જીવનનું અમૃત -ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
૨. સાંધ્યભાષા એટલે શું?
‘સાંધ્ય’ શબ્દોનો શાબ્દિક અર્થ આમ થાય છે: સાંધ્ય એટલે સાંધ્યાકાળસંબંધી, અર્થાત્ સાંજના સમયવિષયક. સંધ્યાકાળ શું છે? સંધ્યાકાળ સંધિકાલ છે. દિવસ પૂરો થયો છે અને રાત્રિ હવે આવી રહી છે. આ દિવસ અને રાત્રિની વચ્ચેના સંધિકાળને સંધ્યાકાળ કહેવામાં આવે છે. સંધ્યાકાળ તે દિવસ પણ નથી અને રાત્રિ પણ નથી. બંનેની વચ્ચેનો, બંનેને જોડનાર સમય છે.
અહીં ‘સાંધ્ય’ શબ્દ ઘણા વિશિષ્ટ અર્થમાં પ્રયુક્ત થયો છે. અહીં સાંધ્ય કોઈ કાળ નથી,પરંતુ સાંધ્ય ભાષા છે. જેમ સંધ્યાકાળ તે સંધિકાળ છે, બે કાળની વચ્ચનો , તે બંને કાળને જોડનારો કાળ છે, તેમ સાંધ્યભાષા વિશે પણ છે. સાંધ્યભાષા પણ બે ભૂમિ ભૂમિકાને જોડનાર ભૂમિકાની- અવસ્થાની ભાષા છે.
માનવી સામાન્યત: મનોમય ભૂમિકા પર જીવે છે. આપણી પ્રચલીત બધી ભાષાઓ આ મનોમય ભૂમિકાની ભાષાઓ છે. મનોમય ભૂમિકાથી પર મનસાતીત ભૂમિકા પણ છે. આ બંને ભૂમિકાઓ અર્થાત્ મનોમય ભૂમિકા અને મનસાતીત ભૂમિકાને જોડનાર વચ્ચેની ભૂમિકા તે સાંધ્યભૂમિકા છે. આ સાંધ્યભૂમિકાની ભાષાને સાંધ્યભાષા કહે છે.
આધ્યાત્મિક અનુભૂતિઓ મનસાતીત ભૂમિકાની અનુભૂતિઓ છે. આ મનસાતીત ભૂમિકાની અનુ ભૂતિઓ સાંધ્ય અર્થાત્ વચ્ચેની, બંનેને જોડનારી ભૂમિકા દ્વારા અભિવ્યક્ત થાય છે. આ શબ્દાતીત અનુભૂતિઓને અભિવ્યક્ત કરવા માટે આ સાંધ્યભૂમિકાની એક વિશિષ્ટ ભાષાનો વિનિયોગ થાય છે. આ સાંધ્યભૂમિકાની આ વિશિષ્ટ ભાષાને સાંધ્યભાષા કહેવામાં આવે છે.
આ સાંધ્યભૂમિકાને અને સાંધ્યભાષાને બીજી એક રીતે પણ સમજાવી શકાય છે.
આપણા શરીરમાં અનેક નાડીઓ છે. પ્રાણના પ્રવાહો આ નાડીઓના માધ્યમ દ્વારા વહે છે -नाड्य: प्राणवाहिन्य:। નાડીઓ પ્રાણવાહિની છે. આ સર્વ નાડીઓમાં ત્રણ નાડીઓ પ્રધાન છે: ઇડા, પિંગલા અને સુષુમ્ણા. ઇડાને ચંદ્રનાડી કહે છે અને પિંગલાને સૂર્યનાડી કહે છે. ઈડા સુષુમ્ણાની ડાબી બાજુ અને પિંગલા સુષુમ્ણાની જમણી બાજુ અવસ્થિત છે. સામાન્ય અવસ્થામાં પ્રાણ પ્રધાનત: ઇડા અથવા પિંગલામાં વહેતો હોય છે. સુષુમ્ણા બંનેની મધ્યમાં છે, અર્થાત્ સાંધ્ય અવસ્થામાં છે. જ્યારે યૌગિક સાધના દ્વારા કે કોઈ અન્ય સાધના દ્વારા સાધકનો પ્રાણ સુષુમ્ણામાર્ગે ઊર્ધ્વારોહણ કરે છે તે અવસ્થાને સાંધ્ય- અવસ્થા કહેવામાં આવે છે.
મહાપ્રાણ અર્થાત્ કુંડલીનીશક્તિ જાગ્રત થઈને સુષુમ્ણામાર્ગે ઉપર ચડે છે ત્યારે સાધકના જીવનમાં અને તેની ચેતનામાં અભૂતપૂર્વ અનુભૂતિઓ પ્રગટ થાય છે. આ અનુભૂતિઓને આપણી પ્રચલિત સામાન્ય ભાષામાં અભિવ્યક્ત કરી શકાય તેમ નથી. આ અનુભૂતિઓને વ્યક્ત કરવા માટે એક વિશિષ્ટ ભાષાની રચના થઈ છે અને તેનો વિનિયોગ થાય છે. આ અનુભૂતિઓને અભિવ્યક્ત કરનારી વિશિષ્ટ ભાષાને સાંધ્યભાષા કહેવામાં આવે છે.
આ સાંધ્યભાષામાં સ્વરૂપને એક ત્રીજી રીતે પણ સમજાવી શકાય તેમ છે.
દિવસનો અધિપતિ સૂર્ય છે અને રાત્રિનો અધિપતિ ચંદ્ર છે. બંનેને જોડનાર કાળ તે સંધ્યાકાળ છે. માનવશરીરમાં પણ સૂર્ય અને ચંદ્ર છે. નાભિમાં સૂર્ય અને મસ્તકમાં ચંદ્ર છે. આ બંનેના મિલનની અવસ્થા તે સંધ્યકાળ છે. આ અવસ્થામાં વિશિષ્ટ અનુભૂતિઓ પ્રગટ થાય છે. આ વિસિષ્ટ અનુભૂતિઓને પ્રચલિત સામાન્ય ભાષા દ્વારા અભિવ્યક્ત કરી શકાય તેમ નથી. આ વિશિષ્ટ અનુભૂતિઓને અભિવ્યક્ત કરનાર વિશિષ્ટ ભાષાને ‘સાંધ્યભાષા’ કહેવામાં આવે છે.
આ સાંધ્યભાષાના સ્વરૂપને એક ચોથી રીતે પણ સમજાવવામાં આવે છે.
સંધ્યાકાળ એક એવો કાળ છે, જે વખતે સંપૂર્ણ અજવાળું પણ નથી અને સંપૂર્ણ અંધકાર પણ નથી. આનો અર્થ એમ કે સંધ્યાકાળમાં દર્શન સાવ સ્પષ્ટ પણ નથી અને સર્વથા અસ્પષ્ટ પણ નથી.
કોઈ રહસ્યને એવી રીતે અભિવ્યક્ત કરવામાં આવે કે તે સૌને માટે સર્વથા સ્પષ્ટ પણ ન હોય અને અધિકારી જનો માટે સર્વથા અસ્પષ્ટ પણ ન હોય. આ પ્રકારની સ્પષ્ટ છતાં અસ્પષ્ટ કે અસ્પષ્ટ છતાં સ્પષ્ટ અભિવ્યક્તિ સંધ્યાકાળના દર્શન જેવી બને છે. તદ્નુસાર આવી રહસ્યપૂર્ણ સત્યની રહસ્યપૂર્ણ અભિવ્યક્ત માટે ‘સાંધ્યભાષા’ એવો શબ્દપ્રયોગ પ્રયોજિત થયો છે.
સંધ્યાકાળના ઝાંખા પ્રકાશમાં કોઈ પણ પદાર્થનાં દર્શન કરવા માટે દર્શકે વિશેષ પ્રયત્ન કરવો પડે છે અને આંખો ઝીણી કરીને દર્શન કરવું પડે છે. તે જ રીતે સાંધ્યભાષાના પ્રયોગમાંથી અભિવ્યક્ત થતાં રહસ્યપૂર્ણ સત્યને પામવા માટે ભાવકે સૂક્ષ્મ દૃષ્ટિને કામે લગાડવી પડે છે. તો જ દર્શન સ્પષ્ટ થાય છે.
વળી સંધ્યાકાળનું દર્શન સર્વજનસુલભ નથી. જેમની દૃષ્ટિ સ્પષ્ટ હોય અને આંખો સ્વસ્થ હોય તેઓ જ આ સંધ્યાકાળના દર્શનને પામી શકે છે. સાંધ્યભાષાના પ્રયોગને પામવાની પ્રક્રિયા પણ આવી જ છે, સાંધ્યભાષાની રહસ્યને પામવાનું કાર્ય સર્વજનસુલભ નથી. અધિકારી જનો જ અર્થાત્ સાંધ્યભાષાને જાણકાર જનો જ આ રહસ્યને પામી શકે છે.
૩. સાંધ્યભાષા શા માટે?
સાંધ્યભાષાની રચનાનાં પ્રધાન કારણો ત્રણ છે:
(૧) સાધકના જીવનમાં સિદ્ધિ પ્રગટે, અર્થાત્ પરમની અનુભૂતિ પ્રગટે ત્યારે પ્રારંભમાં તો તે મૌનમય થઈ જાય છે. તેણે કશું કરવાનું કે કહેવાનું નથી, પરંતુ આ મૌનવસ્થા કાયમ રહેતી નથી. ત્યારપછી આ અનુભૂતિસંપન્ન પુરુષની ચેતનામાં આવો ભાવ પ્રગટ થાય છે: જે અમને મળ્યું તે સૌને મળો! આવી પ્રેરણાથી પ્રેરાઈને અનુભૂતિસંપન્ન પોતાની અનુભૂતિને અભિવ્યક્ત કરવા તત્પર થાય છે, પરંતુ અહીં સમસ્યા ઉપસ્થિત થાય છે: આ અનુભૂતિઓને અભિવ્યક્ત કરવી કેવી રીતે?
અલૌકિકનું કથન કરવા માટે ભાષા તો લૌકિક જ વાપરવી પડે છે. લૌકિક ભાષાના માધ્યમથી અલૌકિકનું કથન થાય કેવી રીતે? જે શબ્દાતીત છે તેને વ્યક્ત કરવા માટે શબ્દોનો જ પ્રયોગ કરવો પડે છે. જે શબ્દાતીત છે તેને શબ્દોના માધ્યમથી અભિવ્યક્ત કરવું કેવી રીતે? જે અવર્ણનીય છે તેનું ભાષા દ્વારા વર્ણન કરવામાં આવે છે. આ અવર્ણનીય ભાષા દ્વારા વર્ણન કરવું કેવી રીતે?
જે મનસાતીત છે તેનું કથન કરવામાં જ્ઞાની પુરુષ પણ મૂંઝવણ થાય છે. આ શબ્દાતીતને શબ્દ દ્વારા વ્યક્ત કરવાની મૂંઝવણ છે, પ્રત્યેક યુગના પ્રત્યેક જ્ઞાની પુરુષે આ અભિવ્યક્તિની મૂંઝવણ અનુભવી જ છે.
કહેવું છે તે કહેવા જેવું છે, પરંતુ કહી શકાય તેમ નથી. આ એક વિટંબણા છે.
આ અલૌકિકની અનુભૂતિને લૌકિક શબ્દાવલી દ્વારા અભિવ્યક્ત કરવી કેવી રીતે? આ એક સમસ્યા છે. પ્રત્યેક અધ્યાત્મપરંપરાના સિદ્ધ પુરુષો સમક્ષ આ સમસ્યા આવી જ છે.
જ્ઞાની પુરુષોએ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. આ ઉકેલ છે સાંધ્યભાષા!
સાંધ્યભાષાના માધ્યમ દ્વારા અલૌકિકની અનુભૂતિને લૌકિક શબ્દાવલીનો પ્રયોગ કરીને અભિવ્યક્ત કરી શકાય છે. અધ્યાત્મજગતનાં અગમ્ય અને અકથ્ય સત્યોનું કથન આ સાંધ્યભાષાના માધ્યમ દ્વારા થઈ શકે છે.
(૨) સિદ્ધ ગુરુ શિષ્યને અધ્યાત્મસાધનનું માર્ગદર્શન આપે છે, અધ્યાત્મનાં રહસ્યપૂર્ણ તત્ત્વોનું શિક્ષણ આપે છે. અધ્યાત્મનાં આ રહસ્યપૂર્ણ તત્ત્વો સામાન્ય પ્રચલિત ભાષામાં વ્યક્ત કરી શકાય તેમ નથી, તો ગુરુ- શિષ્ય વચ્ચે અધ્યાત્મનો વિનિમય થાય કેવી રીતે? ગુરુ કેવી રીતે શિષ્યને અધ્યાત્મનું શિક્ષણ આપે? પ્રચલિત લૌકિક ભાષા તો તે માટેનું પર્યાપ્ત માધ્યમ બની શકે તેમ નથી, તો શું કરવું?
સમર્થ સદ્ગુરુઓએ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે: સાંધ્યભાષા !
સાંધ્યભાષાના માધ્યમથી ગુરુ-શિષ્ય વચ્ચે વિનિમયનો સેતુ બની શકે છે અને તદ્નુસાર ગુરુ શિષ્યને સાંધ્યભાષાના સમર્થ માધ્યમ દ્વારા અધિકારી શિષ્યને અધ્યાત્મસાધન માટે આવશ્યક સર્વ તત્ત્વોનું શિક્ષણ આપે છે.
(૩) અધ્યાત્મજગતનાં કેટલાંક ગહન સત્યો સૌની સમક્ષ પ્રગટ ન કરી શકાય, પરંતુ અધિકારી જન સમક્ષ જ પ્રગટ કરી શકાય તેમ હોય છે.
પરંતુ પ્રશ્ર્ન એ છે કે આમ કરવું કેવી રીતે?
સાંધ્યભાષાના પ્રયોગ દ્વારા આ હેતુ સિદ્ધ કરી શકાય છે. સાંધ્યભાષામાં વિશિષ્ટ પ્રયોગોના અર્થને તાળાં મારેલાં હોય છે. જેમની પાસે આ તાળાં ખોલવાની ચાવીઓ હોય છે, તેઓ જ આ તાળાં ખોલીને રહસ્યાર્થને પામી શકે છે. બાકીના લોકો બહિરંગ અર્થને જાણીને તેનાથીં સંતુષ્ટ રહેશે અને તેનાથી પણ લાભાન્વિત થશે.
‘ઈંક્ષ ટયમફત ફક્ષ જ્ઞીિૂંફમિ ભજ્ઞળળજ્ઞક્ષ ાહફભય જ્ઞબષયભિં જ્ઞિ ૂજ્ઞમિ યળાહજ્ઞુત રજ્ઞિ ભહજ્ઞવિંશક્ષલ વિંય શક્ષક્ષયિ તશલક્ષશરશભફક્ષભય, ાયિતતયત શક્ષજ્ઞિં તયદિશભય ાજ્ઞાીહફિ ફક્ષયભમજ્ઞયિંત રજ્ઞિ તુળબજ્ઞહશતશક્ષલ ાજ્ઞિરજ્ઞીક્ષમ િિીંવિંત. ઝવય શક્ષયિંક્ષશિંજ્ઞક્ષ શત વિંફિં વિંજ્ઞતય ૂવજ્ઞ વફદય વિંય દશતશજ્ઞક્ષ ૂશહહ તયય વિંજ્ઞિીલવ; વિંય જ્ઞવિંયતિ ૂવજ્ઞ ફયિ ક્ષજ્ઞિં ુયિં રશિં જ્ઞિં યક્ષયિિં વિંય ાયિભશક્ષભતિં જ્ઞર સક્ષજ્ઞૂહયમલય ૂશહહ યિળફશક્ષ વફાાુ ફિં વિંય ાયશિાવયિુ.
-ઝવય ઝયક્ષ ૠયિફિં ઈજ્ઞતળશભ ઙજ્ઞૂયતિ: ા.૧૦૭
“વેદમાં બાહ્ય જગતના સામાન્ય પદાર્થો અને શબ્દો એવી રીતે પ્રયોજાયા છે કે તેઓ આંતરિક અર્થના આવરણનું કામ કરે છે. વેદમાં પ્રચલિત નાની કથાઓ ગહન સત્યોને પ્રગટ કરનાર માધ્યમ તરીકે પ્રયોજાયેલ છે.
આમ કરવાનો એક વિશિષ્ટ હેતુ છે.જેમની પાસે ગહન દૃષ્ટિ છે, તેઓ આરપાર જોઈ શકશે, પરંતુ જેઓ તેમ કરવા માટે યોગ્ય નથી, તેઓ બહિરંગ અર્થોથી સંતુષ્ટ રહેશે.
આમ, આના પરથી સૂચિત થાય છે કે અધ્યાત્મજગતમાં ગુપ્ત તત્ત્વો સર્વ જનોથી ગુપ્ત રાખવાના અને અધિકારી જનો સમક્ષ જ પ્રગટ કરવાના હેતુથી પણ સાંધ્યભાષાનો વિનિયોગ થાય છે.
૪. સાંધ્યભાષાનું સ્વરૂપ:
સાંધ્યભાષામાં નીચેનાં માધ્યમોનો વિનિયોગ થાય છે:
(૧) શબ્દ:
સાંધ્યભાષાનાં માધ્યમોમાં સૌથી પ્રધાન માધ્યમ ‘શબ્દ’ છે. સાંધ્યભાષામાં પણ શબ્દો તો તે જ વપરાય છે, જે લૌકિક ભાષામાં વપરાય છે, પરંતુ શબ્દોના વિનિયોગની પદ્ધતિ અને તેમના સાંકેતિક અર્થો ઘણા ભિન્ન હોય છે.
દા.ત અશ્ર્વ. અશ્ર્વનો લૌકિક અર્થ ઘોડો થાય છે, પરંતુ વેદમાં ‘અશ્ર્વ’ શબ્દ પ્રાણશક્તિના અર્થમાં વપરાયેલ છે અને સમગ્ર અશ્ર્વમેધયજ્ઞ ગહન સાંકેતિક ક્રિયા છે.
(૨) ક્રિયા:
યજ્ઞ, પૂજા આદિ ક્રિયાઓનાં અનેક અને અનેકવિધ સ્વરૂપો છે. તેમના ઘણા ગહન અર્થો પણ છે જ આ રીતે ક્રિયાનો પણ સાંધ્યભાષાના માધ્યમ તરીકે વિનિયોગ થાય છે.
શિવજીને બિલ્વપત્રો અર્પણ કરવાં, ભગવાન વિષ્ણુને તુલસીપત્ર અર્પણ કરવાં અને જગદંબાને લાલ જાસૂદનાં પુષ્પો અર્પણ કરવાં – આ બધી ક્રિયાઓની પાછળ ગહન સાંકેતિક અર્થો છે અને તદનુસાર આવી ક્રિયાઓ પણ સાંધ્યભાષાનું માધ્યમ છે.
(૩) મુદ્રા: મુદ્રા એટલે હાથ, હાથનાં આંગળાં કે સમગ્ર શરીરની વિશિષ્ટ અવસ્થા. આવી વિશિષ્ટ અવસ્થાઓ દ્વારા પણ કોઈક રહસ્ય સૂચિત થાય છે. દા.ત. બે હાથ જોડીને પ્રણામમુદ્રા ધારણ કરવામાં આવે છે. આ મુદ્રા દ્વારા સમપર્ણની ઘટના સૂચિત થાય છે.
તાંત્રિક સાધનામાં મુદ્રાનો વિશેષ પ્રયોગ થાય છે.
યોનિમુદ્રા, સંક્ષોભિણી મુદ્રા, સર્વવિદ્રાવિણી મુદ્રા, બાણમુદ્રા, અંકુશમુદ્રા આદિ અનેક મુદ્રાઓ છે.
આ મુદ્રાઓ પણ સાંધ્યભાષાનું માધ્યમ બની શકે છે.
(૪) મંત્ર અને બીજમંત્ર :
મંત્ર એક રહસ્યપૂર્ણ માધ્યમ છે. મંત્રના માધ્યમ દ્વારા કોઈને કોઈ રહસ્યપૂર્ણ તત્ત્વ અભિવ્યક્ત થાય છે. ઓમ્કાર, ગાયત્રીમંત્ર આદિ મંત્રોમાં ગહન રહસ્યો ભરેલાં છે અને તદનુસાર મંત્ર પણ સાંધ્યભાષાનું માધ્યમ બની શકે છે. ઊૂ, ્રુબિ,ંસ્િં આદિ અનેક બીજમંત્રો કોઈ ગહન દૈવતનું પ્રતીક છે અને તદનુસાર આ બીજમંત્રો પણ સાંધ્યભાષાનું માધ્યમ છે.
(૫) યંત્ર :
યંત્ર એક વિશિષ્ટ પ્રકારની આકૃતિ છે. આ આકૃતિ દ્વારા જીવન, જગત અને અધ્યાત્મનાં ગહન સત્યો અભિવ્યક્ત થાય છે. યંત્ર અભિવ્યક્તિનું એક રહસ્યપૂર્ણ માધ્યમ છે. હનુમંતયંત્ર, કાલીયંત્ર આદિ અનેક યંત્રો ઉપલબ્ધ છે. આ યંત્રો પણ સાંધ્યભાષાનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે.
યંત્રની રચના ઘણી રહસ્યપૂર્ણ હોય છે અને યંત્રના માધ્યમથી ઘણાં ગહન સત્યો અભિવ્યક્ત થાય છે. આ પણ સાંધ્યભાષા છે.
(૬) મંડલ :
રંગ અને રેખાઓ દ્વારા એક વિશિષ્ટ પ્રકારની આકૃતિ બનાવવામાં આવે છે આ મંડલ છે.
મંડલની રચના એવી રીતે કરવામાં આવે છે કે મંડલની રેખાઓ અને રંગ દ્વારા કોઈક રહસ્યપૂર્ણ તત્ત્વો વ્યક્ત થાય છે.
સર્વતોભદ્રમંડલ આદિ અનેક મંડલો પ્રચલિત છે.
મંડલના માધ્યમથી ગહન તત્ત્વો અભિવ્યક્ત થાય છે. તદનુસાર મંડલ પણ સાંધ્યભાષાનું એક માધ્યમ છે.
(૭) અંગવિન્યાસ અને ચક્ષુવિન્યાસ :
અંગભંગ દ્વારા અને ચક્ષુ દ્વારા પણ ઘણાં ગહન તત્ત્વો વ્યક્ત થઈ શકે છે. વ્યક્તિ ક્રોધમાં છે કે પ્રેમમાં છે તે વાણીના વિનિમય વિના માત્ર ચક્ષુની ભાષા દ્વારા અને અંગભંગિની ભાષા દ્વારા પણ સમજી શકાય છે. અંગવિન્યાસ અને ચક્ષુવિન્યાસ દ્વારા પણ ગહન સત્યો વ્યક્ત થઈ શકે છે. તદનુસાર અંગવિન્યાસ અને ચક્ષુવિન્યાસ પણ સાંધ્યભાષાનું માધ્યમ બની શકે છે.
(૮) મૂર્તિ:
મૂર્તિ દ્વારા પણ ગહન રહસ્યો વ્યક્ત થઈ શકે છે. અર્ધનારીનટેશ્ર્વરની મૂર્તિ દ્વારા શિવ-શક્તિનું અભિન્ન સ્વરૂપ અભિવ્યક્ત થાય છે. ઇજિપ્તમાં પ્રાચીન કાળમાં બનેલી અને વર્તમાનકાળમાં પણ ઉપલબ્ધ સ્ફિંક્સની મૂર્તિ આવી જ એક રહસ્યપૂર્ણ મૂર્તિ છે.
મૂર્તિના માધ્યમ દ્વારા પણ કોઈક રહસ્યપૂર્ણ સત્ય અભિવ્યક્ત થાય છે. મૂર્તિ પણ અભિવ્યક્તનું માધ્યમ બની શકે છે. તદનુસાર મૂર્તિ પણ સાંધ્યભાષાનું એક માધ્યમ બની શકે છે.
આ બધું છતાં શબ્દ અર્થાત્ ભાષા જ સાંધ્યભાષાનું સૌથી મહત્ત્વપૂર્ણ અને વધુ ઉપયુક્ત માધ્યમ છે જ !
આ સર્વ માધ્યમો સાંધ્યભાષાનાં માધ્યમો બની શકે તે માટે પ્રધાન આવશ્યક્તા આ છે- લૌકિક માધ્યમ દ્વારા અલૌકિક તત્ત્વની અભિવ્યક્તિ! આ છે સાંધ્યભાષાનું પ્રધાન તત્ત્વ!
૫. સાંધ્યભાષાના પ્રયોગ :
વેદ, ઉપનિષદ, ‘ગીતા’, પુરાણો, નાથસંપ્રદાયનું સાહિત્ય, વજ્રયાની સાહિત્ય, સહજ્યાની સાહિત્ય, તંત્રશાસ્ત્ર આદિ અનેક પરંપરાના ગ્રંથો સાંધ્યભાષાના પ્રયોગોથી ભરપૂર છે.
સંસ્કૃત, પાલિ, તિબેટિયન, પ્રાચીન બંગાળી, પ્રાચીન તમિલ, પ્રાચીન હિન્દી આદિ ભાષાઓનો સાંધ્યભાષા તરીકે ઉપયોગ થયો છે.
અહીં આપણે સાંધ્યભાષાના થોડા નમૂનારૂપ પ્રયોગો જોઈએ.
(૧) વેદ :
વેદ તો આવા સાંધ્યભાષાના પ્રયોગોથી ભરપૂર છે. આપણે એક પ્રયોગ જોઈએ :
‘અથર્વવેદ’ના ૧૧મા કાંડમાં ૭મું સૂક્ત છે. આ સૂક્તમાં ૨૭ મંત્રો છે. આ ૨૭ મંત્રના સૂક્તમાં ૩૨ વખત ‘ઈરુખ્રગશ્રચ’ શબ્દોનો પ્રયોગ થયો છે. આ ‘ઈરુખ્રગશ્રચ’ને જ સમગ્ર અસ્તિત્વનું કેન્દ્ર બતાવેલ છે. આપણે નમૂનારૂપ એક મંત્ર જોઈએ:
ડજ્ઞમળ: રુક્ષટફળજ્ઞ પણૂશ્ર્રૂળ ઉંધ્ઢમળૃન્નલફલહ્ય ્રૂજ્ઞ
ઈરુખ્રગશ્રચળગ્ઘરુસફજ્ઞ લર્મી રુડરુમ ડજ્ઞમળ રુડરુમરુહટ:॥
-અઠમૃમજ્ઞડ : ૧૧-૨૭
“દેવગણ, પિતૃગણ, મનુષ્યો, ગંધર્વો, અપ્સરાઓ- આ સર્વ ઉચ્છિષ્ટમાંથી જન્મ્યાં છે. દિવ્ય લોકમાં રહેનારા દેવો પણ દિવ્ય લોકમાં ઉચ્છિષ્ટના આશ્રયથી રહે છે.
આ એક મંત્ર દ્વારા સૂચિત થાય છે કે આ સમગ્ર સૂક્તમાં ઉચ્છિષ્ટને સમગ્ર અસ્તિત્ત્વનું કેન્દ્ર બતાવેલ છે. જે કાંઈ આ અસ્તિત્વમાં છે તે સર્વ ઉચ્છિષ્ટમાંથી પ્રગટ થાય છે અને ઉચ્છિષ્ટને આધારે રહે છે.
શું છે આ ‘ઉચ્છિષ્ટ’?
‘ઉચ્છિષ્ટ’ શબ્દનો પ્રચલિત અર્થ છે – એઠું, અર્થાત્ બાકી વધેલું. ભોજન કર્યા પછી થાળીમાં જે એઠું અન્ન વધે તેને આપણે ‘ઉચ્છિષ્ટ’ કહીએ છીએ, પરંતુ અહીં તો આ મંત્રમાં ઉચ્છિષ્ટને સમગ્ર અસ્તિત્વનું કેન્દ્ર ગણેલ છે. પ્રથમ દૃષ્ટિએ જણાતી આ વિસંગતિની સંગતિ કેવી રીતે બેસાડવી?
હવે આપણે જોઈએ કે ‘અથર્વવેદ’ના આ સૂક્તમાં પ્રયુક્ત આ ‘ઉચ્છિષ્ટ’ શબ્દનો વસ્તુત: શો અર્થ છે?
ઈરુખ્રગશ્રચ= ઈટ+રુયર+્રુટ. ઈટ ઉપસર્ગપૂર્વક રુયર ધાતુનું કર્મણિ ભૂતકૃદંત બને છે. આમ, ઉચ્છિષ્ટ એટલે અવશિષ્ટ, બાકી રહેલું.
અહીં ‘ઉચ્છિષ્ટ’ શબ્દનો અર્થ પરબ્રહ્મ થાય છે. કેવી રીતે?
સૃષ્ટિના પ્રારંભે સમગ્ર સૃષ્ટિ પરબ્રહ્મ પરમાત્મામાંથી પ્રગટ થાય છે. પરબ્રહ્મ પરમાત્માના એક અતિ અલ્પ અંશમાંથી આ સમગ્ર સૃષ્ટિ પ્રગટ થાય છે. પ્રગટ થયેલા અંશને ‘વિરાટ બ્રહ્મ’ અને અપ્રગટ, અવશિષ્ટ અંશને ‘પરબ્રહ્મ’ કહેવામાં આવે છે. આ અવશિષ્ટ અર્થાત્ પરબ્રહ્મ માટે આ સૂક્તમાં‘ ઈરુખ્રગશ્રચ’ શબ્દનો