ધર્મતેજ
વિદેશોમાં પણ ગુંજતી સાધુ, સંતોની વાણી
આચમન -અનવર વલિયાણી
સાધુ, સંતો, સૂફીઓના સાન્નિધ્યમાં આવવાથી ન કેવળ ધર્મના ઉપદેશોનું જ પરંતુ દુન્યવી જીવનનું પણ અમૂલ્ય જ્ઞાન-બોધ મળી રહેવા પામતું હોય છે. અમેરિકામાં આવા જ એક સંતના મુખેથી સાંભળેલ કેટલીક બોધદાયક વાતોનો સાર વાચકોને પણ બોધ આપનારું બની રહેવા પામશે:
- જે નાટક, વાર્તા, નવલિકા કે કથા- નવલકથા ઈશ્ર્વરનાં સિદ્ધાંતો, નિયમો, લક્ષ્મણરેખાઓ પ્રતિ અસર કરે તેવી રીતે ધ્યાન ખેંચે, એનો અમલ કરવા તરફ પ્રેરે તે સરસ કહેવાય.
- યુરોપ- અમેરિકાના લેખકો ટોલ્સટોય, શેક્સપિયર, ચેખોવ, મન્ટો કે ભારતના ખ્વાજા અહમદ અબ્બાસ વગેરે જેવા લેખકોની વાર્તા કે નાટકોનો અંત ‘ખાધું-પીધુંને રાજ કર્યું’ તેવો આવતો નથી.
જ્યાં જ્યાં નવાં મૂલ્યો પ્રજા પાસે, સમાજ પાસે કબૂલ કરાવ્યાં હોય ત્યાં કરુણાંતિકા જ અસર ઉપસાવી શકે છે. -એ નાટક અસ્પૃશ્યતા વિશે, - સતી થવા અંગે,
- જમીનદારોના જુલમો વિશે,
- આંતરજ્ઞાતિ- આંતરજાતિ લગ્ન વિશે
-સાસુ- વહુના જુલમો, કે - વડીલોનું ધ્યાન ન રાખતા દીકરાઓ વિશે હોય, અથવા
- અંધશ્રદ્ધા વિશે હોય,
-લયલા-મજનૂ જેવાં પ્રેમીઓનું હોય! - એક શહર હો સપનાં કા,
- ગર્મ હવા,
- શોલે
- મધર ઈન્ડિયા,
- મેરા નામ જોકર પણ એવાં પ્રકારમાં જ આવે.
- જેટલી પણ મહામાનવોની હત્યાઓ થઈ છે તે કરુણાંતિકાઓ જ હતી ને!
- જિસસ,
- ગાંધીજી,
- અબ્રાહમ લિંકન,
- ઈમામ હુસૈન
- માર્ટીન લ્યુથર કિંગ,
-સોક્રેટિસ, - ગૅલેલિયો
- બ્રુનો જેવા અનેકની રિબામણી – હત્યા પછી જ (આમાં મધર ટેરેસા જેવી દયાની દેવી પણ અછૂતા રહી શકતાં નથી) સમાજે નવાં મૂલ્યો સ્વીકાર્યાં છે, એ પણ અમુક અંશે જ.
- હજુ પણ
- ગુલામી,
- અસ્પૃશ્યતા,
- ધર્મોના ઝઘડા
- યુદ્ધો
- અંધ શ્રદ્ધા,
- જ્ઞાતિપ્રથા તથા લગ્નોમાં મનભેદ અને મતભેદો છે જ સનાતન સત્ય: -કરુણાંતિકાની રજૂઆતનો એક ઉદ્ેશ પ્રશ્ર્નો પ્રત્યે જાગૃત અને ‘સંવેદનશીલ’ બનાવવાનો પણ હોય છે.
- આંતરિક અગ્નિને ફૂંક મારીને પ્રજવલિત કરવાનો હોય છે.
- આજે પણ જગતમાં કેટલીય મા, પત્ની, વિધવાઓ, વૃદ્ધો, દીકરીઓ ઝેરના ઘૂંટડા પીને પણ જીવી રહ્યાં છે. આ લેખ પણ કરુણાંતિકા જ છે ને!
છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ’,
હા બધા દર્દની દવા જાણે
પ્રેમાળ થઈને કોઇ શિખામણ દઈ શકે જીવનમાં એક એવું પતન હોવું જોઈએ.
એક વાત કહી રહ્યો છું
સાહિત્યના વિષયમાં,
દુ:ખમાં હૃદયને રાખો,
રાખો ન દુ:ખ હૃદયમાં!
પ્રાર્થના
અય માલિક તેરે બંદે હમ,
હો અપને હમારે કરમ….
નેકી પર ચલે, ઔર
બદી સે બચે;
તાકે હસતે હુએ
નીકલે હમ….
અય માલિક તેરે બંદે હમ.