ધર્મતેજ

શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સારબંધન-મુક્તિ, સુખદુ:ખ એ બધાનું કારણ મન

આચમન -અનવર વલિયાણી

એક બહુ સરસ શેર છે;
કદમ અસ્થિર હોય તો કદી માર્ગ નથી મળતો અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. તમારા મનને જીતો તો હું માનું કે સિકંદર છો, નહીં તો દિગ્વિજય એમ બોલવામાં શ્રમ નથી પડતો….
છેલ્લાં ફકત પાંચ વર્ષના મેડિકલ રેકોર્ડઝ તપાસો.

  • અગાઉ ફકત તનના ડૉક્ટરોને ત્યાં ભીડ જોવા મળતી.
  • હવે એનાથી વધુ ભીડ મનના ડૉક્ટરોને ત્યાં જોવા મળે છે.
  • આ શરીરમાં મન છે ક્યાં?
  • કોઇ શરીર વિજ્ઞાની મન દેખાડી શકતા નથી પણ બધી ઉપાધિ મનને કારણે થાય છે એવું કહેવાય છે.
  • મનોચિકિત્સકને ત્યાં મનોરોગીઓની લાઇન લાગવા માંડી છે.
  • કોઇને ઊંઘ નથી આવતી.
  • કોઇનો સ્વભાવ ચીડિયો થઇ ગયો છે.
  • કોઇ ટેન્શનને કારણે નખ કરડે છે.
  • કોઇ સતત હાથની આંગળીઓ મરડ્યા કરે છે.
  • કોઇ સતત સિગારેટ કે દારૂ પીવે છે પણ ચેન કે શાંતિ મળતા નથી.
  • સમયની સાથે બાથ ભીડવાની લાહ્યમાં અને ઝટપટ સુખ સંપત્તિ મેળવવાની બળતરામાં ઇન્સાન દુ:ખી થઇ જાય છે.
  • દિવસ રાત મહેનત કરી કરીને એ પૈસો ભેગો કરે છે ત્યારે તન-મનથી એવો થાકી ગયો હોય છે કે પૈસાથી આવતું સુખ એ ભોગવી શકતો નથી.
  • ઊંઘ, ભૂખ, વિચારશક્તિ, યાદદાસ્ત…. આ બધી ચીજો પૈસાથી ખરીદી શકાતી નથી.
  • અને એને માટે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સરસ વાત કરી છે:
  • મન: એવં મનુષ્યાણાં કારણં બંધમોક્ષ્યો:
  • એટલે કે બંધન-મુક્તિ, સુખદુ:ખ એ બધાનું કારણ મન છે.
  • જૂની રંગભૂમિના એક ગીતની બે સુંદર પંક્તિઓ છે:
  • સુખી નથી કોઇ સંસારી એવી છે આ દુનિયાદારી
  • સુખ કહો કે દુ:ખ કહો એ બંને બંધન છે…
    વ્હાલા વાચક બિરાદરો!
    તમે કોઇ પણ ધર્મ-જ્ઞાતિ, કોમ-સમાજના કેમ ન હો! આ ટેન્શન, આ તાણમાંથી મુકત થવાનો માર્ગ ભગવદ્ ગીતા બતાવે છે.
  • ગીતાનો એ ઉપદેશ છે કે તમે કોઇપણ કામ નિ:સ્વાર્થભાવે કરો.
  • કોઇપણ કામ મોહ કે આસક્તિ વગર કરો;
  • કામ ખાતર કામ કરો,
  • પછી એ કામ તમારું પોતાનું હોય કે બીજાનું હોય, પરંતુ
  • એ કામ માત્ર કામ છે એવું વિચારીને કરો તો ખુદ બ ખુદ -આપોઆપ તાણ ઘટી જશે.
  • એ જ રીતે તમે તમારું કામ પૂરેપૂરી નિષ્ઠાથી કરો પણ શાબાશી કે ટીકા કશાની અપેક્ષા નહીં રાખો.
  • શાબાશી આપનાર કયારેક ટીકા પણ કરે.
  • શાબાશીથી રાજી થશો તો ટીકા પણ સહેલાઇથી પચાવી શકશો.
    હિન્દુ-મુસ્લિમ, શીખ-ઇસાઇ દરેક ધર્મોનો અભ્યાસ કરવાથી સ્પષ્ટ થાય છે કે તે તમામ તેની ઉમ્મત (પ્રજા-અનુયાયી)ને આજ શીખ આપે છે અને ભગવદ્ ગીતાની પણ આજ ખૂબી છે. એ આપણને રોજબરોજની તાણતણાવ વચ્ચે શી રીતે સ્વસ્થ રહેવું એની માસ્ટર કી આપે છે.
    બોધ:
  • અનુભવીઓ કહે છે કે સમસ્યાની સામે જાઓ.
  • સમસ્યાનો સામનો કરો
  • સમસ્યાને હંફાવે એ સાચો મર્દ.
  • સમસ્યાથી ડરી જાય એ જીવનમાં કદી તરક્કી પ્રગતિ કરી શકતો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button