ખાસ અંદાજમાં પત્નીને બર્થડે વિશ કર્યું આ એક્ટરે, પોસ્ટ થઈ ગઈ વાઈરલ… | મુંબઈ સમાચાર
મનોરંજન

ખાસ અંદાજમાં પત્નીને બર્થડે વિશ કર્યું આ એક્ટરે, પોસ્ટ થઈ ગઈ વાઈરલ…

બોલીવૂડની ચિકની ચમેલી ગર્લ કેટરિના કૈફ આજે પોતાનો 42મો જન્મ દિવસ સેલિબ્રેટ કરી રહી છે. કેટરિનાના બર્થડે પર તેના ફેન્સ અને ફ્રેન્ડ્સ શુભેચ્છા પાઠવી રહ્યા છે, ત્યારે કેટબેબીના પતિ અને બોલીવૂડ એક્ટર વિકી કૌશલે ખાસ અંદાજમાં બર્થડેની શુભેચ્છા પાઠવી છે. આવો જોઈએ એવું તે શું છે ખાસ વિકીની આ બર્થડે વિશમાં…

કેટરિના કૈફ બોલીવૂડની ટોપ એક્ટ્રેસમાં કરવામાં આવી છે. દાયકાઓથી તે આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે અને કેટરિના કૈફ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. કેટરિના આજે પોતાનો 42મો બર્થડે સેલિબ્રિટ કરી રહી છે ત્યારે વિકી કૌશલે કેટરિનાના કેટલાક અનસીન ફોટો શેર કર્યા છે. આ ફોટોઝ જોઈને ફેન્સ એકદમ ખુશ થઈ ગયા હતા.

આ પણ વાંચો: હંમેશા ડાયેટ પર રહેતી કેટરિના કૈફને પરાઠા કેમ ખાવા પડ્યા?

View this post on Instagram

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

વિકીએ કેટરિના સાથેના ક્યુટ ફોટોઝ શેર કરતાં લખ્યું હતું કે હેપ્પી બર્થડે ગર્લ. આઈ લવ યુ… વિકીએ આ કેપ્શન સાથે કેટલાક ક્યુટ અને સુંદર ફોટો શેર કર્યા છે જેમાં તે એકદમ મોજ-મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. વિકીની આ પોસ્ટ પર ફેન્સ અને બોલીવૂડ સેલેબ્સ પણ રિએક્ટ કરી રહ્યા છે. આયુષમાન ખુરાનાએ આ પોસ્ટ પર લખ્યું હતું કે હેપ્પી હેપ્પી… બીજા એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે કેટરિના જેવી કોઈ છે જ નહીં.

આ પણ વાંચો: કેટરિના કૈફની ‘હમશકલ’એ કેટરિનાનો ઑટોગ્રાફ લેતા લોકોમાં જાગ્યું કૌતુક!

અત્રે ઉલ્લેખનીય છે કે વિકી કૌશલ અને કેટરિના કૈફ સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળતાં હોય છે. બંને જણ દિવાળીથી લઈને ન્યુયર સુધી દરેક ફેસ્ટિવલ પર સાથે ફોટો શેર કરતાં હોય છે. ફેન્સ પણ આતુરતાપૂર્વક ઈન્ડસ્ટ્રીના આ એડોરેબલ અને ક્યુટ કપલના ફોટોઝ અને વીડિયોની રાહ જોતા હોય છે.

વિકી કૌશલની કેટરિનાને બર્થડે વિશ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. ફેન્સ લાઈ અને કમેન્ટ કરીને તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે તમે પણ આ પોસ્ટ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button