દાની દ્વારા અપાતું દાન પ્રભુના અવાજનો પડઘો | મુંબઈ સમાચાર
ધર્મતેજ

દાની દ્વારા અપાતું દાન પ્રભુના અવાજનો પડઘો

આચમન -અનવર વલિયાણી

જગતમાં સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ કે કોઇ અન્ય વાદ હોય, માનવ માનવ વચ્ચે

  • બુદ્ધિ, * સંજોગ, * શિક્ષણ,
  • ઓળખાણ, * હોદ્દો, (પોસ્ટ),
  • વારસો, * વાતચીતની કળા,
  • સંશોધન, * તક, * દગોફટકો
  • કળા કે કળાના લીધે
  • શારીરિક ખોડ-ખાંપણોના લીધે
  • અમીરી કે ગરીબી તો રહેવાની જ!
  • અન્ય કારણોમાં જેને આપણે ‘ચિલ્ડ્રન ઑફ ધી લેસર ગૉડ’ કહીએ છીએ અને આ લખનાર તેમને ‘ચિલ્ડ્રન ઑફ ગવર્નમેન્ટ’ કહેવાનું વધુ પસંદ કરે છે તેવાઓ તથા
  • વિધવાઓ, * ત્યકતાઓ
  • ગંભીર બીમારીના ભોગ બનેલાઓ,
  • ધરતીકંપ, સુનામી, જવાળામુખી,
  • આગ, લડાઇ, હુલ્લડના ભોગ બનેલા રિફયુજી,
  • બાળકો કે બધું ગુમાવી ચૂકેલાઓ માટે
  • બોર્ડિંગ, ઑર્ફનેજ, ઘરડા ઘર, માનું ઘર, હૉસ્પિટલો, અનાથાલયો, પાણીયારા, શાળા, રક્તદાન, અન્નદાન વગેરેની જરૂર પડતી જ રહેશે. તે સિવાય પણ .
  • કૉલેજે, યુનિવર્સિટીઓ, મ્યુઝિયમો, આર્ટ ગેલેરીઓ, લાઇબ્રેરી, સેનેટોરિયમો, રિસર્ચ સેન્ટર, સામાજિક મેળાવડા માટેના હૉલ નાટયગૃહો.
  • સ્કોલરશિપ, ચંદ્રકો, પુસ્તકો, યુનિફોર્મ આપવા દાનની જરૂર રહેવાની જ છે.
    જયારે જયારે ધરતી કંપ, સુનામી, આગ, લડાઇ, હોનારત, રોગચાળો, રેલ, દુકાળ, હુલ્લડ વગેરે થાય છે ત્યારે ત્યારે સ્વંયસ્કૂરિતે દાનનો પ્રવાહ વહે છે. ઇન્સાનનો ઇન્સાન તરીકેનો આ એક સારો, આસ્તિકતા ભરેલો ગુણ છે. અંતરમનના પ્રભુના અવાજનો યોગ્ય પડઘો છે.
  • સરકારો દ્વારા અને કાયદાઓ દ્વારા મદદ અને ન્યાય પહોંચે એ પહેલાં દાનીના દાન દ્વારા પહોંચ્યાના અસંખ્ય દાખલાઓ મોજૂદ છે, જેનો તાજેતરમાં કોવિડની ફાટી નીકળેલ બીમારી સમયનો બનાવ આંખ સામે તરવરે છે.
  • દાન દ્વારા સામાજિક ન્યાય, અનુકંપા અને કરુણા પ્રગટવું અહિંસક રીતે-દબાણ વગર થાય છે.
    ઉપરવાળો અજાણ્યો નથી:
  • રક્તદાન
  • નેત્રદાન તથા દેહદાનની તો હંમેશાં જરૂર પડવાની જ.
  • દાની દાન
  • સંતોની પ્રેરણાથી આપે, કરુણાથી આપે, અંતરમનમાંથી આવતા અવાજથી આપ, નામના માટે કે પુણ્ય મેળવવા કે અન્ય કોઇ કારણથી આપે!
  • પૈસાનો પ્રવાહ ઉપરવાળાની રાહમાં નીચે તરફ સમાજને, ભાવિ પેઢીઓને ટકાવવામાં, ટેકો આપવામાં, ઉપર લાવવામાં મદદ કરે છે. દાનીને સામાજિક માન, યોગ્ય કામ યોગ્યવેળાએ કર્યું એવો અંતરભાવ, સમાજમાંથી શાબાશી, કદર, અહોભાવ મળે છે.
    બોધ :
  • પ્રાર્થનાઘરો તથા હૉસ્પિટલોમાં દાનપેટીઓ તો હોય જ છે.
  • જો પ્રત્યેક જાતનાં દાનો પર પાબંધી આવી જાય, દાનપેટીઓ હટાવી લેવામાં આવે તો ? માનવને, ભાવુકને, ભક્તજનને મૂંઝારો થાય.
  • જેમ વૃક્ષ ફલ-ફૂળ આપે જ છે તેમ ઇન્સાનને દાન પ્રક્રિયા વગર શાંતિ-શુકન, સંતોષ-તૃપ્તિ ન મળે.
    અને એટલે જ પ્રત્યેક જમાનામાં દાન આપવું ઇન્સાનના પોતાના હિતમાં, ભાવિ પેઢીઓના હિતમાં છે.
    મળે જો મરણથી હજારોને જીવન
    ભલે દાન તુજથીય દેવાઇ જાય!
    મળી જાય માનવને માનવતા-માનવ,
    અગર તુજને યુગ ધર્મ સમજાઇ જાય!
    જુઓ આપ પ્રણયરસ ચાખી
    શીખો દિલ દૌલત વાપરતા!
    છે હજારો જખમ માનવના દિલે,
    કંઇક માનવતા તણા ઉપચાર કર!

સંબંધિત લેખો

Back to top button