ધર્મતેજનેશનલસ્પેશિયલ ફિચર્સ

અહીં આવેલું છે દુનિયાનું સૌથી ઊંચું શિવાલય, પાંડવો અને રામ સાથે છે સંબંધ…

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સૃષ્ટિના સર્જનહાર કહેવાય છે અને ભોળાનાથને તો મહાદેવ કહેવાય છે. આજે મહાશિવરાત્રીનો તહેવાર છે અને ભારતમાં ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ભગવાન શિવના અનેક મંદિરો આવેલા છે. પરંતુ શું તમને ખબર છે કે દુનિયાનું સૌથી ઉંચું શિવમંદિર ક્યાં આવેલું છે? ચાલો આજે તમને જણાવીએ કે દુનિયાનું સૌથી ઉંચું શિવમંદિર ક્યાં આવેલું છે…


તમારી જાણકારી માટે કે દુનિયાનું સૌથી ઊંચાઈ પર આવેલું શિવ મંદિર ઉત્તરાખંડમાં આવેલું છે અને તે તુંગનાથ મંદિરના નામે ઓળખાય છે. એટલું જ નહીં પણ ઉત્તરાખંડમાં આવેલા પ્રાચીન પંચ કેદારમાં પણ આ મંદિરની ગણતરી કરવામાં આવે છે. આ તુંગનાથ મંદિર સાથે જોડાયેલી અન્ય દંતકથાઓ વિશે વાત કરીએ…


ઉત્તરાખંડમાં આવેલા આ શિવ મંદિર વિશે એવી માન્યતા પ્રચલિત છે કે એનું નિર્માણ પાંડવો દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ મંદિરનું નામ તુંગનાથ મંદિર છે અને તે ઉત્તરાખંડના રૂદ્ર પ્રયાગ જિલ્લામાં આવેલું છે. પુરાણોની વાત પર વિશ્વાસ કરીએ તો આ મંદિર સેંકડો વર્ષ જૂનું છે અને આ મંદિર 3,680 મીટરની ઉંચાઈ પર સ્થિત આ શિવાલયને વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર માનવામાં આવે છે.


આ મંદિર 1000 વર્ષથી વધુ જૂનું હોવાની એક સર્વ સાધારણ માન્યતા છે તેમ જ અહીં ભગવાન શિવની પૂજા પંચકેદારના રૂપમાં કરવામાં આવે છે. મહાભારતના યુદ્ધ બાદ પાંડવો પોતાના જ લોકોનો સંહાર કર્યો હતો અને એને કારણે તેઓ ખૂબ જ વ્યાકૂળ થઈ ગયા હતા. પોતાની આ ચિંતાનું સમાધાન મેળવવા માટે તેઓ મહર્ષિ વ્યાસ પાસે ગયા.


મહર્ષિ વ્યાસે તેને જણાવ્યું હતું કે ભાઈઓ અને ગુરુઓને માર્યા પછી તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે અને હવે આ પાપમાંથી તેમને મહાદેવ જ ઉગારી શકે છે. એવું કહેવાય છે કે ત્યાર બાદ જ પછી જ પાંડવોએ આ મંદિરની સ્થાપના કરી હતી.


બીજી એક પ્રચલિત દંતકથા અનુસાર ભગવાન મહાદેવના પંચ કેદારોમાંથી એક તુંગનાથનું અન્ય કેદારોની સરખામણીએ વિશેષ મહત્વ છે અને એનું કારણ એવું છે કે આ સ્થાન ભગવાન રામ સાથે પણ જોડાયેલું છે. એવું કહેવાય છે કે અહીં ભગવાન રામે પોતાના જીવનનો થોડો સમય પસાર કર્યો હતો. પુરાણોમાં મળી રહેલાં ઉલ્લેખ પ્રમાણે લંકાપતિ રાવણનો વધ કર્યા પછી ભગવાન રામ સ્વયં અહીં આવ્યા હતા અને તુંગનાથથી દોઢ કિલોમીટર દૂર ચૌદ હજાર ફૂટની ઊંચાઈ પર ચંદ્રશિલા પર ધ્યાન ધર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button