દર બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાનું વિશેષ મહત્વ રહ્યું છે. આ ઉપરાંત બુધવારે ઉપવાસ કરવાથી ઇચ્છીત પરિણામ પણ પ્રાપ્ત થાય છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા માનવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી આર્થીક મુશ્કેલીઓ દૂર થાય છે અને જ્યોતિષશાસ્ત્ર મુજબ ગણેશજીની પૂજા કરવાથી આર્થિક સમાનતા આવે છે.
હિન્દુ ધર્મમાં સર્વ દેવીદેવતાઓમાં ભગવાન ગણેશજીની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. દરેક શુભ કાર્યની શરૂઆત તેમની પૂજાથી કરવામાં આવે છે. આ સિવાય દર બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ રહ્યું છે. ઇચ્છિત પરિણામ મેળવવા માટે બુધવારે ઉપવાસ પણ કરવામાં આવે છે. ભગવન ગણેશ તમામ વિઘ્નો હરનાર દેવ માનવામાં આવે છે.
એક એવી પણ ધાર્મિક માન્યતા છ કે ભગવાન ગણેશની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓથી છૂટી શકાય છે. તેમજ આવક અને સૌભાગ્યમાં પણ વધારો થાય છે. ભગવાન ગણેશની પૂજાથી કુંડળીમાં બુધ ગ્રહ બળવાન બને છે. અને તેનાથી ધંધામાં ઇચ્છીત સફળતા મળે છે. જેનકોઈ દેવાની સમસ્યાનો સામનો કરી રહેલા હોય તો તેણે બુધવારે વિધિવિધાન પ્રમાણે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. પૂજા દરમિયા ચમત્કારી સ્તોત્રનો પાઠ પણ કરવો જોઈએ.
Also Read –