ચંદ્ર કરશે રાશિ પરિવર્તન, આ રાશિના લોકોને થશે આકસ્મિક ધનલાભ…જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દર મહિને અમુક ગ્રહો ચોક્કસ સમય પર ગોચર કરે છે અને આ બધા ગ્રહોમાં ચંદ્રની ગતિ સૌથી ઝડપી હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવા માટે ચંદ્રને અઢી દિવસનો સમય લાગે છે. હાલમાં ચંદ્ર વૃશ્ચિક રાશિમાં બિરાજમાન છે અને નવમી જાન્યુઆરી એટલે કે આવતીકાલે આ ચંદ્ર ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. એ જ દિવસે વર્ષની પહેલી માસિક શિવરાત્રિ પણ છે.
પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસના માસિક શિવરાત્રિનું વ્રત રાખવામાં આવે છે. આ તિથિ ભગવાન શિવને સમર્પિત છે. આ જ દિવસે મહાદેવ અને મા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર પોષ મહિનાની માસિક શિવરાત્રિ પર મનનો કારક ચંદ્ર રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. ચંદ્રના આ રાશિ પરિવર્તનની બે રાશિ પર વિશેષ અસર જોવા મળી શકે છે. આ રાશિના જાતકોને કરિયર અને કારોબારમાં મનમાની સફળતા મળશે, ધનલાભના યોગ બની રહ્યા છે. આવો જોઈએ કોણ છે આ બે લકી રાશિઓ…
ચંદ્ર નવમી જાન્યુઆરીના રાતે 09.11 કલાકે વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને 11મી જાન્યુઆરી સુધી ચંદ્ર આ જ રાશિમાં બિરાજમાન રહેશે. ત્યાર બાદ તે મકર રાશિમાં પ્રવેશ કરશે.
ચંદ્ર આ રાશિના ધનના ભાવમાં બિરાજમાન થવા જઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં આ ભાવમા રહેવા માટે વૃશ્ચિક રાશિના લોકોની આવકમાં વધારો થઈ રહ્યો છે. અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે. આ સાથે સાથે જ કરિયર અને કારોબારમાં અકલ્પનિય સફળતા મળી રહી છે. વૃશ્ચિક રાશિના લોકોને ચંદ્રના આ રાશિ પરિવર્તનથી વિશેષ લાભ થઈ રહ્યો છે અને આ રાશિના લોકોને આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે.
મકર રાશિના લોકો માટે ચંદ્રનું આ રાશિ પરિવર્તન ખુબ જ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. ચંદ્રમાના આ ભાવમાં બિરાજમાન થવાને કારણે આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. આ બે દિવસમાં જ આ રાશિના જાતકોના બગડી રહેલાં કામ પણ બનવા લાગશે. કોઈ જગ્યાએ અટવાઈ પડેલાં પૈસા પાછા મળી શકે છે. ટૂંકમાં 9મી જાન્યુઆરીથી 11મી જાન્યુઆરી સુધીનો સમય આ રાશિના લોકો માટે શુભ રહેશે.