પુષ્પા-2નું વર્લ્ડવાઈડ કલેક્શન 1600 કરોડઃ હવે માત્ર આ બે ફિલ્મોને પાછળ મૂકી દે એટલે
એક તરફ હૈદરાબાદના થિયેટરમાં થયેલા અકસ્માત મામલે અભિનેતા અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે અને લોકો તેના પર ફીટકાર વરસાવી રહ્યા છે તો બીજી બાજુ તેની ફિલ્મ પુષ્પા-2 ધ રૂલ રેકોર્ડ્સ બ્રેક કરવાના રેકોર્ડ્સ બનાવતી જાય છે.
આ ફિલ્મે માત્ર 18 દિવસમાં ગ્લોબલી 1600 કરોડની કમાણી કરી આરઆરઆરને પછાડી દીધી છે. હવે પુષ્પા-2 ત્રીજા સ્થાને પહોંચી છે. હવે માત્ર આમિર ખાનની દંગલ અને પ્રભાસની બાહુબલી-2ને પછાડવાની બાકી છે.
Also Read – અલ્લુ અર્જુનના ઘરમાં તોડફોડ કરનારા આરોપીને ધરપકડના 24 કલાક જ જામીન મળ્યા
આ બન્ને ફિલ્મોની વાત કરીએ તો આમિરની દંગલ કરતા પુષ્પા-2 હજુ ઘણી પાછળ છે. દંગલનું વર્લ્ડવાઈડ કલેક્શન રૂ. 2070 કરોડ હતું, પરંતુ બાહુબલી-2થી પુષ્પા-2 થોડે દૂર છે. પ્રભાસની આ સિક્વલનું કલેક્શન રૂ. 1742 કરોડ હતું.
પુષ્પા-2 ધ રૂલની કમાણીની વાત કરીએ તો તેલુગુ ભાષામાં રૂ. 307 કરોડ, હિન્દીમાં રૂ. 569 કરોડ, તમિળમાંરૂ. 54 કરોડ અને કન્નડમાં રૂ. 7.60 કરોડની કમાણી ભારતમાં કરી છે. ભારતમાં કુલ 1062 કરોડની કમાણી ફિલ્મે કરી છે અને હજુપણ થિયેટરોમાં ચાલી રહી છે. અલ્લુને હાલમાં એનિમેટેડ ફિલ્મ મુફાસા સારી એવી ટક્કર આપી રહ્યું છે. આ સાથે વરૂણ ધવનની આવનારી ફિલ્મ બેબી જૉન પડકાર આપી શકે છે કે નહીં તે જોવાનું રહેશે.