મનોરંજન

ચાંદનીની મદમસ્ત શ્રીદેવી અને સિલસિલાની સિલ્કી રેખાઃ વેલેન્ટાઈન્સ વીક પર થિયેટરોમાં જલસો…

યંગ અને જેન ઝેડ કહેવાતી જનરેશન વેલેન્ટાઈન્સ ડેની તૈયારીમાં પડ્યા હતા. આખું વીક અલગ અલગ દિવસો ઉજવાય છે અને પ્રેમીઓના આ પર્વને આ વર્ગ તો દિવાળીની જેમ ઉજવે છે, પરંતુ આ વખતે જેમણે 40-50 વર્ષ વેલેન્ટાઈન્સ ડે ઉજવ્યા નથી તેમની માટે બોલીવૂડ ખાસ મોકો લઈને આવ્યું છે.

Also read : વેબસાઈટ પરના નકલી વીડિયો હજુ નહીં હટાવાતા આરાધ્યા બચ્ચને ફરી કોર્ટમાં કરી અરજી

જેમણે 80-90ના દાયકામાં અમિતાભ અને રેખાનું યે કહા આ ગયે હમ જેવું રોમાન્ટિક ગીત સાંભળ્યું-જોયું હોય, ચાંદનીની શ્રીદેવીની રંગબેરંગી સાડીવાળી અદાઓ જોઈ હોય કે પછી તેની પણ પહેલાના રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરનો રોમાન્સ અને સુપરહીટ ગીત જોવા હોય આ બધુ જ તમને 7 થી 14 ફેબ્રુઆરી દરમિયાન થિયેટરોમાં જોવા મળશે.

બોલીવૂડની રીલ લાઈફની સૌથી રોમાન્ટિક જોડી જે રિયલ લાઈફમાં પણ પ્રેમમાં હોવાની ચર્ચા વર્ષોથી ચાલે છે અમિતાભ બચ્ચન અને રેખાની ફિલ્મ સિલસિલા 7મી ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલિઝ થશે. આ ફિલ્માં બચ્ચન, જયા, રેખા અને સંજીવ કપૂર છે અને આ તેમની રિયલ લાઈફની નજીક હોવાનું કહેવાય છે. યશ ચોપરાએ ખૂબ મહેનત કરી આ ચારેયને એક સાથે એક ફ્રેમમાં લીધા છે. ફિલ્મનું મ્યુઝિક શિવહરીનું છે અને દરેક ગીત આજે પણ એટલા જ લોકપ્રિય છે. આ સાથે 2017માં આવેલી આયુષ્યમાન ખુરાના, કૃતિ સેનન અને રાજકુમાર રાવની બરેલી કી બરફી પણ 7મીએ રિ-રિલિઝ થવાની છે.

ત્યારબાદ આવી જ એક યશ ચોપરાની લવ ટ્રાયેંગલ ચાંદની 14મી ફેબ્રુઆરીએ રિલિઝ થશે, જેમાં રીષી કપૂર, વિનોદ ખન્ના પણ છે, પરંતુ આ ફિલ્મ શ્રીદેવીની છે તેમ કહેવાનું ખોટું નહીં કહેવાય.

શૉ મેન રાજ કપૂરની ક્લાસિક આવારા ફિલ્મ 21મી ફેબ્રુઆરીએ રિલિઝ થશે. મેરે સપનો કી રાની કબ આયેગી તું અને અબ ચાહે મા રૂઠે યા બાબા જેવા ગીતો અને રાજેશ ખન્નાના ડબલ રોલવાળી સુપરહીટ ફિલ્મ આરાધના પણ તમને થિયેટરમાં 28 ફેબ્રુઆરીથી જોવા મળશે.

Also read : બ્રેકઅપ પછી મલાઈકા અરોરા ‘પ્રેમ’ વિશે શું વિચારે છે? દિલની આખરી શું કરી વાત?

આથી ફેબ્રુઆરી મહિનામાં કોઈ સારી નવી રિલિઝ આવે કે ન આવે, બોલીવૂડ તમારી માટે જલસો જલસો લઈને આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button