રામ અને રામકથાના તાર દુનિયાના ખૂણેખૂણે જોડાયેલા છે
વિશેષ -કવિતા યાજ્ઞિક
ઉત્તર પ્રદેશના સાંસ્કૃતિક વિભાગના અયોધ્યા શોધ સંસ્થાને રામાયણ વિશ્વમહાકોષના એક ખંડમાં ઈરાકમાંથી મળી આવેલી પ્રાચીન મૂર્તિઓના ચિત્રો પ્રકાશિત કર્યા છે. સંસ્થાનનો દાવો છે કે દરબંદ-એ-બેલુલા પર્વતમાળામાં મળી આવેલ મૂર્તિઓ અને ભીંતચિત્રો ભગવાન રામના છે.
ઇરાકના સેલુમાનીયા વિસ્તારમાં આવેલી બૈનુલા બાયપાસ પાસે ખોદકામ દરમિયાન ભગવાન રામ અને હનુમાનની દુર્લભ પ્રતિમાઓ પ્રાપ્ત થઇ છે. ભારત સરકાર દ્વારા આ બાબત માંગવામાં આવેલી જાણકારીમાં ઇરાકની સરકારે તેની પુષ્ટિ કરી હોવાનું કહેવાય છે. આટલુંજ નહીં, પરંતુ ઇરાકના પુરાતત્વ વિભાગના
દાવા પ્રમાણે આ મૂર્તિઓ લગભગ
ચાર હાજર વર્ષ પુરાણી હોવાની
શક્યતા છે.
અમેરિકામાં પણ રામાયણ
તાર જોડાયેલા છે.
રામાયણના એક પ્રસંગ મુજબ રાવણના ભાઈ અહિરાવણે રામ-લક્ષ્મણનું અપહરણ કર્યું અને પાતાળ લોકમાં લઇ જઈને દેવીને તેમનો બળી ચઢાવવાનો કારસો રચ્યો હતો. પરંતુ શ્રી હનુમાન ત્યાં પહોંચી ગયા અને અહિરાવણનો વધ કર્યો. ભગવાન રામે પાતાળ લોકનું સામ્રાજ્ય હનુમાનના પુત્ર મકરધ્વજને સોંપ્યું એવી કથા છે. એવું કહેવાય છે કે રામાયણમાં વર્ણિત આ પાતાળ લોક આજના માધ્ય અમેરિકાના હોંડુરાસના જંગલોમાં આવેલું છે.
લખનૌની સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સાયન્સિસના પ્રોફેસર ભરત રાજ સિંહે તેના વિશે ૨૦૧૫-૧૬માં જાણકારી પ્રસિદ્ધ કરી હતી. બાદમાં અમેરિકાના કેટલાક નિષ્ણાતોએ માન્યું કે અમેરિકાના હોંડુરાસના જંગલમાં એક પ્રદેશ છે
જ્યાં આદિવાસીઓ ’મંકી ગોડ’ની પૂજા કરે છે.
અમેરિકાના શોધકર્તા થિયોડોર મોર્ડેએ ૧૯૪૦માં આ જ વાત કહી હોવાનું કહેવાય છે. તેમણેએક અમેરિકી સમાચાર પત્રમાં આ દાવો કર્યો હતો કે અહીં લોકો ’મંકી ગોડ’ની પૂજા કરે છે. પ્રો. ભરત રાજ સિંહે બંગાળી રામાયણમાં એ નોંધ્યું કે અહિરાવણ જ્યારે રામ-લક્ષણનું અપહરણ કરીને પાતાળ લોક જઇ રહ્યો હતો ત્યારે એક સુરંગ દ્વારા ૭૦ હજાર યોજન પર કરીને પાતાળ લોક પહોંચ્યો હતો. જે સુરંગ દ્વારા તે પાતાળ લોક પહોંચ્યો હતો તે મધ્ય પ્રદેશમાં છે. ૭૦ હજાર યોજન (એક યોજન બરાબર ૮ માઈલ અથવા ૧૨.૮ કિમિ.) તેમણે મધ્ય પ્રદેશના એ જ પ્રદેશથી માપી તો આ ૭૦ હજાર યોજન હોંડુરાસના મસ્કીટિયા સુધી પહોંચતું હતું.
મધ્યપ્રદેશનું પાતાળ લોક ક્યાં આવેલું છે તે પણ જાણવું રસપ્રદ છે. મધ્યપ્રદેશના છિંદવાડામાં એક જગ્યા છે જેને પાતાળ લોક કહેવામાં આવે છે. અનોખી વાત એ છે કે અહીં મનુષ્ય રહે છે અને જીવન જીવે છે. છિંદવાડાના તામિયા વિસ્તારની ગીચ લીલી ટેકરીઓમાં ભરિયા જાતિના ૨૦૦૦ થી વધુ લોકો ૧૨ ગામોમાં રહે છે. અહીં દરેક ગામ ૩-૪ કિમીના અંતરે આવેલું છે. આ જગ્યાને ઔષધિઓનો ખજાનો માનવામાં આવે છે. એટલું જ નહીં અહીં ત્રણ ગામ એવા છે જ્યાં સૂર્યના કિરણો પણ નથી પહોંચી શકતા. આવી સ્થિતિમાં, આકરા સૂર્યપ્રકાશ વચ્ચે પણ અહીંનો નજારો સાંજ જેવો લાગે છે. કારણ કે આ ગામ જમીનની સપાટીથી અંદાજે ૩૦૦૦ ફૂટ નીચે આવેલું છે.
અહીં રહેતા લોકો બહારની દુનિયાથી કપાયેલા રહે છે. ભરિયા જનજાતિના લોકો માને છે કે રામાયણની સીતા પાતાલકોટમાં જ ધરતીમાં અદ્રશ્ય થઈ ગઈ હતી. જેના કારણે અહીં ઊંડી ગુફા બની હતી.
બીજી દંતકથા એવી છે કે રામાયણના હનુમાન ભગવાન રામ અને
લક્ષ્મણને રાવણની ચુંગાલમાંથી બચાવવા માટે આ વિસ્તારમાંથી પાતાળમાં પ્રવેશ્યા હતા.
પાતાલકોટમાં રહેતી આદિવાસી જનજાતિ મેઘનાથને માન આપે છે. અહીં માર્ચ અને એપ્રિલ મહિનામાં ચેત્ર પૂર્ણિમાના દિવસે મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે. આદિવાસી લોકો તેમના જીવનમાં એકવાર દેવઘરમાં પૂજા કરે છે. ભગવાન શિવ, અગ્નિ અને સૂર્યની ખાસ
કરીને આદિવાસીઓ દ્વારા પૂજા કરવામાં આવે છે.