ધર્મતેજ
સુભાષિતનો રસાસ્વાદ
आरंभ गुर्वी क्षयिणी क्रमेण, लध्वी पुरा वृद्धिमतीश्च पश्चात् ॥
दिनस्य पूर्वार्ध परार्ध भिन्ना, छायेव मैत्री खल सज्जनानाम् ॥ 42॥
- સુભાષિત સંગ્રહ
ભાવાર્થ: શરૂઆતમાં મોટી અને ધીમે ધીમે ઓછી થનારી એવી દિવસના પૂર્વાર્ધ ભાગની છાયા દુર્જનની મિત્રતા જેવી હોય છે, જ્યારે પહેલાં નાની અને અનુક્રમે મોટી થનારી એવી સજ્જનની મિત્રતા હોય છે. તો કહેવાય છે કે સજ્જન અને દુર્જનની મિત્રતામાં આ પ્રકારનો તફાવત છે. અસ્તુ.
સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઈ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઈ)