ધર્મતેજ

આખો સમાજ જે કરે તેનું અનુગમન તો સૌ કરે છે પરંતુ જરૂર છે સામા પાણીએ તરનારાઓની


માનસ મંથન -મોરારિબાપુ

કાલે મારી પાસે એક સદ્દ્ગૃહસ્થ આવ્યા. હું બહુ ઓળખતો નથી, મારે બહુ ઓળખવાનું કોઈ કારણ નહીં. પણ મને એણે બહુ સરસ વાત કહી, કે બાપુ ! હું આદિવાસી વિસ્તારમાં કંઈક કરવા ઈચ્છું છું. તમને હું ઇહફક્ષસ ભવયિીય આપું, તમે જે રકમ ભરવી હોય તે ભરી દો. પછી અહીંના લોક કલ્યાણ માટે, આદિવાસી, ગરીબ ભાઈ-બહેનો માટે વાપરું. આ વસ્તુ કંઈક શ્રદ્ધા જન્માવે એવી છે. બાકી પોતાનાં દુ:ખ તો આખી દુનિયાના દેવતાઓ રડતા હોય છે. પહેલાં તો તેત્રીસ કરોડ દેવતા હતા, હવે નેવું કરોડ દેવતાઓ છે. હિંદુસ્તાનની છેલ્લી ગણતરી, એંશી, નેવુનો આંકડો છે. દેવતા એટલે ગામડામાં શું કહે? અગ્નિ દેવતા લાવો. હવે તો નેવું કરોડ, બધા સળગાવવાવાળા છે, આ દશા છે. પણ જ્યારે આવા રૂડા સમાચારો મળતા હોય, ત્યારે આપણને લાગે કે આ દીન હીન સમાજ માટે પ્રેમ છે, સાધુવાદ. મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. સમાજની અમુક ઘટનાઓ શ્રદ્ધાવર્ધક બને.

આ ઋષિઓ, સાધુઓનો, આચાર્યોનો દેશ છે, જેણે બલિદાનો આપ્યાં એ શહીદોનો દેશ છે, એને ફાવે તેમ કરો. ધન્ય છે આવા દાતાઓને, કે જે પોતાનું નામ આપવા નથી ઈચ્છતા. હું નથી ઓળખતો, મને વાત કરી ત્યારે ખબર પડી, એ પણ છેલ્લાં, એકલા હતા ત્યારે. આવા રક્ષકોની જરૂર છે, જે સમાજને પ્રેમ કરતાં હોય, આ જ સમાજની માગ છે. પૂજા ઓછી કરશો તો ચાલશે. પ્રેમ કરો. આંખો કાઢીને પૂજા કરો તો ? એ બેસી જા, હું તિલક કરી દઉં ? એ પૂજા કહેવાય ? આપણે કૃષ્ણશંકરદાદા કહે, આપણા તપસ્વી ઋષિ દાદા કહે કોઈને સુધારવો હોય, તો આંખ્યો કાઢીને ન સુધારી શકાય, આંખ્યોમાંથી આંસુડા કાઢીને સુધારી શકાય. આંખ્યો કાઢીને ન સુધારાય. કેમ બુદ્ધે કરુણા વરસાવી ! તેથી કથા સાંભળનારાઓ, યુવાનો, માતાઓ, ભાઈઓ, બહેનોને એ જ પ્રાર્થના કરું કે હવે સમય એવો છે, સામે પાણીએે ચાલવું પડશે, એ વગર આ સમાજ નહીં સુધરે.

જૈન ધર્મમાં મહાવીર સ્વામીએ બે શબ્દો આપ્યા, અનુશ્રોત-પ્રતિશ્રોત. ખૂબ અદ્દ્ભુત અને મંત્રાત્મક છે. અનુશ્રોતનો અર્થ છે, ભીડની પાછળ પાછળ અનુગમન કરવું, આખો સમાજ જાય, એની પાછળ પાછળ ઘેટાંની જેમ જવું. પ્રતિશ્રોત એટલે સામે પાણીએ ચાલવું, આજની યુવાનીને જરૂર છે પ્રતિશ્રોતની. આજે મારી ને તમારી દશા છે, બધા આમ કરે છે, તો પછી હું શા માટે રહી જાઉં ? આ વાત છે ને ? બધાનું આ જ કામ છે ને ? આજે કોઈ યુવાન છોકરાને તમે પૂછો કે તમે શું કામ આ બધા ભટકો છો ? કહે, બધા ભટકે છે, તેમાં હું એક હરિશ્ર્ચંદ્ર ક્યાં થવાનો ? આમ બધા જ અનુકૃતમાં ચાલે છે. આખી ભીડમાં ચાલે છે. તમે શું કામ શરાબ પીઓ છો ? કહેશે કે મારા બધા ફ્રેંડ સર્કલ પીએ છે, તો એમાં હું ક્યાં રહી જાઉં ! તમે શું કામ ક્લબોમાં ને આમ તેમ ભટકો છો ? તમારી શક્તિ, ઊર્જાને વેડફો છો ? એના કહેવાનો અર્થ પણ સાચો છે કે આખો સમાજ એ પ્રમાણે કરે છે. પણ બાપ ! કોઈએ તો મહાવીરનો મંત્ર ધારણ કરવો પડશે કે આપણે પ્રતિશ્રોત ચાલુ કરી છે. આપણે સામા પાણીએ જઈએ છીએ, જેવી રીતે રાષ્ટ્રનો યુવાન, દીકરી, ભાઈ-બહેન, આવી રીતે ચાલતા શીખીશું.

Also read: આ નૂતન વર્ષે જાતને પૂછીએ કે આપણી ચૈતસિક જાગૃતિ થઇ છે?

તારી જો હાંક સુણી કોઈ ના આવે, તો તું એકલો જાને રે… ઘનઘોર વનની પાટમાં, અઘરાળ તો બાપુ,અને વિકરાળ કેસરિયાને પંપાળતો બાપુ. ચાલ્યો જજે તુજ ભોમિયો આ ભગવાન છે બાપુ, છેલ્લો કટોરો ઝેરનો આ પી જજે બાપુ, સાગર પીનારા, અંજલિ નવ ઢોળજે બાપુ. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી જતા હતા, ત્યારે મેઘાણીભાઈ જઈ નહોતા શક્યા, છેલ્લે સ્ટીમર પર પોતાનું કાવ્ય મોકલ્યું. આ પછી ગાંધીજીએ, આજે મેઘાણી શતાબ્દી રાષ્ટ્ર ઉજવે છે, ત્યારે એમને બિરુદ આપેલું કે તમે રાષ્ટ્રીય શાયર છો. આ બ્રિટિશરોને આ અંગ્રેજો કેવા ખૂંખાર કેસરિયા સાવજ જેવા છે, તોયે એને પંપાળતો બાપુ.

શું થયું ત્યાંથી ઢીંગલું લાવો ન લાવો, વો સાદ દઈશું, ભલે ખાલી હાથ આવો. બાપુ, બ્રિટનથી કદાચ સફળતા ન લાવો, તો કોઈ ચિંતા નહીં. અમે તને ભેટી પડીશું. અમે તમને ઊંચકી લઈશું, અમારાં પ્રેમની પાલખીમાં બેસાડીશું. આ ગાંધીવિચાર, આજે ક્યાં દેખાય છે ? બધા અનુશ્રોત છે. લરૂ ખળજ્ઞફ વે। કોઈકે તો નીકળવું જોઈએ, સામે પાણીએ હાલનારા, કે અમે લાંચ નહીં લઈએ, અમે કોઈનો એક રૂપિયો નહીં લઈએ.

મારા શ્રોતાઓને કહું કે એવું વ્યક્તિત્વ નિર્માણ કરો, કોઈક તો એવું નીકળે કે સામે પાણીએ ચાલીએ, કોઈકના એક રૂપિયાની પરવા ન હોય. જેણે પેટ આપ્યું એ રોટલો આપવાનો જ છે. તમે હિમાલયની ગુફામાં જતા રહો તો ત્યાં ટિફિન આવીને ઊભું રહે, એ વચન આપેલું છે એને અઘઉંફ ઇંફજ્ઞ ણ ખળઇંફિ ર્ક્ષૈગિ ઇંફજ્ઞ ણ ઇંળપ ડળડળ્ પરુબઇં ઇંફજ્ઞ, લરૂ ઇંળ ડળટળ ફળપ। જેના મોઢામાં પવનની ઝપટથી ખોરાક આવી જાય, ને અજગરને ખોરાક મળી જાય. ઈશ્વર તો આપે જ છે, પણ અનુશ્રોત સમાજમાંથી યુવાન ભાઈ-બહેનો, આ આદિવાસી વિસ્તારની દીન હીન વસ્તી એના માટે કામ કરો. મારાં ભાઈ-બહેનો, આ નવ દિવસ તો કાલે પૂરાં થઈ જશે. થોડી વ્યક્તિઓ પણ જો સંકલ્પિત થાય તો ઘણું મોટું પરિણામ આવે.

– સંકલન : જયદેવ માંકડ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button