ધર્મતેજ

તમે કયા પરિમાણમાં જીવો છો?

ગીતા મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં સંસારવૃક્ષને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ તેને કર્મ સાથે જોડે છે.
ભગવાન કૃષ્ણ કહે છે કે આ સંસાર-વૃક્ષનું ચાલક કર્મથી બંધાયેલ છે. અને કર્મ, સમય સાથે અનુબંધિત છે. જે સમય સમજે છે તે જ કર્મનું મહત્ત્વ સમજી શકે છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ(IIM)ના એક પ્રોફેસરને એક વ્યક્તિએ પ્રશ્ર્ન પૂછયો, સાધારણ કોલેજમાં ખઇઅ કરેલ વિદ્યાર્થીના વાર્ષિક પગાર કરતાં IIM માંથી ખઇઅ કરેલ વિદ્યાર્થીનો માસિક પગાર વધુ હોય છે. લાખો રૂપિયાનું પેકેજ કમાતા આ વિદ્યાર્થીઓની એવી તો શું ખાસિયત છે?’ તે સમયે પ્રોફેસરે જે જવાબ આપ્યો તે જન સામાન્યની આંખો ઉઘાડી નાંખે તેવો છે, નક્કર અંતરદૃષ્ટિ કરાવે તેવો છે. પ્રોફેસરે કહ્યું, સાધારણ કોલેજોના વિદ્યાર્થીઓ મહિનાઓ અને દિવસોમાં જીવતા હોય છે જ્યારે IIM ના વિદ્યાર્થીઓ કલાકો અને મિનિટોમાં જીવતા હોય છે.

આપણે ક્યા પરિમાણમાં જીવીએ છીએ તેના આધારે આપણું મૂલ્યાંકન થતું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો, જે સમયની કિંમત કરે છે તેની જ સમાજમાં કિંમત થતી હોય છે. બાકી પાનના ગલ્લે કે પછી શેરીના બાંકડે બેસી દિનકટણી કરનારની જિંદગી મોટી મોટી વાતો કરવામાં જ પૂરી થઈ જાય છે. આવા લોકો વર્ષો અને મહિનાઓના પરિમાણમાં જીવનારા છે. (આમ જોઈએ તો એમની પાસે સમય જ સમય છે!!) અને બીજી તરફ દુનિયામાં એવા પણ લોકો છે કે જેની પાસે માર્ગદર્શન મેળવવા લોકો મિનિટોના હજારો- લાખોથી વધુ રૂપિયા આપતા હોય છે. આ લોકો મિનિટો અને સેક્ધડોના પરિમાણમાં જીવનારા છે. એવું કહેવાય છે Time is more than money સમયની કિંમત રૂપિયા કરતાં પણ ચઢિયાતી છે. જે સમય સાચવી લે છે એની પાછળ રૂપિયા દોડતા ની આવે છે. Time management ની વાતો તો ઘણા સમયથી ચાલી આવે છે પણ આધુનિક વિદ્વાનોના માટે ૧૫મી સદીમાં થયેલ ઇટાલિયન વેપારી લિઓન આલ્બર્ટી તેના જનક મનાય છે. તેને એક પત્રમાં લખ્યું છે સવારે ઊઠતાની સાથે હું મારી જાતને પ્રશ્ર્ન પૂછું છું કે આજે હું શું કરવાનો છું? તેની ગણતરી કરી પ્રત્યેક કાર્ય માટે સમયની ફાળવણી કરું છું…કાર્યને સમયસર નિપટાવવા હું મારી ઊંઘનું બલિદાન આપવાનું પસંદ કરું છું. આમ, જીવન અને કર્મ સમયના આધારે બને છે. સમયની બરબાદી જીવનની બરબાદી છે. સમયનો સદુપયોગ જીવનની આબાદી છે.

વિશ્ર્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજનું જીવન આ સંદર્ભે એક મિસાલ સમાન છે. પોતાના ૪૬ વર્ષના પ્રમુખ કાળમાં તેઓએ જે કાર્ય કર્યું છે તે માનવ મસ્તિષ્કની કલ્પના બહારનું છે. ૧૯૭૧ થી ૨૦૧૬ના સમયગાળામાં વિશ્ર્વભરમાં રચેલા ૧૧૦૦ થી વધુ મંદિરો, અક્ષરધામ સ્મારકો, પરદેશની ધરતી પર પ્રવાર્તાવેલો સત્સંગ સમાજ, અઢી લાખથી વધુ ઘરોમાં પધરામણી, ૧૭૦૦૦થી વધુ ગામડાઓમાં વિચરણ, સાડા સાત લાખથી વધુ પત્રોના ઉત્તરો, ૪૦ લાખથી વધુ લોકોને વ્યક્તિગત મુલાકાત, બેન્ચમાર્ક સમાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાહતકાર્યો, આંતરાષ્ટ્રીય મહોત્સવ અને સમૈયાઓ,૧૬૨થી વધુ નાની મોટી સામાજિક પ્રવૃત્તિઓ,
દસ લાખથી વધુ ભક્ત સમાજને
આપેલો સંતોષ, અને આવું તો બીજું ઘણું બધું!! કોઈ વ્યક્તિ ૪૬ વર્ષના જીવનકાળમાં આટલું ગંજાવર કાર્ય કેવી રીતે કરી શકે?

સમયની મહત્તા સમજાવતાં તેઓ કહેતા કે જે સમયે જે કામ કરવાનું હોય તેના કરતાં ૧ સેક્ધડ પણ મોડા કરવાનો વિચાર આવે તે આળસ છે. તેમને મન પ્રત્યેક સેકંડનું મૂલ્ય હતું. કારણ કે તેઓ સેકંડોના પરિમાણમાં જીવતા હતા. છતાં તેમણે તે પરિમાણને પોતાના પર હાવી થવા દીધો નથી. કારણ કે આ સેકેન્ડોનો વિચાર વિશ્ર્વકલ્યાણની લાગણીમાંથી જન્મ્યો હતો. એક એક સેકંડ દુ:ખી અને પીડિતના અશ્રુ લૂંછવા માટે થયો હતો.

આપણે સૌએ મહાન સપનાં તો સેવ્યા હશે પણ તેને સાકાર કરવા માટે આપણે જીવતરના પરિમાણ બદલવા પડશે. દિવસોમાંથી કલાકોમાં અને કલાકોમાંથી મિનિટોમાં જીવનને પરોવવાનું છે. અને વળી પાછું પ્રત્યેક ક્ષણે ઉત્સાહ અને જાગૃતિ સાથે જીવવાનું છે. પણ તેના માટે પ્રથમ પગથિયું છે કે આપણે દિવસની શરૂઆતમાં જ પ્લાનીંગ કરવું પડશે. અને દિવસના અંતે પોતાની જાત સાથે કલાકોનો અને મિનિટોનો હિસાબ લેવો પડશે.

જો પ્રામાણિક થઈને મંડીશું, જીવન જીવવાના પરિમાણો ફેરવીશું તો આપણે પણ મહાનતા તરફ નક્કર પગલાં ભરી શકીશું. પ્રમુખસ્વામી મહારાજની જેમ
ક્ષણે ક્ષણનો ઉપયોગ કરી આપણે પણ જીવનને વધુ ગુણવત્તાસભર અને ઉમદા બનાવી શકી તે જ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના.

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…