12th Failના એક્ટરને મળ્યા Good News, પોસ્ટ કરીને ફેન્સને આપી માહિતી….
અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ ફિલ્મ 12th Failની જ વાતો અને ચર્ચા ચાલી રહી છે અને એની સાથે ચર્ચામાં છે ફિલ્મનો લીડ એક્ટર વિક્રાંત મેસી. વિક્રાંત મેસી હાલમાં જ ફિલ્મની સફળતાનો સ્વાદ માણી રહ્યો છે. દરમિયાન આ એક્ટરની ખુશીઓમાં વૃદ્ધિ થઈ છે. લગ્નના બે વર્ષ બાદ વિક્રાંત મેસીના ઘરે નાનકડાં મહેમાનની કિલકારીઓ ગૂંજી ઉઠી છે. પત્ની શિતલ ઠાકુરે એક દીકરાને જન્મ આપ્યો છે.
વિક્રાંત મેસી અને શિતલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોતાના પહેલાં સંતાનના આગમનની માહિતી શેર કરી છે. એક્ટરે સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટર શેર કર્યું છે અને આ પોસ્ટમાં એક તારીખ લખી છે છે અને પુત્રજન્મના ગૂડ ન્યુઝ શેર કર્યા છે.
વિક્રાંતની આ પોસ્ટ બાદ ફેન્સ તેને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે. એક્ટરની પોસ્ટ પર કમેન્ટ કરતાં એક્ટ્રેસ રાશિ ખન્નાએ લખ્યું છે કે અભિનંદન મેસી… જ્યારે આરજે કિસ્નાએ લખ્યું છે કે ખૂબ ખૂબ અભિનંદન… આ ઉપરાંત ટીવી એક્ટ્રેસ સુરભી જ્યોતિએ પણ વિક્રાંતની પોસ્ટ પર કમેન્ટ કરી છે અને લખ્યું છે કે અભિનંદન તમને બંનેને… શોભિતા દાસ, મનીષ મલ્હોત્રા બીજા પણ અનેક સેલેબ્સે વિક્રાંત અને શિતલને માતા-પિતા બનવા માટે શુભેચ્છાઓ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વિક્રાંત મેસીએ 14મી ફેબ્રુઆરી 2022માં શિતલ ઠાકુર સાથે લગ્ન કર્યા હતા અને આ 14મી ફેબ્રુઆરીના આ દંપતીના લગ્નને બે વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે તેમના પરિવારમાં નાનકડાં મહેમાનનું આગમન થતાં કપલ એકદમ ખુશ છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ વિક્રાંત મેસીની ફિલ્મ 12th Failમાં જોવા મળ્યો હતો. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ ફિલ્મને ફિલ્મફેર એવોર્ડ ફંકેશનમાં પણ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિવાય વિક્રાંત મેસીને આ ફિલ્મ માટે ક્રિટિક્સ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.