સંતસાધના પરંપરા, અધ્યાત્મસાધના પરંપરામાં દીક્ષ્ાાના પ્રકારો…
અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ
(૧) મંત્ર દીક્ષ્ાા – કોઈ ચોક્ક્સ પ્રકારનો વૈદિક-પૌરાણિક બીજમંત્ર અથવા તો સાંપ્રદાયિક મંત્ર ગુરુ દ્વારા શિષ્યના કાનમાં ફૂંક મારીને બોલવામાં આવે. જે મંત્ર કાયમ શિષ્યે ગુપ્ત રાખવાનો હોય, જાહેરમાં એનું ઉચ્ચારણ કરવાનું ન હોય. અને કાયમ એનો જાપ કરવાનો હોય. (ર) તંત્ર દીક્ષ્ાા – કોઈ ચોક્ક્સ પ્રકારના તાંત્રિક વિધિવિધાનમાં શિષ્યને બેસાડીને, એ વિધિની પ્રક્રિયા સમજાવીને ગુરુ જે તે તંત્રની દીક્ષ્ાા – એના ગુપ્ત મંત્રો અને ક્રિયાકાંડોની સમજણ સાથે શિષ્યને આપે જેમાં અમુક યંત્રો-સાંકેતિક આકૃતિઓની સમજ પણ અપાય. (૩) પંથ દીક્ષ્ાા – સગુણ કે નિર્ગુણ જે તે પંથના સાંપ્રદાયિક વિધિ-વિધાનમાં એક શિષ્ય કે અનેક શિષ્યોને બેસાડીને પંથ-સંપ્રદાયના આચાર્ય એ પંથમાં શિષ્યને સામેલ કરે. (૪) ગં્ંરથ દીક્ષ્ાા – જે તે ધર્મ-સંપ્રદાય-પંથમાં માન્ય કરેલ દર્શન મુજબના શાસ્ત્રગ્રંથનું વાંચન, અર્થઘટન, રહસ્યની જાણકારી જ્ઞાનમાર્ગી-વેદાન્તી પરંપરામાં ગુરુ દ્વારા શિષ્યને અપાય. (પ) લૌકીક દીક્ષ્ાા – કેટલીક જ્ઞાતિ-જાતિઓમાં બાળકનો જન્મ પછીના થોડા દિવસો પછી કુળગુરુ દ્વારા નામકરણ કરીને કંઠી બાંધવામાં આવે. પછી સોળ સંસ્કારો મુજબના સામાજિક કે પાટપૂજન જેવા ધાર્મિક પ્રસંગોએ કુળગુરુ, ધર્મગુરુ, પાટપુરોહિત કે સાધુ-સંત દ્વારા દીક્ષ્ાા આપવામાં આવે. અમુક જ્ઞાતિ-જાતિમાં કૂળદેવી કે શુરાપૂરાના ભૂવા દ્વારા નવા ભૂવા તરીકે થાપો મારીને દીક્ષ્ાા આપવામાં આવે. (૬) અલૌકિક દીક્ષ્ાા – સાધકને સ્વપ્નમાં કોઈ દેવી-દેવતા કે સિદ્ધાત સંત દ્વારા મંત્રદીક્ષ્ાા પ્રાપ્ત થાય. (૭) નાદ પરંપરાની દીક્ષ્ાા – લગભગ દરેક ધર્મ-સંપ્રદાય-પંથમાં ગુરુ-શિષ્ય પરંપરા મુજબ ગુરુ પોતાના શિષ્યને દીક્ષ્ાા આપે.
અનાહત નાદ કે મહાશબ્દને આપણી સ્થૂળ કર્ણેન્દ્રિય સાંભળી શક્તી નથી. ખરેખર તો ધ્યાન, ધારણા દ્વારા અંત:ચેતનામાં જ એની અનુભૂતિ થતી હોય છે. એનું અનુસંધાન કરવાની ચાવી ગુરુ દર્શાવે. (૮) બુંદ પરંપરાની દીક્ષ્ાા -પિતા પોતાના એક યોગ્ય સંતાનને પોતાની સગુણ ઉપાસના કે નિર્ગુણ ઉપાસના ધારાના ધર્મ-પંથ-સંપ્રદાયની દીક્ષ્ાા આપીને પોતાના વારસદાર શિષ્ય તરીકે – ગાદીપતિ તરીકે ઘોષ્ાિત કરે. (૯) શબદ-સાન – અમુક પંથોમાં કોઈ ચોક્ક્સ લૌકિક શબ્દ કે શબ્દો દ્વારા પોતાના શિષ્યોને કંઠી બાંધે. (૧૦) વચન-સાન – અમુક પંથોમાં ચોક્ક્સ બીજમંત્ર-પ્રણવ ૐકાર, ઓહમ્, ઓહમ્-સોહમ્, ઓહંગ-સોહંગ જેવા વચન તરીકે ઓળખાતા શબ્દ કે શબ્દોની સાધના દર્શાવી કંઠી બાંધી દીક્ષ્ાા આપવામાં આવે. ઓહમ્ સોહમ્ એ મંત્રજાપ દ્વારા શરીરમાં ચાલતી ક્રિયા છે. શ્ર્વાસ લેતી વખતે ઓહમ્ અને શ્ર્વાસ છોડતી વખતે સોહમ્ નાદ થતો હોય છે. અસલમાં એ પ્રણવ ઓમકાર સાથે પણ જોડાયેલ શબ્દ રૂપ છે. આપણી સંતસાધનામાં એને મૂળ વચનના નામથી પણ ઓળખવામાં આવે છે. શ્ર્વાસ એટલે શિવ અને ઉચ્છવાસ એટલે શક્તિ. ઓહમ્ એટલે પિંડ અને સોહમ્ એટલે બ્રહ્માંડ. ઓહમ્ એટલે પ્રાણવાયુ/ ઓક્સિજન અને સોહમ્ એટલે કાર્બન ડાવોક્સાઈડ. બાવન વર્ણો-અક્ષ્ારોમાં આપણો વ્યવહાર ચાલે છે. વાંચો-લખો-બોલો-સાંભળો તો એ શબ્દ છે, પણ મૂળ વચનને – પ્રણવ ૐકારને ખેંચે તો એ પ્રાણ છે અને છોડે તો મૃત્યુ. એને જ સંતો નૂરત-સુરતની સાધના પણ કહે છે. નૂર એટલે પ્રકાશ. સૂર એટલે ધ્વનિ. આંખથી જ્યોત દર્શન અને કાનથી અનાહત નાદની ઉપાસના-સાધના. (૧૧) મનમુખી દીક્ષ્ાા- સાધક કે ભક્ત પોતે સ્વયં પોતાની જાતને દીક્ષ્ાિત કરીને – કોઈ જ ગુરુ પરંપરા સાથે જોડાયા વિના પોતાનો આગવો-નીજિ પંથ ભો કરે અને પછી પોતાની પરંપરા શરૂ કરે. (૧ર) ધ્યાન દીક્ષ્ાા – કોઈપણ જાતની યોગસાધના વિના માત્ર ધ્યાનમાં કેમ બેસવું એની પ્રક્રિયા શીખવવાની દીક્ષ્ાા. (૧૩) જ્ઞાન દીક્ષ્ાા – જેને સૃષ્ટિનું ગુપ્તજ્ઞાન કે ગર્ભગાયત્રી કહેવામાં આવે છે તેવી પિંડ-બ્રહ્માંડ, જીવ-જગત અને માયા-બ્રહ્મની ઓળખ કરાવતી દીક્ષ્ાા આપવામાં આવે. (૧૪) યોગ દીક્ષ્ાા – યોગના વિધવિધ પ્રકારો મુજબ- અષ્ટાંગ યોગ (યમ, નિયમ, આસન, પ્રાણાયામ,પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ સુધીનાં પગથિયાં દર્શાવીને), હઠયોગ, સહજયોગ, નાદયોગ, સ્વર યોગ (શિવસ્વરોદય), શબ્દસુરતયોગ જેવી વિવિધ ધારાઓની યોગસાધના મુજબની દીક્ષ્ાાને યોગદીક્ષ્ાા કહેવામાં આવે છે. જેમાં શ્ર્વાસની ગતિ ઉલટાવીને – પલટાવીને સુપ્ત કુંડલિનીને જાગૃત કરવાની હોય. ત્રણ ગુણો(સત્ત્વ, તમ, રજ)ને બાંધીને, પાંચ(પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ એ પાંચે મૂળ તત્ત્વોને) સાધીને, અષ્ટધા પ્રકૃતિની ઓળખ કરીને,શરીરના ષ્ાટ્ ચક્રોનો પરિચય મેળવીને, શબ્દ કે વચનને પકડીને એના મૂળની ખોજ કરીને, ત્રણે નાડીને સમાન કરીને અજપાજાપની અવસ્થાએ પહોંચી જવાની દીક્ષ્ાા યોગી સાધકો આપે. (૧પ) પંચ જ્ઞાનેન્દ્રિય દીક્ષ્ાા -(૧) શબ્દ દીક્ષ્ાા -ગુરુ શિષ્યના કાનમાં શબ્દ દ્વારા દીક્ષ્ાિત કરે. (ર) સ્પર્શ દીક્ષ્ાા- ગુરુ પોતાના શિષ્યને સ્પર્શ દ્વારા દીક્ષ્ાા આપે. (૩) રૂપ દીક્ષ્ાા – ગુરુ પોતાના શિષ્યની સામે નજર માત્ર કરીને દીક્ષ્ાિત કરે.(૪) રસ દીક્ષ્ાા- ગુરુ પોતાના શિષ્યને પ્યાલો- કોઈપણ ચોક્ક્સ પ્રવાહી પીવડાવીને અથવા ખાદ્ય કે પેય પદાર્થ દ્વારા દીક્ષ્ાિત કરે.(પ) ગંધ દીક્ષ્ાા- ગુરુ પોતાના શિષ્યને ફૂલ, અત્તર, પોતાનું વસ્ત્ર કે અન્ય સુગંધી પદાર્થ સુંઘાડીને શિષ્યને દીક્ષ્ાિત કરે. (૧૬) સન્યાસ દીક્ષ્ાા -આચાર્ય પરંપરામાં તેમ જ સંતપરંપરામાં સન્યાસદીક્ષ્ાા વિવિધ રીતે અપાય છે. કાન ફૂંકીને, ચોટલી કાપીને, મુંડન કરાવીને, કેશ લુંચન કરાવીને, તિલક કરીને, ચાદર ઓઢાડીને, સંપ્રદાય મુજબના રંગના કપડાં પહેરાવીને, માળા પહેરાવીને, કુંભમેળા સમયે વિરજાહોમ-યજ્ઞયાગ કરાવીને તીર્થદીક્ષ્ાા, વ્રતદીક્ષ્ાા, નિયમદીક્ષ્ાા તથા મંત્રદીક્ષ્ાા અપાય છે.
આ તમામ દીક્ષ્ાા પાછળનું મૂળ આધ્યાત્મિક કારણ તો આત્મસાક્ષ્ાાત્કાર અને પછી બ્રહ્મસાક્ષ્ાાત્કારનું જ હોય છે. (ભક્તને વિરહથી,જ્ઞાનીને વિચારથી, યોગીને ક્રિયાથી અને કર્મયોગીને સેવાથી વાણી રુંધાઈ જાય, મન ઓગળી જાય અને પ્રાણ સ્થંભિત થઈ જાય એ છે આત્મસાક્ષ્ાાત્કાર.) પરંતુ હાલના સમયે જે તે સંપ્રદાયના પ્રચાર-પ્રસાર-સંચાલન- વ્યવહાર માટે પણ ઉપર્યુક્ત વિવિધ દીક્ષ્ાાઓ બહોળા સમુદાયમાં જાહેર ઉત્સવો કરીને પણ અપાય છે.