પ્રભુભક્તિનો સ્વાદ સંગીતમાં છુપાયેલો છે
આચમન -અનવર વલિયાણી બાદશાહ અકબરને આપણા દેશની સંસ્કૃતિ , કલા , સંગીસં ગીત ઉપર વિશેષ માન હતું. પોતાના દરબારમાં વિશિષ્ટ પ્રતિભાઓને તેમતે અગ્રસ્થાન આપેલું, જે ‘નવરત્ન’ નામે પ્રસિદ્ધ છે.
- આ નવરત્ન પૈકીના એક હતા
- સંગીત સમ્રાટ તાનસેન
- તાનસેનના સંગીતનો એવો તો જાદુ હતો કે બાદશાહ અકબર તેમના પર આફરિન હતા.
- એક દિવસ બાદશાહ અકબરને વિચાર આવ્યો કે, જયારે તાનસેનના સંગીતમાં આવો જાદુ છે તો તેમના ગુરુજી કેવા હશે?
- મનમાં આવો પ્રશ્ન ઊઠતાં બાદશાહને તાનસેનના ગુરુને મળવાની અને એમનું સંગીત સાંભળવાની તીવ્ર ઇચ્છા જાગી.
- રાત્રિના સમયે તેઓ વેશપલટો કરી તાનસેનના ગુરુગુરુદેવ સ્વામી હરિદાસને ત્યાં મંદિરમાં ગયા. ગુરુદેવ નજીકના મંદિરમાં રહેતા અને ઇશ્વર ભજન કરતા …
- ધીરેધીરે રુદેવે સંગીતના સૂરોસૂરો વહેતા મૂકયા.
- સ્વામીજીનું સંગીત સાંભળી બાદશાહ અકબર મંત્રમંમુગ્મુધ બની રહ્યાં હતાં. અહા! કેવું મધુર સંગીગીત!
અકબર બાદશાહે તાનસેનને આગલી રાતની ઘટના સંભળાવીને કહ્યું ‘તાનસેન! તમારું સંગીત તમારા સ્વામી હરિદાસજી જેવું કેમ નથી?’ બાદશાહ અકબરની આ વાત સાંભળી તાનસેન હસવા લાગ્યા! મલક મલક મલકાતા નમ્રભાવે તાનસેને કહ્યું, ‘જહાંપનાહ! હું સંગીત વગાડું છું. તે આપ શહેનશાહ માટે વગાડું છું, પણ મારા ગુરુદેવ જે સંગીત વહા વે છે તે તો શહેનશાહના પણ શહેનશાહ એવા ઈશ્વરને સંભળાવવા માટે છે પછી તો તે અદ્ભુત હોય ને જ!’
તાનસેનસેનો આ જવાબ સાંભળી સમ્રાટ અકબર બાદશાહ બહુ જ ખુશ થયા! પોતાના ગુરુની મહત્તા વધારી શિષ્ય તાનસેન પણ ભાવવિભોર બની ગયા.
પ્રભુભભક્તિનો સ્વાદ સંગીગીતમાં કેવો છુપાયેલો છે તેનું બાદશાહને જ્ઞાન થયું.
પ્રભુભક્તિનો સ્વા દ અનેરો, અનો ખો હોવાની કેટલીક સોનેરી વા ત બોધમાં વધારો કરનારી બની રહેવા પામશે.
- કીર્તન એવી રીતે કરો કે ભગવા ન આવી ને ઉઠા ડે, ‘હું આવ્યો છું. તા રી આંખ ઉઘાડ!’
- સંતની સેવાસેવા સદ્ભાવથી કરે તે જ સુખી થાય.
- મનને બહુ ગમે તે કરશો નહીં . મન માગે તે આપશો નહીં તો ધીરેધીરે મન પ્રભુમભુ ય બની કાબૂમાં આવશે અને એક વખત મન નિયંત્રણમાં આવી જશે ત્યારે સ્વયં અનુભૂનુતિ થશે કે ઇશ્વરને શોધવા કયાંય જવાની જરૂર નથી તે તો મન-હૃદયમાં જ બિરાજમાન છે.
Also read:સફળા એકાદશી; ભગવાન વિષ્ણુને ધરજો આ ભોગ, ઘરમાં નહિ ખૂટે અન્નધન
મરણને ભક્તિ જ સુધારે છે. ભોજનની જેમ ભજનમાં પણ નિયમ રાખવો જો ઇએ. અતિથિ ભગવાનનું સ્વરૂપ છે. આંગણે આવેલો અતિથિ ભૂખ્યો રહે તો યજમાનનું પુણ્ય ખાઇ જાય છે. મનુષ્ય શરીર કરતાં આંખથી, મનથી વધારે પા પ કરે છે. એકાતમાં કા મને જીતે એ વીર છે. ખાવ ત્યારે આંખ ઉઘાડી રાખો. ધર્મ એ પિતા છે, ધર્મ એમા છે.
- પત્નીની પસંદગી હોય, માની પસંદગી હોય નહીં. ધર્મ બદલી ન શકા ય.
- વ્હાલા વાચક મિત્રો! ભગવાન ભક્તોને ખૂબ માન આપે છે. છતાં મનુષ્ય દુ:ખી- દુ:ખી જ રહેતો હોય છે. તેના કારણો પણ સમજવા – સ્વીકારવા જરૂરી બની રહેવા પામે છે. સમયનો આતકાજો છે.