9 વર્ષની અભિનેત્રીએ નિવેદન આપીને સૌને ચોંકાવ્યા, 'હું પણ લગ્ન કરવા માંગુ છું…' | મુંબઈ સમાચાર
મનોરંજન

9 વર્ષની અભિનેત્રીએ નિવેદન આપીને સૌને ચોંકાવ્યા, ‘હું પણ લગ્ન કરવા માંગુ છું…’

મુંબઈઃ બોલીવુડના ઘણા બધા કલાકારો એવા છે, જે સિંગલ હોવાના કારણે ચાહકોમાં ચર્ચામાં રહે છે. આમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેનનો પણ સમાવેશ થાય છે. તે ટૂંક સમયમાં 50 વર્ષની થશે. જોકે, તે હજુ પણ અપરિણીત છે. અભિનેત્રીના અનેક અફેર રહ્યા છે, પરંતુ તેના કોઈ પણ સંબંધો લગ્ન સુધી પહોંચ્યા નથી.

સુષ્મિતા સેન હજુ પણ સિંગલ છે, છતાં તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના લગ્નની યોજનાઓ વિશે ખુલીને કહ્યું હતું કે તે પણ લગ્ન કરવા માંગે છે. જોકે, અભિનેત્રી હજુ પણ યોગ્ય જીવનસાથીની શોધમાં છે. ચાલો જાણીએ કે સુષ્મિતા સેને તેના લગ્નની યોજનાઓ વિશે જણાવ્યું હતું.

સુષ્મિતાએ લગ્ન કેમ નથી કર્યા?
વાતચીતમાં સુષ્મિતાએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું, “હું પણ લગ્ન કરવા માંગુ છું. પણ લગ્ન માટે કોઈ લાયક વ્યક્તિ તો મળવી જોઈએ. લગ્ન એમ જ નથી થતા. કહેવાય છે ને કે, ખૂબ જ રોમેન્ટિક રીતે હાર્ટનું કનેક્શન થાય છે અને તમારા હાર્ટ સુધી મેસેજ તો પહોંચવો જોઈએ. તો લગ્ન પણ કરીશ.”

સુસ્મિતાનું ઘણા લોકો સાથે નામ જોડાયું
49 વર્ષીય સુષ્મિતા તેના કરતા 15 વર્ષ નાના રોહમન શોલ સાથેના સંબંધોને કારણે હેડલાઇન્સમાં રહી હતી. બંનેએ ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યું હોવાનું કહેવાય છે. સુષ્મિતાનું લલિત મોદી સાથે પણ અફેર હતું. તેમના વેકેશનના ફોટા વાયરલ થયા હતા. જોકે, બાદમાં અભિનેત્રીએ લલિત મોદી સાથે બ્રેકઅપ કરી લીધું. આ પહેલા સુષ્મિતાનું નામ રણદીપ હુડા, સંજય નારંગ, ઇમ્તિયાઝ ખત્રી, વિક્રમ ભટ્ટ વગેરે સાથે પણ જોડાયું હતું.

સુષ્મિતા છેલ્લે આ સિરીઝમાં જોવા મળી હતી.
સુષ્મિતા સેને 1994માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો અને 1996માં ફિલ્મ ‘દસ્તક’થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. કામના મોરચે, “મૈંને પ્યાર ક્યૂં કિયા” અને “મૈં હૂં ના” જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી આ અભિનેત્રી છેલ્લે વેબ સિરીઝ “આર્યા”ની ત્રીજી સીઝનમાં જોવા મળી હતી. આ શ્રેણીમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

સંબંધિત લેખો

Back to top button