મનોરંજન

Happy Birthday: ફિલ્મ ફ્લોપ થઈ પણ છોકરીઓ આ અભિનેતાની દિવાની બની ગઈ હતી


રાજેન્દ્ર કુમારથી લઈ રાજોશ ખન્ના, શાહરૂખ ખાન અને રીતિક રોશન સુધી એવા ઘણા કલાકારો છે જેની ફિમેલ ફેન ફોલોઈંગ જબરજસ્ત છે. આ હીરોએ રોમાન્ટિક ભૂમિકાઓ ભજવી છે અને છોકરીઓને પોતાની દિવાની બનાવી છે. આવો જ એક હીરો 2000ની સાલમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો અને તેણે યુવતીઓ પર જાદુ કર્યો. તેની પહેલી ફિલ્મ રીલિઝ થઈ ને ફ્લોપ પણ થઈ, પણ તે સમયે યુવતીઓ શાહરૂખ અને સલમાન કરતા પણ તેને વધારે પસંદ કરતી હતી. આ હીરો હાલમાં સાઉથ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સફળ અભિનેતા છે અને તેનું નામ છે આર, માધવન. 2001માં આવેલી રહેના હૈ તેરે દિલમેમાં મેડીની ભૂમિકા ભજવી તે ઘણો લોકપ્રિય થયો હતો.

આર માધવનનો જન્મ 1 જૂન 1970ના રોજ બિહારના જમશેદપુરમાં થયો હતો, હવે આ શહેર ઝારખંડમાં આવે છે. માધવન એક તમિલ બ્રાહ્મણ પરિવારનો છે અને તેનું પૂરું નામ રંગનાથન માધવન છે. માધવનના પિતાનું નામ રંગનાથન છે, જેઓ જમશેદપુર સ્થિત ટાટા સ્ટીલ કંપનીમાં મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ હતા, જ્યારે તેમની માતા સરોજા બેંક ઓફ ઈન્ડિયામાં મેનેજરની પોસ્ટ પર હતી. માધવનની નાની બહેન દેવિકા સોફ્ટવેર એન્જિનિયર છે.

માધવન તમિલ, હિન્દી, અંગ્રેજી અને બિહારી ભાષાઓ સારી રીતે જાણે છે. માધવનનું પ્રારંભિક શિક્ષણ ડીબીએમએસ અંગ્રેજી શાળામાંથી થયું હતું. વર્ષ 1988 માં, માધવને શિષ્યવૃત્તિ મળી અને તેણે મહારાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત રાજારામ કોલેજમાંથી કલ્ચરલ એમ્બેસેડરનો અભ્યાસ કર્યો. માધવને ઈલેક્ટ્રોનિક્સમાં B.Sc કર્યું છે અને આગળના અભ્યાસ માટે કેનેડા પણ ગયો હતો.

પબ્લિક સ્પીકિંગનો અભ્યાસ કરતી વખતે, માધવન સરિતા બિર્જને મળ્યો અને તેઓનું લગભગ 8 વર્ષ સુધી અફેર હતું. માધવને વર્ષ 1999માં સરિતા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2005 માં, માધવન અને સરિતાને વેદાંત માધવન નામનો પુત્ર થયો જે એક ખૂબ જ સારો તરવૈયો છે અને તેણે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા છે.

માધવનને સેનામાં જોડાવાનો મોકો મળ્યો પરંતુ તે 6 મહિનાનો નાનો હતો તેથી તેનું સિલેક્શન થયું નહીં. ત્યારબાદ માધવને પબ્લિક સ્પીકિંગનો કોર્સ શરૂ કર્યો. તેમના અભ્યાસ દરમિયાન, તેમને એક યુવા ઉદ્યોગપતિ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી અને 1992માં તેમણે જાપાનના ટોક્યોમાં ભાષણ આપ્યું. બાદમાં તે મુંબઈ નહીં પણ કોલ્હાપુર પાછો ફર્યો અને મોડલિંગ શરૂ કર્યું, જોકે અહીં તેણે પાર્ટ ટાઈમ જોબ પણ કરી. માધવન પ્રથમ વખત ફિલ્મ યુલ લવ સ્ટોરી (1993)માં જોવા મળ્યો હતો. તે જ વર્ષે માધવન બનેગી અપની બાત અને ઘર જમાઈ, સાયા નામની સિરિયલોમાં પણ જોવા મળ્યો હતો.

માધવનની ફિલ્મ રહેના હૈ તેરે દિલમે થિયેટરોમાં ન ચાલી. ગીતો સુપરહીટ હતા, પણ ફિલ્મે કઈ કમાણી ન કરી. જોકે નવાઈની વાત એ છે કે જ્યારે આ ફિલ્મ ટીવી પર આવી ત્યારે તે અત્યંત લોકપ્રિય બની ગઈ અને લોકોએ તેને વખાણી. ત્યારબાદ માધવનની 3 ઈડિયટ્સ, શૈતાન, રોકેટ્રી, તનુ વેડ્સ મનુ ફ્રેન્ચાઈઝ, ગુરુ જેવી સુપરહિટ હિન્દી ફિલ્મો કરી છે. આ સિવાય માધવને તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ ફિલ્મો કરી છે.

આજે, આર માધવન એક ફિલ્મ માટે 6-8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. માધવન ફિલ્મો, કેમિયો, રિયાલિટી શોમાં સારી એવી ફી વસૂલે છે. આ સાથે માધવનનું નામ ક્યારેય કોઈ વિવાદમાં કે લવ અફેરમાં પણ જોડાયું નથી. માધવનને જન્મદિવસની શુભકામના

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો