ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

અભ્યાસ જાગવો એટલે સાધના અંદરથી ઉછાળા મારે

અલૌકિક દર્શન -ભાણદેવ

ભજન-૬
નવધા ભક્તિમાં નિર્મળ રહેવું ને રાખવો વચનુંમાં વિશ્ર્વાસ
આ નવધા ભક્તિ એટલે શું? ‘શ્રીમદ્ ભાગવત’માં એક શ્ર્લોક છે, જે નવધા ભક્તિમાં પ્રમાણભૂત ગણાય છે અને સર્વત્ર એનો સંદર્ભ મુકાય છે.

હમર્ઞૈ ઇંતટૃર્ણૈ રુમશ્રઞૂ શ્ર્નપફર્ઞૈ ક્ષળડલજ્ઞમર્ણૈ,
અખૃર્ણૈ ર્મૈડર્ણૈ ડળશ્ર્ન્રૂપ્ર, લ્ંરૂપ્ર, અળટ્ટપરુણમજ્ઞડણપ્ર
આ નવધા ભક્તિ છે. ‘રામચરિતમાનસ’માં રામચંદ્રજી શબરીને નવધા ભક્તિ સમજાવે છે. પ્રથમ ભક્તિ સંતન કરવા સેવા, ત્યાં પણ નવધા ભક્તિ છે, તો નવધા ભક્તિ એટલે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન ગંગાસતી કહે છે નવધા ભક્તિમાં નિર્મળ રહેવું, એટલે શું? નવધા ભક્તિનું અનુષ્ઠાન નિર્મળાભાવે કરવું, કોઈ પણ સાધન બે રીતે થાય છે: વિશુદ્ધભાવે અને એને અશુદ્ધ બનાવીને. યોગમાં, સાંખ્યમાં, જ્ઞાનમાં કશી ખબર ન હોય, વેદાંતની જાણ ન હોય અને ‘હું બ્રહ્મ છું’ એમ બોલનાર પણ હોય છે. કશી ખબર ન હોય એને હું બ્રહ્મ છું? વેદાંતમાં લખ્યું એ સાચું, પણ ‘હું’ બોલે છે કોણ? અહંકાર અને અહંકાર બ્રહ્મ નથી, આત્મા કહી શકે કે ‘હું બ્રહ્મ છું’ દરેક સાધનને અશુદ્ધ બનાવી શકાય, યોગનો ઉપયોગ પણ ગલત હેતુથી થાય છે. ભક્તિનું પણ છે, સર્વત્ર એવું થયું છે, એટલે ગંગાસતી લાલબત્તી ધરે છે. પાનબાઈ, નવધા ભક્તિમાં નિર્મળ રહેવું, ભક્તિને નામ આડોઅવળો પગ ન મૂકાઈ જાય એની સાવચેતી આપવા માટે કહે છે, નવધા ભક્તિમાં નિર્મળ રહેવું એટલે જ નહીં, નવધા ભક્તિમાં પરિશીલન દ્વારા નિર્મળ થવું એનો પણ એવો અર્થ થાય છે અને રાખવો વચનુંમાં વિશ્ર્વાસ રે, ગુરુવચનમાં વિશ્ર્વાસ રાખવાની વાત છે.

શબ્દ-૧૧- અભ્યાસ જાગવો:
ભજન-૭
અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને, ન રહેવું ભેદવાદીની પાસ રે.

અભ્યાસ જાગવો એટલે શું? આપણને શબ્દની ખબર છે, અભ્યાસ અને જાગવું, પણ અભ્યાસ જાગવો એટલે? જપ કરીએ તો કર્તૃત્વનું ક્ષેત્ર છે. પણ જપ થવા માંડે, કરવા ન પડે, થવા માંડે, પ્રાણાયામ કરવામાં આવે નાક દાબીને, પણ કેવળ કુંભકની અવસ્થા આવે, કરવો ન પડે અને કુંભક થઈ જાય એને કહેવાય અભ્યાસ જાગવો. ભગવાન શ્રીકૃષ્ણ વૃંદાવન છોડીને મથુરા ગયા તો નારદજીએ વિચાર આવ્યો કે લાવ, જાઉં તો ખરો કે વૃંદાવનના વાસીઓની શી દશા છે, એક સાંજે યમુનાને કિનારે સંતાઈને બેઠાં, એક ગોપી જળ ભરવા આવી, ઘડો બાજુમાં મૂકીને ધ્યાનસમાધિમાં બેસી ગઈ. નારદજીએ આવીને પૂછયું: “બહેન, તમે કૃષ્ણનું ધ્યાન કરતાં હતાં? “કૃષ્ણનું ધ્યાન કરે મારી બલ્લા, કૃષ્ણને ભૂલવા માટે સમાધિમાં બેઠી હતી, અમારે કૃષ્ણને યાદ ન કરવા પડે, ભૂલવા માટે પ્રત્યન કરવો પડે. આ અભ્યાસ જાગવાનું પ્રમાણ છે.

અભ્યાસ જાગવો એટલે સાધના અંદરથી ઉછાળા મારે, સાધન કરવું ન પડે, થઈ જાય, ધ્યાનમાં પ્રવેશ કરવા બેસવું ન પડે, તેમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો પડે ત્યારે સમજવું કે અભ્યાસ જાગ્યો છે, પણ ચાલો સમજ્યા કે અભ્યાસ જાગે, પણ જાગે કઈ રીતે? સાધના શરીરથી કરીએ છીએ અને મનથી પણ યજ્ઞયાગ, પૂજાપાઠ કરીએ એ શરીરથી સાધના, મનથી જપ ધ્યાન કરીએ, ત્રીજું તત્ત્વ તેમાં જ્યારે ભળે ત્યારે અભ્યાસ જાગે, એનું નામ છે પ્રાણ. જ્યારે શરીર મનની સાથે પ્રાણતત્ત્વ જોડાય ત્યારે અભ્યાસ જાગે છે અને પછી પરમાત્મા માટે તે અંતરમાંથી ઉછાળા મારે ત્યારે અભ્યાસ જાગે.

શબ્દ-૧૨-દુબજાનો ડાઘ:
ભજન-૯
જગતના વૈભવને મિથ્યા કરી જાણજો ને ટાળી દેજો દુબજાનો ડાઘ રે…
દુબજા એટલે દ્વિધા. અધ્યાત્મપથ પર દ્વિધા એ પિશાચિની છે, દ્વિધા જ્યાં સુધી છે, ગુરુ પરની શ્રદ્ધામાં શંકા છે, પોતાના સાધનમાં શંકા છે, શાસ્ત્રમાં શંકા છે, જ્યાં સુધી આ શંકા છે ત્યાં સુધી અધ્યાત્મમાં પ્રાણ પ્રગટતો નથી, ત્યાં સુધી સાધનામાં ચૈતન્ય પ્રગટતું નથી. એટલે ગંગાસતી કહે છે: પાનબાઈ, ટાળી દેજો દુબજાનો ડાઘ, દ્વિધાને ટાળજો, મુક્તિ મેળવજો, જો દ્વિધામાંથી મુક્ત નહીં થાવ તો અધ્યાત્મમાં પ્રાણ પ્રગટશે નહીં, એકનિષ્ઠા, જાતને એમાં હોમવાની તૈયારી જાગે ત્યારે જ દુબજા જાય અને એવી નિષ્ઠા જાગે પછી જ અધ્યાત્મમાં ચૈતન્ય પ્રગટે છે.

શબ્દ-૧૩-આસન જીતવું:
ભજન-૧૦
ભાઈ રે! ખટમાસ એકાંતમાં આસન જીતવું ત્યારે અડધો યોગ કહેવાય.
આસન જીતવું એટલે શું? ‘બ્રહ્મસૂત્ર’માં કહ્યું છે: અળલણશ્ર્ન્રૂ ર્લૈધમળટ બેસીને સાધના કરવી જોઈએ, કેમ કે તો જ શક્ય છે, આસન જીતવાના બે અર્થ છે: એક અર્થ છે એક સ્થાને દીર્ઘકાળ સુધી સ્થિરતાપૂર્વક રહેવું, અઠવાડિયું થાય અને પગ ઊપડે તો આસન સિદ્ધ થયું નથી, બીજો અર્થ છે, કલાકો સુધી સ્થિરતાપૂર્વક એક આસને બેસી રહેવું. પગ લાંબાટૂંકા કરવા પડે, પાછળ ઓશીકું જોઈએ, આધાર જોઈએ તો આસન સિદ્ધ થયું નથી. સ્થિરતાપૂર્વક દીર્ઘકાળ સુધી બેસી રહેવાની શક્તિ એ આસનસિદ્ધિ છે અને દીર્ઘકાળ સુધી એક સ્થાને રહેવાની સ્થિરતા પણ આસનસિદ્ધિ છે અને આવું આસન સિદ્ધ થાય તો અડધો યોગ કહેવાય. વર્ષો સુધી એકાંતમાં એક જગ્યાએ સ્થિરતાપૂર્વક રહેવા માટે ઘણી નિષ્ઠા જોઈએ.

શબ્દ-૧૪- ગોવિંદ:
ભજન-૧૩
સ્વહસ્તે આવીને ગોવિંદ લખી ગયા, પ્રત્યક્ષ હસ્તપ્રત માંય રે.

આ એક નાનકડો ઈતિહાસ છે. બંગાળમાં કેન્દુલિ નામનું એક સ્થાન ગંગાકિનારે છે. ગંગાને બિલકુલ કિનારે છે, ત્યાં એક કવિ રહે જયદેવ. એમણે ભગવાન શ્રીકૃષ્ણને રાધાજીની લીલા વિશે એક ગ્રંથ લખ્યો છે: ‘ગીતગોવિંદ’ જેમ ‘ભાગવત’માં શારદીય રાસોત્સવનું વર્ણન છે, તેમ ‘ગીતગોવિંદ’માં વસંતરાસનું ઉત્સવ છે. લખતાં લખતાં એક શ્ર્લોક આવે છે, અંદરથી વાણી ઊતરે છે, પદ્માવતી, એમના ધર્મપત્ની એમની સેવા કરે છે. ગંગાસતી ભજનો રચીને ગાતાં નથી, એ તો હાથમાં એકતારો આવે, મંજિરા આવે, એકતારાની ઝણકાર અને મંજિરાનો રણકાર થાય એટલે કડીઓ અંદરથી ઊતરે અને ઊતરે ગાઈને રચે છે. રચીને ગાતા નથી, એમ જયદેવનાં અંદરથી કડીઓ શ્ર્લોકો આવતા જાય છે. એમાં એક શ્ર્લોક આવે છે:

શ્ર્નપફઉંફબર્ઈૈંડર્ણૈ પપ યફરુયર્પૈડર્ણૈ ડેવિ પજ્ઞ ક્ષડ ક્ષલ્બર્મૈ
ઘબરુટ પ્રૂ ડળફઞળજ્ઞ પડણઇંફણળફબળજ્ઞ વફટૂટ ડળજ્ઞરુક્ષટ ઇંળર્ફૈ રુપ્ર ખળરૂરુયબજ્ઞ
ર્પૈખપ્રૂપળણપડણળર્ડૈ રુયાફ્ડપડણળફબળજ્ઞડવરુટ પળપળણર્લૈ ડજ્ઞરુવ પૂઈં ઇંપર્બૈડળ્ક્ષળર્ણૈ
પ્રસંગ એવો છે કે રાસલીલામાં આવતા કૃષ્ણને મોડું થયું.

રાધાજી રીસાયાં છે, રુષ્ટ થયાં છે, એટલે ભગવાન કૃષ્ણ રાધિકાજીને મનાવવા માટે જાય છે અને મનાવતા આ શ્ર્લોક બોલે છે, અર્થ છે. ભગવાન કહે છે કે હે દેવી! હે રાધિકે! ચારૂશીલે, તારા ચરણ મારા મસ્તક ઉપર પધરાવ, કૃષ્ણ ભગવાન છે, રાધિકાજીને કહે છે: તારા ચરણ મારા મસ્તક પર મૂક તો મને શાંતિ મળશે. શ્ર્લોક તો લખાઈ ગયો. જયદેવ ફરીથી વાંચે છે, અરે! મેં આ શું લખ્યું?

ભગવાન રાધિકાજીને આ શું કહે છે? આ તો અપરાધ થયો, શ્ર્લોક છેકી નાખ્યો. પછી બીજી વાર કલમ ઉપાડી, લખવા જાય તો એ શ્ર્લોક આવ્યો. અરે! આ શ્ર્લોક કેમ આવે છે? જેમાં ભગવાન કૃષ્ણ રાધિકાજીને એનું મસ્તક પર પગ પધરાવવાનું કહે છે, ફરી છેકી નાખ્યો. ત્રીજી વાર ફરી એ જ આવે… શું કરવું, એ વ્યાકુળ થઈ ઊભા થઈ ગયાં અને પત્ની પદ્માવતીને કહે છે, હું ગંગાસ્નાન માટે જઉં છું, જાય છે, થોડી વાર થઈ હજુ બહાર જ નીકળ્યા હશે, થોડી વાર થઈ હશે કે પાછા આવ્યા, પાછા આવીને શ્ર્લોક લખ્યો, એ જ શ્ર્લોક લખાયો. ચાલ્યા ગયા સ્નાન કરવા.

સ્નાન કરીને આવ્યા, પહ્માવતી કહે: ભોજન તૈયાર છે, કરી લો ને, તેઓ કહે હું આવું, અંદર ગયો તો આખો ઓરડો ચંદનથી મઘમઘતો, આપોઆપ દીવા પ્રગટેલા જોઈને જુએ તો એ જ શ્ર્લોક સ્વર્ણાક્ષરે લખેલો. કહે: “દેવી, આ શ્ર્લોક તમે લખ્યો? તે કહે: “તમે ગયા પછી તરત પાછા આવીને તો લખ્યો હતો. તેઓ કહે, “હું તો પાછો આવ્યો જ નથી. તો કહે “આ ચંદનનો ધૂપ તમે જે પ્રગટાવ્યો છે ને? તેઓ કહે “ના. મેં તો કર્યું નથી. “તો આ સ્વર્ણાક્ષરે કેમ લખાયું છે? “એ લખવા મારો નાથ આવ્યો લાગે છે, ગોવિંદ આવીને લખી ગયા. આ પ્રસંગ માટે ગંગાસતી કહે છે. ગોવિંદ આવીને સ્વહસ્તે લખી ગયા, પ્રત્યક્ષ હસ્તપ્રતમાંય રે! એ પ્રસંગને યાદ કરી તેઓ કહે છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker