લગ્નના 14 દિવસમાં જ Sonakshi Sinhaને યાદ આવી ઘર અને મમ્મીની…
બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ તેના બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ સાથે 23મી જૂનના લગ્ન (Bollywood Actress Sonakshi Sinha Weds Zahir Iqbal) કરી લીધા હતા. સોનાક્ષીના આ લવ મેરેજે ખાસી એવી લાઈમલાઈટ ચોરી લીધી હતી અને એવું પણ કહેવાય છે કે સોનાક્ષીના ઝહિર સાથે લગ્ન કરવાના નિર્ણયને કારણે સિન્હા પરિવારમાં ફાટફૂટ પણ થઈ ગઈ છે. દરમિયાન હવે સોનાક્ષી ફરી એક વખત તેની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવી ગઈ છે. લગ્નના 14 દિવસ બાદ જ સોનાક્ષીને તેની મમ્મીની યાદ આવી છે અને તેણે તેના માટે એક ઈમોશનલ પોસ્ટ પણ કરી છે. આવો જોઈએ એવું તે શું થયું કે સોનાક્ષીને મમ્મીની યાદ આવી ગઈ-
લગ્નના 14 દિવસ બાદ જ નવી નવેલી દુલ્હન સોનાક્ષીને ઘર અને મમ્મી બંનેની યાદ સતાવી રહી છે. એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નના અનસીન ફોટો પણ શેર કર્યા છે. આ ફોટોમાં દરેક માની જેમ જ પૂનમ સિન્હા પણ દીકરી સોનાક્ષીની વિદાય પર ઈમોશનલ થઈ ગયા હતા અને સોનાક્ષીને ગળે મળતા તેમની આંખો ભરાઈ આવી હતી જ્યારે પિતા શત્રુઘ્ન સિન્હા (Bollywood Actor Shatrughna Sinha) દીકરી સોનાક્ષીનો હાથ થામીને ઉભેલા જોવા મળી રહ્યા છે.
સોનાક્ષીના લગ્નના ફોટો જેટલા સુંદર છે, એટલી જ સુંદર કેપ્શન સોનાક્ષી સિન્હાએ આપી છે. તેણે લખ્યું છે કે લગ્નના દિવસે મમ્મી રડવા લાગી. એમને લાગ્યું કે હું મારું ઘર છોડીને બીજાના ઘરે જઈ રહી છું. પણ મેં એમને કહ્યું બાંદ્રાથી જૂહુ 25 મિનિટના અંતરે જ આવેલું છે. આજે હું બધાને થોડું વધારે મિસ કરી રહી છું. એટલે પોતાના મનને એ જ વાત સમજાવવાનો પ્રયાસ કરી રહી છું.
સોનાક્ષીએ પોતાની પોસ્ટમાં આગળ એવું પણ લખ્યું હતું કે આશા રાખું છું કે દર રવિવારની જેમ જ આ રવિવારે પણ ઘરે સિંધી કઢી બની જ હશે. જલ્દી જ મળીએ છીએ. પેરેન્ટ્સ માટે કરેલી આ પોસ્ટ ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે…
અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા જ સોનાક્ષી સિન્હા પતિ ઝહિર ઈકબાલ સાથે હનીમૂન પર ગઈ હતી. દરમિયાન પિતા શત્રુઘ્ન સિન્હા હોસ્પિટલમાં દાખલ હતા. આ કારણે પણ તેને સોશિયલ મીડિયા પર ખાસી એવી ટ્રોલ કરવામાં આવી હતી.
Also Read –