરોડ રૂપિયાની ફી વસૂલી હોવાનું પણ કહેવાય છે અને એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરમને 1.5 કરોડ રૂપિયાની ફી વસૂલી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?