ઇન્ટરનેશનલમનોરંજન

નેપાળની પ્લસ સાઈઝ મોડલે સોશિયલ મીડિયા પર લગાવી આ કારણસર આગ

મિસ યુનિવર્સ 2023 પિજન્ટ અત્યારે ચર્ચામાં છે. આ કોમ્પિટિશનમાં જેન દીપિકા ગેરેટ નામની એક પ્લસ સાઈઝ મોડેલ પણ લાઈમલાઈટમાં આવી ગઈ છે, જેમાં તેની બ્યુટી સાથે બ્રેનપાવરની પણ નોંધ લેવામાં આવી છે. તાજેતરમાં અલ સાલ્વાડોરમાં મિસ યુનિવર્સ 2023ની પિઝન્ટ પ્રિલિમનરી રાઉન્ડમાં મિસ નેપાળ દીપિકા ગેરેટનો અંદાજ ઓડિયન્સને પસંદ પડી ગયો છે. જેન દીપિકા ગેરેટ મિસ યુનિવર્સ 2023માં પોતાના દેશ નેપાળને રિપ્રેઝન્ટ કરે છે, જ્યારે તેનાથી સૌથી મોટી વાત પ્લસ સાઈઝ મોડલ છે.

મિસ યુનિવર્સ 2023ના મંચ પરના ઓડિયન્સે જેન દીપિકા ગેરેટનું જોરદાર સ્વાગત કર્યું હતું. તેના ચહેરા પર પણ આત્મવિશ્વાસ છલકાતો હતો. સોશિયલ મીડિયા પર પણ જેન છવાયેલી છે. રેમ્પ પર સ્વિમસ્યુટ પહેરીને ઉતરી હતી, જેમાં તે તેની બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. દીપિકાના રેમ્પ પરના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકો દંગ રહી ગયા હતા. નર્સ અને બિઝનેસ ડેવલપર તરીકે કામ કરનારી દીપિકા બોડી પોઝિટિવિટી અને મહિલાઓના હોર્મોનલ અને મેન્ટલ હેલ્થને લઈને લોકોમાં જાગૃકતા ફેલાવે છે.

22 વર્ષની જેન દીપિકા ગેરેટ મૂળ નેપાળની કાઠમંડુની રહેવાસી છે, જ્યારે જન્મ અમેરિકામાં થયો હતો. પહેલા વોશિંગ્ટન ડીસીમાં રહેતી હતી, પરંતુ નેપાળમાં નર્સિંગની બેચલર ડિગ્રી લીધા પછી યંગ લાઈફ ઈન નેપાળ અન્વયે નેપાળના બાળકોને પણ ટ્યૂશન આપ્યું હતું.

મિસ નેપાળનું ટાઈટલ મેળવનારી દીપિકા ગેરેટે 20 મોડેલ્સને પરાસ્ત કરી ચૂકી છે, જ્યારે તેની બ્યુટી અને મેન્ટલ હેલ્થને લઈ લોકોમાં જાગૃકતા ફેલાવવા માટે પોતાના નિર્ણયને લઈ તેને જજોનું પણ દિલ જીતી લીધું હતું. જીતી ગયા પછી તેને પોતાના વજન અંગે પણ મહત્ત્વની વાત જણાવી હતી. જીત મળ્યા પછી દીપિકાએ કહ્યું હતું કે હું માનું છું કે સુંદરતાનું કોઈ એક ધોરણ હોતું નથી, પરંતુ દરેક સ્ત્રી પોતાની રીતે સુંદર છે.
તેની પોતાની વિચારધારા સાથે તેના બોલ્ડ ફોટોગ્રાફ પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં તેના લૂકને લોકો જોતા જ રહી જાય છે. મિસ યુનિવર્સ 2023 પિઝન્ટના ટોચની દસમાં સ્થાન મળ્યું છે. આ અગાઉ ટોચની દસમાં નેપાળની મણિતા દેવકોટાને 2018માં સ્થાન મળ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button