
અહં… હેડિંગ વાંચીને તમે કંઈક પણ ગેરસમજ કરો એ પહેલાં તમને જણાવી દઈએ કે અહીં Priyanka Chopraના ફેમિલીમાં નવા મહેમાનની એન્ટ્રીથી અમારો કહેવાનો અર્થ એવો છે કે તેની કઝિન બહેન મીરા ચોપ્રાના લગ્નથી છે. આજે જ મીરા ચોપ્રાએ બિઝનેસમેન રક્ષિત કેજરીવાલ સાથે લગ્ન કરી લીધા છે અને નવા વરઘોડિયાના લગ્નનો પહેલો ફોટો પણ સામે આવ્યો છે.
મીરા અને રક્ષિતે રાજસ્થાનના જયપુરમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા અને બંને ફોટોમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. આ ફોટો મીરાએ પોતાનો ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે અને સોશિયલ મીડિયા પર તેના લગ્નના ફોટો એકદમ ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે.
દુલ્હનના લાલ જોડામાં મીરા ખૂબ જ સુંદર લાગી રહી છે અને દુલ્હેરાજા પણ વ્હાઈટ કલરની શેરવાનીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. મીરાએ આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે હરમ જન્મ તેરે સાથ… એક્ટ્રેસનો સિંગલ ફોટો પણ સામે આવ્યો છે અને આ ફોટોમાં તેની સુંદરતા એકદમ દેખાઈ રહી છે.
આ સિવાય કપલના પ્રિ-વેડિંગ ફંક્શનની તૈયારીઓના ઈનસાઈડ ફોટો પણ સામે આવ્યા છે. સંગીત સેરેમનીમાં મીરાએ પોતાના દિલકલ અંદાજથી લોકોના દિલ જિતી લીધા હતા, જ્યારે કપલના બીજા પણ ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મીરાએ પોતાના હાથમાં શિવ અને પાર્વતીના મંત્રો લખાવ્યા છે.