ધર્મતેજ
વિષ્ણુની ઉપાસના કરનાર કેવી વ્યક્તિ ‘વૈષ્ણવજન’ કહેવાય?
‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ પદ એ ગુજરાત અને ગુજરાતીના આદીકવિ નરસિંહ મહેતાએ રચેલું ભજન છે.
- ઈસ્વીસનની ૧૫મી સદીમાં થઈ ગયેલા નરસિંહ મહેતા સૌરાષ્ટ્રના જૂનાગઢના રહેવાસી હતા અને નાગર બ્રાહ્મણ હતા.
 - કૃષ્ણભક્તિમાં તરબોળ નરસિંહ મહેતાએ અનેકાનેક પદો, ભજનો, પ્રભાતિયા વગેરેની રચના કરેલ અને આજે પણ દરેક ગુજરાતી ઘર અને મંદિરોમાં તેમનાં ભજનો- કાવ્યો ગવાય છે.
 - દરેક ભજનમંડળી કે સત્સંગમાં પણ નરસિંહ મહેતાની રચનાઓ આજે પણ લોકપ્રિય છે.
 - આપણા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીનું એ સૌથી પ્રિય ભજન છે, અને બાપુએ આશ્રમ ભજનાવલીમાં તેનો સમાવેશ કરેલો.
 - ‘કુંવરબાઈનું મામેરું’, ‘મારી હૂંડી સ્વીકારો મહારાજ’ વગેરે જેવી અનેક નરસિંહ મહેતાની રચનાઓ આજે ૨૧મી સદીમાં ચંદ્ર પર પગલાં માંડી આવ્યાના જમાનામાં પણ એવી જ લોકપ્રિય છે જ્યારે બેલગાડીનો યુગ હતો!
 - વૈષ્ણવજન એટલે કે વિષ્ણુની ઉપાસના કરનાર ‘વૈષ્ણવ’ કેવો હોય છે અથવા કેવો વ્યક્તિ વૈષ્ણવજન કહેવાય તેનો આબેહૂબ ચિતાર આ સમગ્ર પદમાં કવિએ આપ્યો છે.
 - ક્રમબદ્ધ કાવ્યની પંક્તિઓ વાંચતા જઈએ તેમ તેમ કવિ તેનાં લક્ષણો કે ખાસિયતો જણાવતા જાય છે.
 - સમગ્ર રીતે જોઈએ તો પારકાની પીડા જાણી શકનાર,
 - બીજાનું ભલું કરે પણ તેનું અભિમાન ન કરનાર,
 - બીજાની નિંદા ન કરે તેવો,
 - નિર્મળ મનવાળો,
 - અસત્ય ન બોલે અને
 - પારકાની સ્ત્રીને માતાતુલ્ય માને,
 - લોભ,
 - કામ,
 - કપટ,
 - ક્રોધ જેવા દુર્ગુણો ના ધરાવતો વ્યક્તિ કવિના મતે વૈષ્ણવજન કહેવાય છે, અને
 - આવી વ્યક્તિ એ પોતે જ તીર્થરૂપ હોય છે, અને
 - જેના દર્શન કરવાથી આપણો પણ બેડો પાર થઈ જાય એમ કવિ માને છે.
સંત સમાગમ
જવલ્લેજ કોઈને વ્યક્તિગત મળતા, વિદેશમાં વસતા એક સંત મહાત્માએ આશીર્વાદ આપતા આ લખનારને લોકોમાં આદર- સન્માન મેળવવા ઉપદેશ આપ્યો કે, નાનામાં નાના માણસો સાથે ઘણાં જ પ્રેમ અને આદરપૂર્વક વર્તવું. નમીને ચાલવું, સૌ પર દયા કરવી, કોઈ કાંઈ બોલ્યું ચાલ્યું હોય તેનો ખાર ન રાખવો, પોતાની જાત પર કાબૂ રાખવો અને દિલ મોટું તથા હાથ છૂટો રાખવો.
આ પ્રમાણે આપણે સૌએ પોતપોતાના ધર્મોના અસલ સિદ્ધાંતોનું આચરણ કરવું જોઈએ, કારણ કે સઘળા ધર્મોનું અસલ શિક્ષણ એક જ છે. - એ. વલિયાણી ઉ
 
 


