ધર્મતેજ
સુભાષિતનો રસાસ્વાદ
-સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઇ)
શ્લોક
सुखस्य दुखस्य न कोडपि दाता
परो ददातिति कुबुद्धि रेखा ॥
अहं करोमिति वृधाभिमाने
स्वकर्म सूत्र ग्रथितो हि लोक ः ॥ 37 ॥
ભાવાર્થ : સુખ કે દુ:ખ કોઇ કોઇને પણ આપતું નથી, બીજા માણસો દુ:ખ આપે છે એ કુબુદ્ધિનો એક વિચાર છે, આ બધું જગતમાં કે વ્યવહારમાં હું જ કરું છું એ સર્વથા મિથ્યાભિમાન છે, કારણકે આખા જગતના લોકો પોતપોતાના કર્માનુસાર ગુંથાયેલા છે. અસ્તુ.