ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

2024માં ક્યારે છે Makar Sankranti? આ વસ્તુઓ આપો દાનમાં સોનાની જેમ ચમકી ઉઠશે તકદીર…

2024નો શુભારંભ થઈ ગયો છે અને એની સાથે જ લોકોને એ જાણવાની તાલાવેલી થાય કે આખરે આ વર્ષે Makar Sankranti કે ઉત્તરાયણનો તહેવાર ક્યારે ઉજવાશે? જો તમને પણ આ સવાલ થઈ રહ્યો છે તો અમે તમારા માટે આ સવાલનો જવાબ લઈને આવ્યા છીએ.

દર વર્ષે મકર સંક્રાતિ 14મી જાન્યુઆરીના ઉજવવામાં આવે છે, પણ આ વર્ષે એટલે કે 2024માં Makar Sankranti 15મી જાન્યુઆરીના ઉજવવામાં આવશે. એવું કહેવાય છે કે આ દિવસે સૂર્યદેવને વિધિ પૂર્વક અર્ધ્ય ચઢાવવામાં આવે તો મુશ્કેલીઓ અને સંકટથી મુક્તિ મળે છે.

એટલું જ નહીં પણ આ દિવસે આપવામાં આવેલું નાનામાં નાનુ દાન પણ મહાદાન ગણાય છે અને એને કારણે સારા પરિણામો આપે છે. ચાલો, જાણીએ કે આખરે ક્યારે છે Makar Sankranti અને આ દિવસે કઈ પાંચ વસ્તુઓનું દાન આપવું મહાપુણ્યનું કામ ગણાય છે…

સૌથી પહેલાં વાત કરીએ કે આખરે આ વર્ષે Makar Sankrantiનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે એની તો હિંદુ પંચાગ અનુસાર આ વર્ષે 15મી જાન્યુઆરીના દિવસે Makar Sankranti ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્યદેવ વહેલી સવારે 2.54 મિનિટ પર ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે.

હવે વાત કરીએ કે આખરે Makar Sankrantiના દિવસે કઈ પાંચ વસ્તુઓનું દાન કરવાથી ભાગ્ય સોનાની જેમ ઝળકી ઉઠે છે-

ગરમ કપડાંઓ આપો દાનમાં
જ્યોતિષશાસ્ત્રમાં દાનનું અનેરું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. Makar Sankrantiના દિવસે ગરમ કપડાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. શિયાળો ચાલી રહ્યો છે એવામાં Makar Sankrantiના દિવસે ગરમ કપડા, ધાબળા વગેરેનું દાન કરવાનું શુભ માનવામાં આવે છે.

તલનું દાન પણ છે મહા પુણ્ય
એવી માન્યતા છે કે Makar Sankrantiના દિવસે તલનું દાન કરવાનું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે Makar Sankrantiના દિવસે તલનું દાન કરીને તમે શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકો છો. આ સાથે સાથે જ સૂર્યના મજબૂત થવાથી વ્યક્તિના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે અને વ્યક્તિને મૃત્યુનો ભય પણ નથી રહેતો.

ઘીનું દાન ખોલશે ભાગ્યના દ્વાર…
Makar Sankrantiના દિવસે ઘીનું દાન કરવાનું પણ શુકનિયાળ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ઘીનું દાન કરવાથી વ્યક્તિને દરેક પ્રકારની બીમારીઓ અને આધિ-વ્યાધિથી મુક્તિ મળે છે. આ સાથે સાથે જ કુંડલીમાં સૂર્ય-ગુરુની સ્થિતિ પણ મજબૂત બને છે.

ગોળનું દાન આપશે શુભ પરિણામ
Makar Sankrantiના દિવસે સૂર્યદેવ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આ સાથે ગોળની સાથે સાથે તલ અને મમરાથી બનેલાં લાડુનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે આવું દાન કરનાર વ્યક્તિ જીવનમાં પ્રગતિના શિખરો સર કરે છે અને માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે.

ખિચડી પણ આપો દાનમાં
જ્યોતિષાચાર્યોની માન્યતા અનુસાર Makar Sankrantiના દિવસે અડદની દાળ અને અને ચોખામાંથી બનાવવામાં આવેલા ખિચડીનું દાન કરવાનું પણ શુભ માનવામાં આવે છે. એટલું જ નહીં ખિચડીનું દાન કરીને સારા પરિણામો મેળવી શકાય છે. આ દિવસે ખિચડીનું દાન કરવાથી કુંડળીમાં સૂર્ય-ચંદ્રમાં અને ગુરુની સ્થિતિ વધારે મજબૂત બને છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button