ધર્મતેજ

શ્રીરામકૃષ્ણદેવ શ્રી રામકૃષ્ણાવતારની વિશિષ્ટતા

જીવનનું અમૃત -ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
(ટ) રામકૃષ્ણદેવે હઠયોગની સાધના પણ કરી હતી. આ સાધનામાં તેમના ગુરુ કોણ હતા અને તેમની સાધનાનું સ્વરૂપ કયા પ્રકારનું હતું, તેનો વિશેષ ઉલ્લેખ મળતો નથી, પરંતુ તેમણે હઠયોગની સાધના કરી હતી તેવા ઉલ્લેખો મળે છે. એક વાર તેમના મુખમાંથી કાળા રંગનું જામી ગયેલું લોહી નીકળ્યું. આ જોઈને દક્ષિણેશ્ર્વરમાં એ વખતે આવેલા એક જાણકાર સાધુએ પૂછયું, “બાબા! તમે હઠયોગની સાધના કરો છો? રામકૃષ્ણદેવે હકારમાં જવાબ આપ્યો. ત્યારે તે સાધુએ કહ્યું, “આ લોહી નીકળી ગયું તે સારું થયું, નહીં તો તમને જડ સમાધિ થાત અને તમે સામાન્ય ચેતનામાં પાછા ફરી શકત નહીં. ભગવાને તમારા શરીરને બચાવી લીધું છે! આ પ્રસંગ દ્વારા રામકૃષ્ણદેવની હઠયોગની સાધનાનું સ્પષ્ટ પ્રમાણ મળે છે.

(ટઈં) રામકૃષ્ણદેવે સાંઈ ગોવિંદ પ્રેમના માર્ગદર્શન પ્રમાણે ઈસ્લામ ધર્મ મુજબ પણ સાધના કરી હતી. તેમણે સાંઈ ગોવિંદ પ્રેમ પાસેથી અલ્લાહમંત્રની દીક્ષા પણ લીધી હતી. સાધનાના આ ગાળા દરમિયાન મંદિરમાં જતા નહીં, મુસ્લિમ જેવો પોશાક પહેરતા, મુસ્લિમ પદ્ધતિથી તૈયાર કરેલું ભોજન કરતા અને નમાજ પઢતા. આ ગાળા દરમિયાન તેમનો સમગ્ર વ્યવહાર અને સાધના એક આદર્શ મુસ્લિમ જેવા બની ગયા હતા. આ પ્રકારની સાધનાને અંતે તેમને અલ્લાહનો સાક્ષાત્કાર થયો. તેમની સાધનાનો આ ગાળો પ્રમાણમાં ઘણો ટૂંકો હતો.

(ટઈંઈં) રામકૃષ્ણદેવે ખ્રિસ્તમત મુજબની સાધના કરી હતી. એ માર્ગે તેમણે ઈશુ ખ્રિસ્તનું દર્શન કરેલું. અહીં એ નોંધનીય છે કે તેમને ઈશુના જે સ્વરૂપનું દર્શન થયેલું તેનું વર્ણન ખ્રિસ્તી ધર્મના પ્રાચીન ગ્રંથોમાં કરેલા વર્ણન સાથે મળતું આવતું હતું.

(ટશશશ) આ બધી સાધનાઓને અંતે રામકૃષ્ણદેવે પોતાના સહધર્મચારિણી શ્રીમા શારદામણિદેવીની ષોડશી પૂજા કરી હતી અને એ રીતે તેમની સાધના પરિપૂર્ણ થઈ હતી.

૪. અનુભૂતિનું સર્વગ્રાહી સ્વરૂપ:
રામકૃષ્ણદેવની સાધનાનું સ્વરૂપ જેમ સર્વગ્રાહી છે તેમ તેમની આધ્યાત્મિક અનુભૂતિ પણ સર્વગ્રાહી છે.

પરમચૈતન્યનાં અનંત સ્વરૂપો છે. તેનો કોઈ પાર ન પામી શકે. વિશેષત: તેનાં પાંચ સ્વરૂપો ઉલ્લેખનીય છે. (શ) પરાત્પર બ્રહ્મ-નિર્ગુણ નિરાકાર બ્રહ્મ (શશ) સર્વવ્યાપી બ્રહ્મ – ચરાચર બ્રહ્મ (શશશ) સગુણ નિરાકાર બ્રહ્મ (ઈંટ) સગુણસાકાર સ્વરૂપ (ટ) અંતર્યામી સ્વરૂપ.

રામકૃષ્ણદેવ પોતે ભગવદવતાર છે, પરંતુ તેમના સાધક તરીકેના પાસાનો વિચાર કરીએ તોપણ તેમની આધ્યાત્મિક અનુભૂતિ વિરલ સ્વરૂપની છે. પરમચૈતન્યના ઉપરોક્ત પાંચે સ્વરૂપોનો તેમણે યથાર્થત: સાક્ષાત્કાર કર્યો હતો.

(શ) વેદાંત સાધનાને અંતે તેઓ પ્રગાઢ નિર્વિકલ્પ સમાધિમાં આરૂઢ થયા હતા. મહિનાઓ સુધી મહદ્અંશે તેઓ આ અવસ્થામાં રહ્યા હતા, આ તેમનો પરાત્પર બ્રહ્મ-નિર્ગુણ નિરાકાર બ્રહ્મનો સાક્ષાત્કાર છે.

(શશ) જે કાંઈ દૃશ્યમાન કે અદૃશ્ય જગત છે તે બધું બ્રહ્મનું જ સ્વરૂપ છે. સચરાચર સઘળું બ્રહ્મ છે. લમહ્ણ ઈંાલ્મર્ડૈ રૂૄર્સ્ત્રીં આધ્યાત્મિક અનુભૂતિનું એ પણ એક સ્વરૂપ છે, જેમાં બધું જ બ્રહ્મ સ્વરૂપે પ્રગટ
થાય છે. બૌદ્ધિક રીતે એમ સમજવું-સ્વીકારવું કે આ બધું બ્રહ્મસ્વરૂપ છે અને ખરેખર તે સ્વરૂપનું
દર્શન થવું એ બંને વચ્ચે આકાશપાતાળનું અંતર છે. રામકૃષ્ણદેવને લમહ્ણ ઈંાલ્મર્ડૈ રૂૄર્સ્ત્રીંનો સાક્ષાત્કાર
હતો. જેમ પરાત્પર બ્રહ્મનો સાક્ષાત્કાર, એક આધ્યાત્મિક અનુભૂતિની અવસ્થા છે તેમ સચરાચર
બ્રહ્મનો સાક્ષાત્કાર પણ આધ્યાત્મિક અનુભૂતિની એક અવસ્થા છે. એક માછીમારને માર પડે ત્યારે
રામકૃષ્ણદેવના વાંસામાં સોળ ઊઠ્યા, ઘાસ ઉપર કોઈ ચાલતું હોય ત્યારે જાણે કોઈ પોતાની છાતી
પર ચાલતું હોય તેવું એમને અનુભવાય, છોડ પરથી ફૂલ કે બિલ્વપત્ર તોડી શકાય નહીં. કારણ કે બધું
બ્રહ્મસ્વરૂપે પ્રગટ થયું છે.
(શશશ) સગુણ નિરાકાર બ્રહ્મ પણ પરમ ચૈતન્યનું એક પાસું છે. રામકૃષ્ણદેવ ક્ષણેક્ષણે ભગવાનના આ
સ્વરૂપનું સાંનિધ્ય અને સ્પર્શ અનુભવતા અને માર્ગદર્શન પામતા. તેઓ કહેતા બ્રહ્મ નિષ્ક્રિય છે તેનું
જ સક્રિય સ્વરૂપ કાલી છે. આ કાલી તત્ત્વ તેમના નિરાકાર સ્વરૂપમાં સગુણ નિરાકાર બ્રહ્મ છે.
બ્રહ્મના આ સગુણ નિરાકાર સ્વરૂપનો સાક્ષાત્કાર રામકૃષ્ણદેવ ક્ષણે-ક્ષણે અનુભવતા.
(શદ) સગુણ સાકાર સ્વરૂપ પણ પરમાત્માનું એક સ્વરૂપ છે. અને એ નિર્ગુણ નિરાકારથી નાનું કે ઊતરતું
નથી. કારણ કે તત્ત્વત: બંને એક જ છે. શ્રીરામ, શ્રીકૃષ્ણ આદિસ્વરૂપો પરમતત્ત્વનાં જ સગુણ
સાકાર રૂપો છે. આ બધાં સ્વરૂપોનો સાક્ષાત્કાર પણ રામકૃષ્ણદેવને થયો હતો. તેમનાં દર્શનો
રામકૃષ્ણદેવને એકાદબે વાર નહીં, પરંતુ અનેક વાર થયાં હતાં. આ ઉપરાંત અનેકવિધ દર્શનો પણ
તેઓ પામ્યા હતા.
(દ) હૃદયસ્થ પ્રત્યક્ આત્મા-અંતર્યામી સ્વરૂપ પણ પરમાત્માનું સ્વરૂપ છે. રામકૃષ્ણદેવે સત્યના આ
સ્વરૂપનો સાક્ષાત્કાર પણ વારંવાર કર્યો હતો. હૃદયમાં જ્યોતિ સ્વરૂપ આત્માનું દર્શન તેમને અવારનવાર
થતું.
(દશ) આપણા અધ્યાત્મશાસ્ત્રમાં સમાધિનાં અનેકવિધ સ્વરૂપોની નોંધ જોવા મળે છે, નિર્વિકલ્પ સમાધિ,
સવિકલ્પ સમાધિ, સંપ્રજ્ઞાત સમાધિ, નિર્બીજ સમાધિ, ભાવસમાધિ, ધર્મમેઘ સમાધિ, સહજ સમાધિ
આદિ સમાધિનાં ભિન્નભિન્ન સ્વરૂપો છે. સમાધિનાં આ બધાં સ્વરૂપો રામકૃષ્ણદેવને સહજસાધ્ય
હતાં. તેઓ કોઈ પણ સમયે સમાધિના કોઈ પણ સ્વરૂપમાં પહોંચી શકતા, જ્યારે શ્રીમા શારદામણિદેવી
તેમની સાથે રહેતાં ત્યારે રાત્રિ દરમિયાન તેઓ સમાધિની ભિન્નભિન્ન અવસ્થાઓમાં રહેતા. માતાજીને
મૂંઝવણ થતી. આથી રામકૃષ્ણદેવે તેમને સમજાવી દીધેલું કે કઈ અવસ્થામાં કયો મંત્ર બોલવાથી તેઓ
પાછા જાગ્રતાવસ્થામાં આવી જશે. વસ્તુત: તેમને સમાધિમાં પ્રવેશવા માટે કે તેમાં રહેવા માટે પ્રયત્ન
કરવો પડતો નહીં, પરંતુ સમાધિમાંથી પાછા જાગ્રતાવસ્થામાં આવવા અને જાગ્રતાવસ્થામાં રહેવા માટે
પ્રયત્ન કરવો પડતો. તેઓ ઘણી વાર જગદંબાને, પોતાને સમાધિમાં ન લઈ જવા અને જાગ્રતાવસ્થામાં
રહેવા દેવાની પ્રાર્થના કરતા. આના પરથી ખ્યાલ આવે છે કે તેમનું ચિત્ત કેટલું સમાધિપ્રવણ હતું.
(દશશ) કુંડલિની જાગરણનાં અનેકવિધ સ્વરૂપોનું શાસ્ત્રોમાં વર્ણન મળે છે. ક્યારેક કુંડલિની શક્તિ વાંદરાની
જેમ છલાંગો મારતી, ક્યારેક દેડકાની જેમ કૂદતી-કૂદતી, ક્યારેક પક્ષીની જેમ ઉડ્ડયન કરતી, ક્યારેક
મત્સ્યની જેમ સરકતી સરકતી, ક્યારેક સર્પની જેમ વાંકીચૂકી ગતિથી કે ક્યારેક કીડીની જેમ
મંદગતિથી ઉપર ચડે છે. રામકૃષ્ણદેવને કુંડલિની જાગરણનાં આ બધાં સ્વરૂપોનો અનુભવ હતો, એમ
તેમના અનુભવોના વર્ણન પરથી લાગે છે. તેમના પોતાના અનુભવોનો શાસ્ત્રોનાં વર્ણન સાથે તાળો
પણ મળે છે.
આપણે અહીં તેમના આધ્યાત્મિક અનુભવોની આછીપાતળી નોંધ કરી છે. વસ્તુત: તેમના
આધ્યાત્મિક અનુભવોના વૈવિધ્યને, તેમની આધ્યાત્મિક અવસ્થાની ઊંચાઈ અને ઊંડાણને આપણે
સમજી ન શકીએ. આપણું ચિત્ત અને આપણી ભાષા તેનો પાર ન પામી શકે. રામકૃષ્ણદેવ પાસે
આધ્યાત્મિક અનુભવોનાં થોડાં બિંદુઓ જ નહોતાં, પરંતુ અનુભૂતિઓનો મહાસાગર હતો.
અનેકવિધ આધ્યાત્મિક અવસ્થાઓ અને નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ પછી માએ રામકૃષ્ણદેવને
કહ્યું હતું, “ભાવમુખે રહે! ભાવમુખે રહે! ભાવમુખ એટલે આ મૂર્ત-અમૂર્ત જગત અને પરાત્પર
બ્રહ્માવસ્થા વચ્ચેનું સંધિસ્થાન. ભાવમુખ એ બંને વચ્ચેની એવી અવસ્થા છે જ્યાંથી તેઓ નિત્ય અને
લીલા એમ બંનેમાં જઈ શકાય છે. ત્યાર પછી રામકૃષ્ણદેવ મહદ્અંશે આ ભાવમુખની અવસ્થામાં જ
રહ્યા અને ત્યાંથી નિત્ય અને લીલામાં વિહરતા. જેમ રાજાનો કુંવર સાત માળના મહેલમાં ગમે ત્યાં
યથેચ્છ વિહરી શકે છે તેમ તેઓ કોઈ પણ આધ્યાત્મિક ભૂમિકામાં યથેચ્છ વિહરી શકતા.
૫. તીવ્ર અભીપ્સા
રામકૃષ્ણદેવના વ્યક્તિત્વની એક મહત્ત્વપૂર્ણ લાક્ષણિકતા છે-તીવ્ર અભીપ્સા. સાધનાના અનેકવિધ
માર્ગો પરથી તેઓ પસાર થયા છે. તેમની સાધનામાં સર્વત્ર તીવ્ર અભીપ્સાનું લક્ષણ જોવા મળે છે.
તેઓ જે કોઈ સાધના સ્વીકારે તેમાં તીવ્રતાપૂર્વક લાગી જાય છે. તેમનું સમગ્ર વ્યક્તિત્વ સાધનામાં
તલ્લીન બની જાય છે. તીવ્ર અભીપ્સા એ સાધના માત્રનો આત્મા છે. જો અભીપ્સાની તીવ્રતા ન હોય
તો સાધનામાં ચૈતન્ય પ્રગટતું નથી. અભીપ્સાની આ અસાધારણ તીવ્રતાને લીધે જ તેઓ સાધનપથ
અતિ અલ્પ ગાળામાં પૂરો કરી ચરમસીમાએ પહોંચી જતા. તીવ્ર અભીપ્સાના મહત્ત્વ અંગે યોગસૂત્રમાં
કહેવામાં આવ્યું છે:
ટમિૄ ર્લૈમજ્ઞઉંળણળપળલર્ધ્ણીં
્રૂળજ્ઞ.લુ. ૧-૨૧

"જેમનામાં તીવ્ર સંવેગ (અભીપ્સા) હોય છે તેમને માટે (સમાધિપ્રાપ્તિ) સરળ છે.
આ જ વાત બીજી રીતે કહેવાય છે :
"ઈંિં શત વિંય શળયિંક્ષભશિું ૂવશભવ ભજ્ઞૂક્ષતિં
"સાધનામાં તીવ્રતા મુખ્ય પરિબળ છે.
અભીપ્સાની તીવ્રતાની મહત્તા દર્શાવવા માટે શ્રીરામકૃષ્ણદેવ એક સુંદર કથા કહેતા. એક વાર એક
શિષ્યે ગુરુદેવને પૂછ્યું, "ગુરુદેવ! ભગવત્-પ્રાપ્તિ કેવી રીતે થાય?
ગુરુદેવે જવાબ આપ્યો, "તીવ્ર વ્યાકુળતા થાય તો ભગવત્ પ્રાપ્તિ થાય.
શિષ્યે ફરી પૂછ્યું, "કેવી વ્યાકુળતા?
ગુરુદેવ તે વખતે તો મૌન રહ્યા. થોડા સમય પછી શિષ્યને લઈને સ્નાન માટે નદીએ ગયા. શિષ્યને
ડૂબકી મારવાનું કહ્યું. શિષ્યે ડૂબકી મારી એટલે ગુરુદેવે તેને પાણીમાં જ પકડી રાખ્યો. શિષ્ય બહાર
નીકળવા માટે તરફડવા લાગ્યો. થોડી વાર પછી શિષ્યને બહાર કાઢીને ગુરુદેવે કહ્યું, "બેટા! બહાર
નીકળવા માટે કેવી વ્યાકુળતા થતી હતી? ભગવાન માટે જ્યારે એવી વ્યાકુળતા થાય ત્યારે ભગવાન
મળે.
વળી રામકૃષ્ણદેવ કહેતા કે જ્યારે બાળકની માતા માટેની વ્યાકુળતા, કામીપુરુષની કામિની માટેની
વ્યાકુળતા અને લોભીની ધન માટેની વ્યાકુળતા - આ ત્રણે વ્યાકુળતા સાથે મળીને થાય તેવી તીવ્ર
વ્યાકુળતા ભગવાન માટે થાય ત્યારે ભગવત્-પ્રાપ્તિ થાય.
    રામકૃષ્ણદેવની ભગવત્-પ્રાપ્તિ માટેની વ્યાકુળતા કેટલી તીવ્ર હતી તેના અનેક પ્રસંગો તેમના
જીવનમાં જોવા મળે છે. જ્યારે તેઓ હનુમાનભાવથી શ્રીરામની ઉપાસના કરતા ત્યારે તેઓ હનુમાનના
ભાવમાં એટલા તલ્લીન બની ગયા કે તેમની પીઠ પાછળ એક નાની પૂંછડી ઊગી આવી હતી જે
પાછળથી અદૃશ્ય થઈ હતી. વળી તેઓ સ્ત્રીભાવથી માધુર્ય ઉપાસના કરતા ત્યારે સ્ત્રીઓની જેમ તેમને
થોડા વખત માટે આર્તવ આવવાનું શરૂ થયું હતું. ન માની શકાય તેવી આ ઘટનાઓ છે, પરંતુ સત્ય છે.
આના પરથી આપણને તેમની તીવ્ર અભીપ્સાના સ્વરૂપનો ખ્યાલ આવે છે.

૬. બાલસહજ સરળતા:
રામકૃષ્ણદેવ બાળક જેવા સરળ છે. એક તરફ તેમની આધ્યાત્મિક અવસ્થા અસાધારણ ઊંચી છે.
બીજી તરફ તેઓ પાંચ વર્ષના નિર્દોષ બાળક જેવા સરળ છે. અનુભૂતિ સંપન્ન અધ્યાત્મ પુરુષો યથાર્થ
સ્વરૂપમાં સરળ હોય છે. સરળતા સત્ય પ્રાપ્તિનું દ્વાર છે. કુટિલ માણસો આંટીઘૂંટીમાં ફસાય છે. સરળ
માણસો ભગવત્-પ્રાપ્તિના પથ પર સડસડાટ ચાલ્યા જાય છે. રામકૃષ્ણદેવના વ્યક્તિત્વમાં જે સ્વરૂપની
સરળતા જોવા મળે છે તે જોઈને આશ્ર્ચર્યચકિત થઈ જવાય તેવું છે. ધોતિયું બગલમાં દબાવીને દિગંબર
અવસ્થામાં તેઓ ઓરડામાં આંટા મારી રહ્યા હોય, ભોજન માટે નાના બાળકની જેમ વ્યાકુળ થઈને
વારંવાર પૂછતા હોય, “ભોજન તૈયાર થયું? તેઓ હૃદયના ભાવને છુપાવતા નથી. ચિંતા, ભય આદિ
જે કોઈ ભાવ ઊભો થાય તેને બાળકની જેમ વ્યક્ત કરી દે છે. જે છે તેનાથી જુદું બતાવવાનો કોઈ
પ્રયત્ન તેઓ કદી કરતા નથી. આ બધાં લક્ષણો તેમની બાલવત્ સરળતાનાં દ્યોતક છે. એક વાર
રામકૃષ્ણદેવને મળમાં એક કૃમિ દેખાયું. તેઓ તો બાળકની જેમ ચિંતાતુર થઈ ગયા અને મથુરબાબુને
પૂછવા લાગ્યા, “હવે શું થશે? મથુરબાબુએ નાના બાળકને સમજાવે તેમ કહ્યું, “બાબા! એ તો
તમારા શરીરમાંથી કામનો કીડો નીકળી ગયો. આ સાંભળીને બહુ મોટું આશ્ર્વાસન મળ્યું હોય તેમ
તેઓ રાજીરાજી થઈ ગયા અને તેમના મનનું તુરત જ સમાધાન થઈ ગયું. શ્રીમદ્ ભાગવતમાં પણ જ્ઞાની
પુરુષ, બાલવત્ સરળ હોય છે, તેમ કહ્યું છે. પરમ જ્ઞાની અને પરમ ભક્તની અવસ્થામાં સાક્ષાત્ ઈશ્ર્વર
અને આટલી સરળતા! બંનેનો કેવો સુમેળ! સાચી વાત તો એ છે કે એ બંને સાથે જ હોય છે.

૭. કામકાંચનનો સંપૂર્ણ ત્યાગ:
રામકૃષ્ણદેવ વારંવાર કહેતા કે જ્યાં સુધી ચિત્તમાં કામ અને કાંચનની આસક્તિ હોય ત્યાં સુધી ભગવત્
સાક્ષાત્કાર ન થાય. તેમના જીવનમાં પણ કામ અને કાંચનનો સંપૂર્ણ ત્યાગ જોવા મળે છે. ધનનો સ્પર્શ
સુધ્ધાં તેઓ કરી શકતા નહીં. જો ધન કે ધાતુનો પણ સ્પર્શ થઈ જાય તો હાથમાં વીંછી કરડ્યો હોય તેવી
વેદના થાય અને હાથ ઠરડાઈ જાય. આના પરથી તેમના ચિત્તમાં કાંચન પ્રત્યે કેટલી તીવ્ર વિરક્તિ હતી
તેનો ખ્યાલ આવે છે. તે જ રીતે તેમનું ચિત્ત કામભાવથી પણ સંપૂર્ણ મુક્ત હતું. તેમનામાં કામનો લેશ
પણ અંશ નહોતો. તેમનાં ધર્મપત્ની શ્રીમા શારદામણિદેવી સાથે તેમણે મહિનાઓ સાથે એક જ
પથારીમાં શયન કર્યું હતું. આમ છતાં તેમના શરીર-મનમાં એક ક્ષણ માટે પણ કામભાવ ઉત્પન્ન થયો
ન હતો. તેમનું ચિત્ત સદા ઊર્ધ્વાવસ્થામાં જ રહેતું. મા શારદામણિદેવીમાં પણ તેમને તો જગદંબાનાં જ
દર્શન થતાં. એકવાર મા શારદામણિદેવીએ તેમને પૂછ્યું, “હું તમને શું થાઉં? રામકૃષ્ણદેવે જરા પણ
અચકાયા વિના તુરત જવાબ આપ્યો, “આનંદમયિમા ! જે મંદિરમાં બિરાજે છે તે જ જગદંબા.
કામ-કાંચનનો આવો વિરલ ત્યાગ રામકૃષ્ણાવતારની એક મહત્ત્વપૂર્ણ લાક્ષણિકતા છે.

૮. વિદ્વત્તા નહીં, સાક્ષાત્ જ્ઞાન અને ભક્તિ:
વિદ્વત્તા અને જ્ઞાન-ભક્તિ, બંને એક નથી, ભિન્નભિન્ન છે. જ્ઞાન અને ભક્તિની પ્રાપ્તિ માટે પુસ્તકિયું જ્ઞાન અનિવાર્ય નથી, એક અભણ વ્યક્તિ પણ પરમજ્ઞાની અને પરમભક્ત હોઈ શકે છે. રામકૃષ્ણદેવે કંઈક અંશે શાસ્ત્રશ્રવણ કર્યું હતું અને શાસ્ત્રજ્ઞાનની મૂળભૂત વાતોથી તેઓ પરિચિત હતા, પરંતુ તેઓ વિદ્વાન કે શાસ્ત્રજ્ઞ નહોતા. અને છતાં જ્ઞાન અને ભક્તિની ચરમસીમાએ પહોંચ્યા હતા. તેમના દૃષ્ટાંતથી ફલિત થાય છે કે જ્ઞાન અને વિદ્વત્તા એક નથી, સાક્ષાત્કાર અને પુસ્તકજ્ઞાન એક નથી. તેમની વચ્ચે કોઈ અનિવાર્ય સંબંધ નથી. દક્ષિણેશ્ર્વરના આ અભણ બ્રાહ્મણની વાણીથી ભલભલા વિદ્વાનો મહાત થઈ જતા. કારણ કે તેમની વાણીમાં અનુભૂતિનું બળ હતું. સાક્ષાત્કારની શક્તિ હતી અને એથીયે વિશેષ તો તેમનામાં જગદંબાની ચેતના કામ કરી રહી હતી.

ઉપસંહાર:
માત્ર બાહ્ય દૃષ્ટિથી જોઈએ તો માનવું મુશ્કેલ લાગે કે આ ગામડિયા જેવા લાગતા અભણ પુરુષ, પુરુષોત્તમ છે, માનવસ્વરૂપે આવેલા ભગવાન છે, પરંતુ એ એક સત્ય છે કે શ્રીરામકૃષ્ણ, શ્રીરામ અને શ્રીકૃષ્ણની જેમ જ ભગવદવતાર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…