ધર્મતેજ

સુખી દાંપત્ય જીવન અને સંતાન પ્રાપ્તિ માટે આજે મેળવો માતા સીતાના આશીર્વાદ, જાનકી જયંતિ પર કરો આ રીતે પુજા

Jankai Jayanti 2024: સનાતન ધર્મમાં માતા સીતાને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જાનકી જયંતિના દિવસે ઉપવાસ કરવાથી માતા સીતા ઈચ્છિત ફળ આપે છે. તેનાથી પતિને લાંબા આયુષ્યનું વરદાન મળે છે. નિઃસંતાન દંપતિઓ માટે પણ જાનકી જયંતિ વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી દંપતીને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થાય છે.

ફાગણ માસમાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જાનકી જયંતિનો તહેવાર (jankai jayanti 2024) ઉજવવામાં આવે છે. તેને સીતા અષ્ટમી (Sita ashtami) પણ કહેવામાં આવે છે. આ વખતે જાનકી જયંતિનું વ્રત 4 માર્ચ એટલે કે આજે સોમવારના રોજ રાખવામાં આવશે. કહેવાય છે કે આ દિવસે માતા સીતા અને ભગવાન શ્રી રામની પૂજા કરવાથી ભક્તોની પરેશાનીઓ દૂર થાય છે. આવો જાણીએ કે જાનકી જયંતિ પર શું રહેશે શુભ સમય અને પૂજા કરવાની રીત.

ફાગણ કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 3 માર્ચના રોજ સવારે 08:44 થી 4 માર્ચના રોજ સવારે 08:49 સુધી રહેશે. આ દિવસે દેવી સીતાની પૂજા કરવાનો શુભ સમય સવારે 09.38 થી 11.05 સુધીનો રહેશે.

જાનકી જયંતિના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. સ્વચ્છ કપડાં પહેરો. માતા સીતાને પ્રસન્ન કરવા વ્રત અને પૂજા કરો. મંદિરની સામે બાજોઠ પર લાલ રંગનું કપડું મૂકીને માતા સીતા અને ભગવાન રામની મૂર્તિ કે પ્રતિમા સ્થાપિત કરો.

મૂર્તિ સ્થાપિત કર્યા પછી કુમકુમ, ચોખા અને સફેદ ફૂલ ચઢાવો. રાજા જનક અને માતા સુનયનાની પણ પૂજા કરો. જાનકી જયંતિના દિવસે તમારી ભક્તિ અને શક્તિ પ્રમાણે દાન કરો. જો શક્ય હોય તો, સાંજે કન્યાભોજ અથવા બ્રાહ્મણને ભોજન કરાવો.

જાનકી માતાને પ્રસન્ન કરવા માટે પૂજા કરતાં આ મંત્રોચ્ચાર કરો
શ્રી સીતાયે નમઃ
શ્રી રામચંદ્રાય નમઃ
શ્રી રામાય નમઃ
ૐ જાનકીવલ્લભાય નમઃ
શ્રી સિતા-રામાય નમઃ

નોંધ: આ લેખમાં આપેલી માહિતી/દાવાઓ વાચકોની રુચિને ધ્યાનમાં રાખીને ધાર્મિક માન્યતાઓ પ્રમાણે તૈયાર કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button