ધર્મતેજ

મારી ક્ષમાપનામાં Speed Breaker MISUNDERSTANDING

-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

પર્યુષણ વ્યાખ્યાનમાળા

પર્વાધિરાજ પર્યુષણ પધારે છે, ત્યારે સદ્ગુણો recharge થાય છે.
સદ્ગુણો જ્યારે સુષુપ્ત થઈ જાય છે, ત્યારે અવગુણો પોતાનું સામ્રાજય જમાવી દે છે.
સદ્ગુણોમાં સમાધિ છે, અવગુણોમાં અશાંતિ છે.
પર્યુષણ એટલે ક્ષમાપાનાનો ઉત્સવ! ક્ષમાપના અવગુણોને વિશુદ્ધ કરે છે.
ક્ષમાપનામાં નડતું તત્ત્વ છે – Misunderstanding!
Misunderstanding એટલે ગેરસમજ!
તમે કહ્યું હોય કંઈક અને સામેવાળા એ સાંભળ્યું હોય કંઈક, તમારો કહેવાનો હેતુ અલગ હોય અને સામેવાળા સમજ્યા અલગ હોય, એનું કારણ હોય ગેરસમજ!
ઘણીવાર આવી ગેરસમજના કારણે સંબંધો પણ disturb થતાં હોય છે.
સમજુને ક્યારેય ગેરસમજ ન થાય.
અણસમજુને ગેરસમજ થાય.
સમજદાર વ્યક્તિ સામેવાળાની બધી જ situationને સમજવાનો પ્રયત્ન કરે છે, તેની પાસે સામેવાળાને દરેક angleથી જાણવાની, ઓળખવાની અને સમજવાની પૂર્ણ તૈયારી હોય.
ગેરસમજ ત્યારે જ થાય, જ્યારે સમજવાની ક્ષમતા ઓછી હોય.
જો આપણે સામેવાળી વ્યક્તિની સ્થિતિ અને સંજોગોને સમજી શકીએ તો ક્યારેય એમના પ્રત્યે negative ભાવ ન આવે.
Lifeમાં મોટા ભાગના problems થાય છે, ગેરસમજના કારણે! અને ગેરસમજથી સમજની યાત્રા પૂરી થાય ત્યાં સુધીમાં તો વ્યક્તિ અને વાતાવરણ બંને અશાંત થઈ જાય અને કેટલાંય પ્રકારની અસમાધિ આવી જાય. અત્યારે પ્રાજ્ઞ ઓછાં અને ગેરસમજુ વધારે હોય છે.
પરિવારમાં પણ જો શાંતિ અને સમાધિ રાખવી હોય, પરિવારમાં પ્રસન્નતા લાવવી હોય, તો જ્યાં જરા પણ એવું રયયહ થાય કે, અહીંયા કંઈક misunderstanding થઈ લાગે છે, અહીંયા કંઈક સમજફેર થયો લાગે છે, તો ત્યાં ને ત્યાં, ત્યારે જ સામે સામે બેસીને ખુલાસો કરી લેવો જોઈએ, એકબીજા સાથે open થઈ જવું સારું.
ઘણીવાર એવું બને કે, જે વ્યક્તિના regular phones આવતાં હોય, તે વ્યક્તિના થોડાં દિવસphone ન આવે તો, વ્યક્તિ પોતે જ માની લે કે, અમારી સાથે કંઈક problem થયો લાગે છે, કોઈએ અમારી વિરુદ્ધ કંઈ કહ્યું લાગે છે, એટલે phone નથી આવતાં અને એના જ વિચારોમાં બેચેન રહ્યાં કરે. મનને ખોટા વિચારોથી અશાંત કરવાના બદલે સામેથીphone કરીને વાત કરવી એ જ્ઞાનીનો સિદ્ધાંત હોય છે. બની શકે છે, એના સંયોગો એવા હોય, એ કોઈ અગત્યનાworkમાં busy હોય, એમની સ્થિતિ કંઈક અલગ હોય! માટે જ, સંબંધોને વધારવા કરતાં સંબંધોને સુધારવા સારા!
ગેરસમજ ક્યારે ઊભી થાય?
જ્યારે તમે તમારી વાત એક બીજાને કહી સમાધાન કરવાના બદલે ત્રીજી વ્યક્તિને કહો છો. એક બીજાના problems, એકબીજાની સાથે open થઈ, એકબીજાની સ્થિતિને સમજીને સમાધાન કરવું શ્રેષ્ઠ હોય છે.
એક બીજાની વાત જ્યારે ત્રીજી વ્યક્તિ પાસે જાય છે, ત્યારે બે વસ્તુ બને છે; ત્રીજી વ્યક્તિ જો જ્ઞાની હશે, સમજુ હશે અને તમારા હિતેચ્છુ હશે તો એ અમારા સમસ્યાના દીપકમાં સમજનું ઘી પૂરશે અને ત્રીજી વ્યક્તિ જો અણસમજુ હશે તો એ તમારા સમસ્યાના દીપકમાં ગેરસમજનું kerosene રેડી ભડકો કરશે.
Misunderstandingના કારણે વ્યક્તિ fast reactions આપે છે, જ્યારે જ્યાંunderstanding હોજ ત્યાં વ્યક્તિ તરત જ reaction ન આપે, તે પરિસ્થિતિને સમજવાની કોશિશ કરે, reaction આપવામાં સમય લે અને ક્યારેક એ સમયમાં સામેવાળી વ્યક્તિને પણ પોતાની mistake realise થઈ જાય અને તે શાંત થઈ જાય.
Misunderstandingના કારણે ast reactions મોટા ભાગે, જે ઘરમાં વડીલ – મોટા હોય, તે આપતાં હોય છે કેમ કે, તેમનામાં ક્યાંકને ક્યાંક ego હોય છે કે, અમે મોટા છીએ, અમારી પાસે વધારે અનુભવ છે અને અમે જે કહીએ તે યોગ્ય જ હોય, જ્યારે નાના હોય તે પોતાની રીતે સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરતાં હોય છે.
જ્યાં reactions fast હોય, ત્યાંproblems પણ fast હોય.
પરિવારમાં જો વડીલોને મૌન રહેતાં આવડી જાય, તો નાનાઓને માન મળ્યા વિના રહે નહીં, જે ઘરમાં વડીલો વધારે બોલતાં હોય, તે ઘરમાં નાનાઓ એમનું અપમાન વધારે કરતાં હોય.
વડીલોએ જ્યાં ત્રણ વાક્ય બોલવાના હોય, ત્યાં એક જ વાક્ય બોલવું જોઈએ.
યાદ રાખજો, તમારો પરિવાર જ તમારું first certificate હોય છે. જેનો પરિવાર એમના સારા વડીલ હોવાનું certificate આપે છે, પરમાત્મા એમની એક પણ પરીક્ષા લીધા વિના ‘સારા’નું certificate આપે છે. જેમને પોતાના પરિવારમાં proper રહેતાં આવડે તેને પ્રભુના દરબારમાં, ધર્મ સ્થાનકમાં પણ proper રહેતાં આવડે.
ઘણીવાર મોટા ભાગના ઘરોમાં ળશતીક્ષમયતિફિંક્ષમશક્ષલના કારણે ક્યાંક ને ક્યાંક અશાંતિ હોય, ક્યાંક ને ક્યાંક એક બીજા પર આક્ષેપ થતાં હોય, અણગમો હોય અને આવા બધાં કારણોને કારણે ઘરનું વાતાવરણ સ્મશાન જેવું થઈ જતું હોય. સ્મશાનમાં મૃતદેહ બળતાં હોય અને ઘરમાં બધાંના મન બળતાં હોય.
જેનો અંત સુધરે, તેના અનંત સુધરે!
ગેરસમજ ન થાય તે માટે તમારી સમજને પ્રભુની સમજ સાથે એક કરી દો. પ્રભુની સમજ આપણા વ્યવહાર અને આપણી સાધનામાં સહાયક બને છે. સમભાવમાં રહેતાં શીખવે છે.
જેનો અંત સુધરે, તેના અનંત સુધરે!
ગેરસમજ ન થાય તે માટે તમારી સમજને પ્રભુની સમજ સાથે એક કરી દો. પ્રભુની સમજ આપણા વ્યવહાર અને આપણી સાધનામાં સહાયક બને છે. સમભાવમાં રહેતાં શીખવે છે.
જ્યાં સમજ છે, ત્યાં સાવધાની છે.
જ્યાં સાવધાની છે, ત્યાં ભવિષ્ય શ્રેષ્ઠ છે.
જેની સમજમાં શુદ્ધિ આવી જાય, તેના મોહનીય કર્મોનો ક્ષય થવા લાગે છે. મોહનીય કર્મ આપણી સમજને ભ્રમિત કરે છે, જેના કારણે ગેરસમજ ઊભી થાય છે.
જ્યાં સમજ છે, ત્યાં ક્ષમાપના સહજ થાય છે. જ્યાં ગેરસમજ છે, ત્યાં ક્ષમાપના થતી નથી.

ક્ષમાપના ન થાય તો આત્માની શુદ્ધિ ન થાય અને શુદ્ધિ વિના સિદ્ધિ ન થાય.

પ્રસન્ન વાતાવરણ માટે કરો પ્રયોગ
પરિવારમાં પ્રસન્નતા વધારવા માટે..
૫૦ વર્ષ થાય એટલે, ૫૦% મૌન રહેવાનું, ૫૦% બોલવાનું.
૬૦ વર્ષ થાય એટલે, ૬૦% મૌન રહેવાનું, ૪૦% બોલવાનું.
૭૦ વર્ષ થાય એટલે, ૭૦% મૌન રહેવાનું, ૩૦% બોલવાનું.
શાંતિ અને સમાધિ સાથે માન-સન્માન પણ મળશે અને અંત
પણ સુધરી જશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button