યોગનું છઠ્ઠુ અંગ: ધારણા કાળા માથાનો માનવી ધારે તે કરી શકે
યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા
શાળાની પરીક્ષામાં ભાષાનું પેપર હોય તો ક્યારેક એવો નિબંધ લખવાનું કહેવામાં આવતું હોય છે, ‘ધારો કે હું વડા પ્રધાન હોઉ તો…’ વિદ્યાર્થીઓ તો પોતે પોતાના વિચારો લખી પરીક્ષાખંડમાંથી બહાર નીકળી જાય છે, પરંતુ કેટલાક વીરલા એવા પણ હોય કે જે સાચે જ વડા પ્રધાન બનતા હોય છે, જે રીતે બાહ્ય જગતમાં તમે જે ધારો છો એ બનવા તરફ ધ્યાન કેન્દ્ગિત કરી મહેનત કરો તો એ પદ મેળવી શકો છો. એ જ રીતે પ્રત્યાહાર દ્વારા આતંરજગત તરફ પાછા વળીને પરમાત્માપણું પામવા ધારણ અને ધ્યાન જરૂરી બને છે. બાહ્યજગતમાં જે છે એ જ બાબતો આંતરજગતમાં પણ રહેલી છે એટલે કે ‘બ્રહ્માંડે એ જ પિંડે’ની વાત શાસ્ત્રોમાં લખેલી છે અને હવે તેનો આધુનિક વિજ્ઞાન પણ સ્વીકાર કરે છે. આ બન્ને જગતોની સરખામણી ને તફાવત કોઠામાં આપેલા છે.
પ્રત્યાહારથી પાછો વળેલો સાધક ધારણામાં પોતાનું મન સ્થિર કરે તો ઘણી સિદ્ધિઓ મેળવી શકે છે. વડા પ્રધાનપદ એ અંતિમ લક્ષ્ય છે, પરંતુ પહેલાં એ વ્યક્તિ અનેક નાનાં-મોટાં પદ અને સત્તા ભોગવી ચૂકી હોય છે. એ જ રીતે પરમાત્માપણું એ અંતિમ ધ્યેય છે; પરંતુ એ પહેલાં ધારણા દ્વારા ઘણી નાની-મોટી સિદ્ધિઓ યોગીપુરુષને પ્રાપ્ત થતી હોય છે. ધારણા દ્વારા તમે એક જ જગ્યાએ બેસીને બ્રહ્માંડના કોઇ પણ સ્થળને કે કાળને ધારણ કરી શકો છો.
પોતાના સ્થાનમાં બેઠાબેઠા જ પૃથ્વી પરની સર્વ
બાહ્યજગત અને આંતરજગતની સરખામણી
બાહ્યજગત આંતરજગત
- બ્રાહ્યજગતરૂપી બ્રહ્માંડ પાંચ તત્ત્વ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ આકાશનું બનેલું છે.
- આંતરજગત તરફ જવાના સાધનરૂપ શરીર પણ આ જ પાંચ તત્ત્વનું બનેલું છે.
- બ્રાહ્યજગતમાં પદ કે પ્રતિષ્ઠા મેળવવાના પ્રયત્નોમાં હરીફો કે દુશ્મનો અવરોધ સર્જે છે.
- આંતરજગતમાં પરમપદ પામવામાં ષડરિપુ- કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, અહંકાર અવરોધ સર્જે છે.
- બ્રાહ્યજગતમાં યંત્ર અને એકાગ્રતાથી આગળ વધી શકાય છે. આંતરજગતમાં મંત્ર અને ધ્યાનથી આગળ વધી શકાય છે.
- વડા પ્રધાન જેવું ઉચ્ચ પદ એક જણ છોડે ત્યારે જ બીજાને મળે છે, એટલે કે બ્રાહ્યજગતનું ઉચ્ચ પદ કે શ્રેષ્ઠ વસ્તુ મર્યાદિત લોકો જ મેળવી શકે છે.
- આંતરજગતનું શ્રેષ્ઠ પરમપદ સર્વ વ્યક્તિઓ પ્રાપ્ત કરી શકે છે તેની કોઇ મર્યાદા નથી. દરેક જણ ચાહે તો ઇશ્ર્વરના વિરાટ સ્વરૂપમાં ભળી શકે છે.
- બ્રાહ્યજગતમાં શામ, દામ, દંડ ભેદથી ઉચ્ચ પદ કે વસ્તુની પ્રાપ્તિ શક્ય છે.
- આંતરજગતમાં ઉચ્ચ પદ મેળવવા માટે શ્રદ્ધા, શુદ્ધતા અને પવિત્રતા જરૂરી છે.
- બ્રાહ્યજગતમાં ઉચ્ચ માટે અન્યને મહાત કરીને જીતવાનું હોય છે.
- આંતરજગતમાં મન અને ઇન્દ્રિયોને જીતવાની હોય છે.
- બ્રહ્યજગત કોઇ ઝાડનાં ડાળે કે પાંદડા જેવું છે જે દેખાય છે પણ તે વૃક્ષનો આધાર નથી.
- આંતરજગત ઝાડના મૂળ જેવું છે. જે દેખાતું નથી, પણ એ જ સમગ્ર વૃક્ષનો આધાર છે.
- બ્રાહ્યજગતના નાશવંત અને સતત પરિવર્તનશીલ છે.
- આંતરજગત શાશ્ર્વત અને સ્થિર છે.
ચીજોનું કે કેટલા સમુદ્ર છે, કેટલા ખંડો છે એવું ભૌગોલિક જ્ઞાન કે ચંદ્ગલોક જેવા અન્ય લોકની વિગતો જાણી શકાય છે. ઘણી વાર આપણને આશ્ર્ચર્ય થાય છે ઋષિમુનિઓ કોઇ પણ જાતનાં સાધનો કે મશીનો વગર આટલું બધું સનાતન અને સચોટ જ્ઞાન કેવી રીતે મૂકી ગયા હશે કે જેને આજનું વિજ્ઞાન પણ ખોટું સાબિત નથી કરી શક્તું. પણ હવે એ વાતનો તાગ મળે છે કે આ ઋષિમુનિઓ યોગબળ અને ધારણા દ્વારા કોઇપણ સમય અને સ્થળને ધારણ કરીને અનુભવ મેળવતા હશે જે પછી તેમના ગ્રંથો દ્વારા આપણને જાણવા મળ્યું. વ્યાસમુનિએ રચેલા ભાગવતની ઘણી વાતો આજે પણ વૈજ્ઞાનિક, ભૌગોલિક અને ઐતિહાસિક રીતે સત્ય સાબિત થાય છે. આજ રીતે આપણને વારસામાં મળેલાં વ્રતો, તહેવારો અને સંસ્કૃતિમાં રહેલાં જ્ઞાન-વિજ્ઞાન પણ તેઓને ધારણા દ્વારા સહજ મળ્યા હશે જે પરંપરાગત આપણી પાસે આવ્યું. આટલું બધું જ્ઞાન બ્રાહ્યજગતમાં ફરતાં આવી શકે એ શક્ય નથી. દાખલા તરીકે આજના ખગોળશાસ્ત્રીઓ તો હજુ માંડ પૃથ્વીના જ એક ઉપગ્રહ ચંદ્ર સુધી પહોંચી શક્યા છે. ત્યાં વસવાટ કરવો એ તો હજી પણ કલ્પના જ છે. તો ક્યારે આપણે બુધ, ગુરુ, શુક્ર અને શનિ જે અસંખ્ય માઇલો દૂર આવેલા છે ત્યાં પહોંચી શકશું, અને આટલું કર્યા પછી પણ આપણી સૂર્યમાળાઓ જેવી બીજી અસંખ્ય સૂર્યમાળાઓ છે તેનું જ્ઞાન ક્યારે લઇ શકશું? એટલે આંતરજગત તરફ વળેલો અને ધારણાની સિદ્ધિ જેને વરેલી હોય તે જ યોગીપુરુષ આ સર્વ જ્ઞાન જલદી મેળવી શકે છે. જેમ કોઇ કારખાનાનાં ઉત્પાદન, ખરીદી વેચાણ, મેનેજમેન્ટ દરેક વિશે જાણવું હોય તો પ્યૂન પાસેથી ન જાણી શકાય, કલાર્ક પાસેથી થોડીક માહિતી મળે, ઑફિસર પોતાના ખાતાનું થોડું ઘણું કહી બતાવે, મેનેજર થોડી વધુ માહિતી આપી શકે, પરંતુ આ બધા કરતાં સીધા ઉત્પાદક માલિકને જ મળીએ તો બધી માહિતી ઓછી મહેનતમાં મળે, આ જ રીતે આપણા ઋષિમુનિઓએ બ્રાહ્યજગત અને ભૌતિક સાધનોને બદલે આંતરજગતમાં વિરાજેલા ઉત્પાદક (ઇશ્ર્વર)ને મળવાની સિદ્ધિ મેળવી અને તેમના દ્વારા મળેલું જ્ઞાન આપણને સર્વને પીરસ્યું. બુદ્ધ અને મહાવીરને આ રીતે જ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. અત્યારે જેમ વિજ્ઞાન દ્વારા સાબિત થયેલી બાબતો સર્વમાન્ય થાય છે એમ એક જમાનામાં, આપણા દેશમાં ‘શાસ્ત્રોમાં’ કીધું છે એટલે માન્ય હોવું જ જોઇએ એવો જબરદસ્ત પ્રભાવ હતો. આજે વિજ્ઞાનની શોધથી અંજાઇ ગયેલા લોકો ધર્મશાસ્ત્રોને નિહાળી શક્તા નથી. આપણી સર્વધર્મ સમભાવ નીતિને કારણે આ શાસ્ત્રોનું જે ઊંડું સંશોધન થવું જોઇએ અને નવા જમાના પ્રમાણે મૂલ્યાંકન થવું જોઇએ તે થતું નથી. એમાં નિરિશ્ર્વરવાદીઓ તેમ જ કહેવાતા સુધારાવાદીઓની પણ એક જમાત ભળે છે. વિદેશીઓ ઘણું જ્ઞાન લૂંટી ગયા અને નવું લેબલ લગાડીને આપણને જ વેચવા લાગ્યા છતાં પણ આપણી આંખ ઊઘડતી નથી. બાકી કાળા માથાનો માનવી જેમ બ્રાહ્યજગતમાં વડા પ્રધાનનું પદ મેળવી શકે છે. એમ આંતરજગતમાં પરમપદ આજે પણ મેળવી શકે છે. ધારણા સુધી પહોંચેલી વ્યક્તિ ધ્યાન અને સમાધિ સુધી પહોંચી શકે છે. જોકે જેમ સત્તા હાથમાં આવતાં માણસ ભાન ભૂલી જાય છે એમ ધારણાની સિદ્ધિ મળતાં તેને બીજી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, અને જો એમાં જ રચ્યોપચ્યો રહે તો તે આગળ નથી વધી શક્તો. આવી સિદ્ધિઓને પ્રસિદ્ધિમાં પલટાવ્યા વગર જે લોકોનું ધ્યેય માત્ર પ્રભુ પ્રાપ્તિનું હોય છે તે ધ્યાન તરફ આગળ વધે છે. ધારણાથી અવનવી સિદ્ધિઓ યોગીને પ્રાપ્ત થાય, પરંતુ ઇશ્ર્વર તો માત્ર ધ્યાનથી જ મળે, ધારણાથી મન જે ધારે તે કરી શકે, પણ ધ્યાનથી ચિત્તને કાબૂમાં લઇ ઇશ્ર્વરમાં ચોંટાડી શકાય.