આ એક વીંટી તમારા માટે ખોલી નાખશે ભાગ્યના દ્વાર, બસ કરી લો આ કામ…
આપણે આપણી આસપાસમાં ઘણા લોકોને આંગળીમાં કાચબાની વીંટી પહેરેલા જોયા જ હશે અને એવું કહેવાય છે કે આ વીંટી પહેરનારને ક્યારેય ધનની તંગી નથી વર્તાતી અને ચુંબકની જેમ તેમની પાસે ધન ખેંચાઈને આવે છે. આ વીંટી પહેરવા પાછળ એક એવી માન્યતા એવી પણ છે કે આ કાચબાની આકૃતિવાળી વીંટી પહેરનાર પર હંમેશા માતા લક્ષ્મીની કૃપા વરસે છે.
આ અંગે મળી રહેલી માહિતી પ્રમાણે કાચબાની વીંટી એકદમ ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈના લાફિંગ બુદ્ધા કે ત્રણ પગવાળા દેડકાની જેવી જ અસર કરે છે. જોકે, જેમ લાફિંગ બુદ્ધા અને ત્રણ પગવાળા દેડકાને મૂકવાના નિયમ હોય છે એ જ રીતે આ કાચબાની વીંટી ધારણ કરવાના પણ કેટલાક નિયમો છે, જેના વિશે આજે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ.
આ વાતોને રાખો ખાસ ધ્યાનમાં…
સૌથી મહત્ત્વની વાત એ છે કે આ કાચબાની વીંટી ચાંદીમાંથી બનાવવામાં આવેલી હોય છે. બીજી કોઈ પણ ધાતુમાંથી બનાવવામાં આવેલી ચાંદીની વીંટી પહેરવાનું ટાળું.
આ વીંટીને ધારણ કરતાં પહેલાં તેને દૂધ અને પછી ગંગાજળથી શુદ્ધ કરી લો ત્યાર બાદ મા લક્ષ્મીના ચરણોમાં મૂકીને શ્રીસુક્તનો પાઠ કરો અને પછી જ ધારણ કરો.
આ વીંટી ધારણ કરતી વખતે બીજી મહત્ત્વની એ વાત પણ ધ્યાનમાં લો કે કાચબાનું મુખ તમારી બાજુ હોવું જોઈએ તો જ તે ધનને તમારી તરફ આકર્ષિત કરશે.
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે આ વીંટીને જમણા હાથની વચ્ચેની આંગળી અથવા તો સૌથી છેલ્લી આંગળીમાં જ પહેરવાનું રાથો.