આ કારણે Nita Ambaniના રસોડામાં બને છે 4000 રોટલીઓ? કારણ જાણીને ચોંકી ઉઠશો…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. પરિવારનો દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. મુંબઈમાં આવેલી એન્ટિલિયા નામની ઈમારતમાં આખો પરિવાર રહે છે. વાત કરીએ એન્ટિલિયાની તો અહીં પરિવારના ગણતરીના સભ્યો જ રહે છે.
પરંતુ એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર એન્ટિલિયા ખાતે રોજની 4000 રોટલી બનાવવામાં આવે છે, તો હવે આ 4000 રોટલી કોના માટે બનાવવામાં આવે છે એવો સવાલ થાય સ્વાભાવિક છે, ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
મુકેશ અંબાણીની ગણતરી દુનિયાના ધનવાન ઉદ્યોગતિઓમાં કરવામાં આવે છે. પાવર હોય કે પોઝિશન અંબાણી પરિવારના દરેક સદસ્યના જીવનમાં કોઈ વસ્તુની કમી નથી. ઘર એટલું વિશાળ છે કે તેમાં સેંકડો લોકો રહી શકે છે. 27 માળની આ ઈમારતમાં તમામ અદ્યતન સુવિધાઓથી સજ્જન છે.
તમને જાણીને નવાઈ લાગશે કે લક્ઝરી અને કમ્ફર્ટથી ભરપૂર આ લાઈફને મેઈન્ટેન કરવા માટે અંબાણીના ઘરમાં એન્ટિલિયામાં મોટો સ્ટાફ છે અને આ તમામ સ્ટાફની રિક્રુટમેન્ટ તમામ ટેસ્ટ અને એક્ઝામિનેશન પાસ કર્યા બાદ કરવામાં આવી છે. અંબાણી પરિવાર પોતાના સ્ટાફને લાખોમાં સેલરી આપે છે.
લક્ઝુરિયરસ વસ્તુઓનો શોખ રાખનારા અંબાણી પરિવારને ખૂબ જ સાદગીપૂર્ણ ભોજન ખાવાનું પસંદ કરે છે. મુકેશ અંબાણી ખુદ ક્લાસિક ઈન્ડિયન મીલ એટલે કે રોટલી, શાકભાજી અને દાળ ખાવાનું પસંદ છે.
આ સાથે તેઓ સૂપ, ફ્રૂટ્સ અને બીજી હેલ્ધી વસ્તુ પણ ખાવાનું પસંદ કરે છે. આ તમામ ભોજન અંબાણી પરિવાર માટે ખાસ શેફ બનાવે છે. જેને અંબાણી પરિવારે હાયર કર્યા છે.
એક રિપોર્ટમાં એવા દાવો કરવામાં આવ્યો છે કે એન્ટિલિયામાં દરરોજ 4000 રોટલી બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં સવાલ થાય એ સ્વાભાવિક છે કે અંબાણી પરિવાર તો ખૂબ જ નાનો છે તો પછી આટલી રોટલીઓ કેમ?
તો આ સવાલનો જવાબ એ છે કે અંબાણી પરિવારમાં 600 લોકોનો સ્ટાફ છે અને એમના માટે પણ આ જ રસોડામાં ભોજન તૈયાર થાય છે એટલે આટલી મોટી સંખ્યામાં રોટલી બનાવવામાં આવી છે.
વાત કરીએ અંબાણી પરિવારમાં 4000 રોટલી કઈ રીતે બનાવવામાં આવે છે એની તો આ સવાલનો જવાબ એવો છે કે આ તમામ રોટલી મશીનની મદદમાંથી બનાવવામાં આવે છે. જી હા, રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એન્ટિલિયામાં એક ખાસ રોટી મેકર મશીન છે, જેમાં રોટલીઓ તૈયાર કરવામાં આવે છે.
આ પણ વાંચો…ઘરે બની જશે નીતા અંબાણીની ફેવરિટ બનારસી ટામેટા ચાટ, નોંધી લો રેસિપી