ધર્મતેજ

સ્વામી સરજ્યુગિરિ ગુરુ મોહનગિરિજીની વાણી-૧

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

સાધક સંત-કવિ સરજ્યુગિરીજી મહેસાણા તાલુકાના બલોલ ગામની ઉત્તરદિશામાં આવેલ જોશીમઠના મહંત હતા. મૂળ સ્થાન વડોદરાના નિરંજન અખાડાના માનગિરિજી મહારાજનું એ પછી થયા રામેશ્ર્વરગિરીજી, એ પછી થયા સ્વામી મોહનગિરી મહારાજ. જેમણે વિ.સં.૧૯૬૯માં આ સ્થાને જીવતાં સમાધિ લીધેલી, તેની ચરણપાદુકાનું સ્થાપન સમાધિસ્થળે કરેલું. એ પછી તે ગુરુ સમાધિ સ્થાને સ્વામી સરજ્યુગિરીએ વિ.સં.૧૯૯ર વૈશાખ વદી રના દિવસે શ્રી સિદ્ધેશ્ર્વર મહાદેવની સ્થાપના કરાવી. એ સમાધિ શિવાલય સામેના ઓરડામાં મોહનગિરીજીના ચાંદીનાં પગલાં પૂજાતાં હતાં ત્યાં સિંહાસન બનાવી વિ.સં.૧૯૯૬માં શ્રીકૃષ્ણની બાલમૂર્તિ પણ પધરાવવામાં આવેલી. સરજ્યુગિરીના શિષ્ય થયા ભીમગિરીજી.
બીજનો મર્મ બતાવો પંથીડા કૌન બીજ તુમ માન્યો? રે
હો… જી…
સમજ વિના તુમ પંથ ચલાવો, બીજ નહીં ઓળખાણો રે
હો… જી…
બીજમાં બ્રહ્મા, બીજમાં વિષ્ણુ, બીજમાં શંકર સ્વામી રે હો જી…હો જી..
ચન્ સૂર્ય એ બીજ સે ઉપન્યા, બીજમાં અંતરજામી..

  • મારા વીરા કૌન બીજ તુમ માન્યો ? રે હો જી…૦
    અગમ અગોચર બીજ કહાવે, બીજ વિના નહીં કોઈ રે હો… જી…
    અશુભ પદારથ બસજ માનકે બૈઠા સર્વસ ખોઈ..
  • મારા વીરા કૌન બીજ તુમ માન્યો ? રે હો જી…૦
    સ્ત્રી પુરુષ્ાકા જોડા મિલાકે વિષ્ાય ભોગ કરાવા રે હો… જી…
    વીર્ય બીજને સત્ય જ માની, મન અભિમાન ધરાવો..
  • મારા વીરા કૌન બીજ તુમ માન્યો ? રે હો જી…૦
    વિષ્ાયી ગુરવા વિષ્ાયી ચેલા, ચેલી વિષ્ાય ભરેલી રે હો… જી…
    બાલા સુંદરી પાટ મંડાવો ભજન કી એલી કરેલી..
  • મારા વીરા કૌન બીજ તુમ માન્યો ? રે હો જી…૦
    રજસ્વલાનાં પૂજન કરતાં આભડછેટ નહીં આવે રે હો… જી…
    વેદ નિતિ મર્યાદા તોડી અધમ ગતિને પાવે…
  • મારા વીરા કૌન બીજ તુમ માન્યો ? રે હો જી…૦
    વામપંથ કાપાલિક કિરિયા અસુર લોગ ચલાવી રે હો… જી…
    સ્વામી સરજયુગિરિ અનુભવ કરકે સાંચી બાત બતાઈ..
  • મારા વીરા કૌન બીજ તુમ માન્યો ? રે હો જી…૦
    અર્વાચીન સમયના સાધક સંત-કવિ સરજ્યુગિરીજી બલોલના ‘જોશીમઠ’ના મહંત હતા, એમણે ૪૦૦ વધુ પદ્ય રચનાઓનું સર્જન કરેલું છે. જેમાં આરતી, સ્તુતિ, ગરબી, ગરબા, ગુરુમહિમા, તિથિ,વાર, થાળ,ધોળ,કીર્તન,સ્તુતિ, ગાયન,બારમાસી, ગઝલ, પ્રભાતિયાં અને આખ્યાનો તથા કેટલી દ્રષ્ટાંતકથાઓનું સંકલન આપતો ૬૯૬ પાનાંનો ગ્રંથ: ‘અનુભવ પ્રકાશ મુક્તાવલી ૧-ર’ નામે પ્રકાશિત થયેલ છે. (આ.૧, ૧૯૪૬. પ્રકા. ડાહ્યાભાઈ મોતીલાલ પટેલ, સરસપુર, વાસણશેરી, મુમનાવાડ,અમદાવાદ. )
    ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ… (મૂળ પ્રાચીન કીર્તન રચના પરથી.)
    ભલી એકાદશી, એકાદશી કરવાથી કારજ શુભ થાય છે..
    જેણે એકાદશી વ્રત કીધાં છે, એણે વૈકુંઠ ડંકા દીધા છે,
    એણે જનમ સફળ કરી લીધા છે…
  • ભલી એકદશી, એકાદશી કરવાથી કારજ શુભ થાય છે…
    વ્રત એકાદશીનાં સારાં છે, વૈષ્ણવને મન બહુ પ્યારાં છે,
    જે કરીને મનડાં માર્યાં છે..
  • ભલી એકદશી, એકાદશી કરવાથી કારજ શુભ થાય છે…
    જે વ્રત કરીને હરિગુણ ગાવે, તે નિશ્ચે વૈકુંઠમાં જાવે,
    એનાં જનમ મરણ દુ:ખડાં જાવે..
  • ભલી એકદશી, એકાદશી કરવાથી કારજ શુભ થાય છે…
    સ્વામી સરજ્યુગિરી લીધો લ્હાવો, પછે નહીં મળશે આવો દાવો, નહીં સમજો તો પડશે પસ્તાવો..
    -ભલી એકદશી, એકાદશી કરવાથી કારજ શુભ થાય છે…

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker