ધર્મતેજ

શ્રીકૃષ્ણ માત્ર બંસીધર અને ચક્રધર જ નથી અધ્યાત્મવિદ્યાના સમર્થ જ્ઞાતા પણ છે

જીવનનું અમૃત -ભાણદેવ

(ગયા અંકથી ચાલુ)
મહાભારતના યુદ્ધના પ્રારંભે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને શ્રીમદ્ભગવદ્ગીતા કહે છે, તે જ રીતે યાદવાસ્થલીના પ્રારંભે ભગવાન ઉદ્ધવજીને પણ અધ્યાત્મવિદ્યાનો ઉપદેશ આપે છે અને તે છે – ઉદ્ધવગીતા!
ઉદ્ધવજી ભગવાનને કહે છે-
ટશ્ર્નપળડ્ર ધમધ્ટપણમદ્મપણધ્ટક્ષળર્ફૈ
લમૃસપ઼િફપઇૂંઞ્છરુઢશ્રઞ્રપ્ર
રુણરુમૃઞ્ઞઢફિવપૂ વ મૈરુઘણળરુધટન્નટળજ્ઞ
ણળફળ્રૂર્ઞૈ ણફલર્ઈૈં યફર્ઞૈ પ્ક્ષદ્મજ્ઞ॥

  • હપિડ્ર ધળઉંમટ; ૧૧-૭-૧૮
    “હે પ્રભુ! હું આપને શરણે આવ્યો છું. ચારે બાજુથી દુ:ખોરૂપી દાવાગ્નિથી બળીને હું વિરક્ત થયો છું. આપ સર્વથા નિર્દોષ, દેશકાળથી અપરિચ્છિન્ન, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, અવિનાશી અને વૈકુંઠલોકના નિવાસી છો. હે નરસખા નારાયણ આપ મને ઉપદેશ આપો.

ઉદ્ધવજીની આ શરણાગતિ અને અધ્યાત્મના ઉપદેશની પ્રાર્થનાનો સ્વીકાર કરીને ભગવાન શ્રીકૃષ્ણ તેમને જે અધ્યાત્મવિદ્યાનો ઉપદેશ આપે છે, તેને આપણે ‘ઉદ્ધવગીતા’ કહીએ છીએ, જે શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંધાન્તર્ગત છે.

આમ અર્જુનજી અને ઉદ્ધવજી તો ભગવાન શ્રીકૃષ્ણના અંતરંગ શિષ્યો છે જ, પરંતુ તદુપરાંત અન્ય અનેક જિજ્ઞાસુઓ ભગવાન પાસેથી અધ્યાત્મ માર્ગદર્શન પામ્યા છે. વિદુરજી, પિતામહ ભીષ્મ, કુંતાજી, દ્રૌપદી, યુધિષ્ઠિર આદિ સૌ ભગવાન શ્રીકૃષ્ણને માર્ગદર્શક ગુરુ જ ગણે છે.

આમ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા શ્રીમદ્ ભગવદ્ગીતા, ઉદ્ધવગીતા, ઉત્તરગીતા આદિ મહામૂલ્યવાન ગ્રંથો દ્વારા અધ્યાત્મના અપરંપાર તત્ત્વોનું રહસ્યોદ્ઘાટન થયું છે.
ભગવાન શ્રીકૃષ્ણ એક આદર્શ ગુરુ પણ છે જ!

૧૩. અધ્યાત્મવિદ્યા વિશારદ
ભગવાન શ્રીકૃષ્ણ માત્ર બંસીધર અને ચક્રધર જ નથી. ભગવાન અધ્યાત્મવિદ્યાના સમર્થ જ્ઞાતા પણ છે જ! ભગવાન શ્રીકૃષ્ણના અધ્યાત્મવિદ્યાના ત્રણ ગ્રંથો તો જગપ્રસિદ્ધ છે – શ્રીમદ્ ભગવદ્ગીતા, ઉત્તર ગીતા અને ઉદ્ધવગીતા, શ્રીમદ્ ભગવદ્ગીતા અને ઉત્તરગીતા અર્જુનને ઉદ્દેશીને કહેવાયેલી છે; અને ઉદ્ધવગીતા ઉદ્ધવજીને ઉદ્દેશીને કહેવાયેલી છે.

આ ત્રણેય ગ્રંથોમાં અધ્યાત્મવિદ્યાના પ્રધાનતત્ત્વો ઠાંસી ઠાંસીને ભરેલાં છે. તેમાં પણ શ્રીમદ્ ભગવદ્ગીતા વિશે તો એમ કહેવાય છે કે અધ્યાત્મવિદ્યાના ગ્રંથ લેખે શ્રીમદ્ ભગવદ્ગીતાની તોલે આવે તેવા ગ્રંથની રચના થવાનું હજુ બાકી છે. અધ્યાત્મવિદ્યાનો એવો કોઈ પ્રશ્ર્ન નથી, જેનો ઉત્તર શ્રીમદ્ ભગવદ્ગીતામાં ઉપલબ્ધ ન હોય!
આમ બન્યું કેવી રીતે?

આમ બનવા પાછળ એક જ કારણ છે- ભગવાન શ્રીકૃષ્ણ અધ્યાત્મવિદ્યાના સમર્થ જ્ઞાતા છે. ભગવાન શ્રીકૃષ્ણ અધ્યાત્મવિદ્યાના વિશારદ છે.

૧૪. જીવનનિષ્ઠ અધ્યાત્મ
ભગવાન શ્રીકૃષ્ણના અધ્યાત્મની એક મૂલ્યવાન લાક્ષણિકતા એ છે કે આ અધ્યાત્મ જીવનનિષ્ઠ અધ્યાત્મ છે.

ભારતીય ધર્મમાં, ભારતીય અધ્યાત્મવિદ્યામાં કેટલાંક નઠારાં તત્ત્વો ઘૂસી ગયાં છે.

(૧) જીવનવિમુખતા
આ પૃથ્વી પરના જીવનને એક સજા માનીને તેમાંથી મુક્ત થઈને ક્યાંક અન્ય લોકમાં ચાલ્યા જવાની ધારણા – આ જીવનવિમુખતા છે.

(૨) જીવન દુ:ખપૂર્ણ છે
આ પૃથ્વી પરનું જીવન સ્વરૂપત: જ દુ:ખપૂર્ણ છે, તેવી ભ્રામક ધારણા આપણા મનમાં દૃઢમૂલ બની ગઈ છે.

(૩) જીવનના પાયામાં અવિદ્યા છે.

આ જીવન અને અસ્તિત્વ-પાયામાં અવિદ્યા છે. આ બધું માયાજનિત છે અને તેથી બધું મિથ્યા છે, આવી ભ્રામક ધારણા ઘર કરી ગઈ છે.
(૪) જીવન પ્રત્યે નિષેધક દૃષ્ટિકોણ
પ્રભુની આ સુંદર સૃષ્ટિ આપણને જીવવા જેવું નહિ, પરંતુ તજવા જેવું સ્થાન, છટકી જવા જેવું સ્થાન લાગે છે. જીવન પ્રત્યેના આ નિષેધક દૃષ્ટિકોણને કારણે આપણે ક્યારેય જીવનને મનભર જીવી શકતા નથી.

ભગવાન શ્રીકૃષ્ણપ્રણીત અધ્યાત્મ આ વિશે શું કહે છે?

(૧) મંગલમય પ્રભુની મંગલ સૃષ્ટિમાં આ મંગલમય જીવન તો પ્રભુનો ઉપહાર છે, પ્રભુનો પ્રસાદ છે.

આ છે શ્રીકૃષ્ણનું જીવનનિષ્ઠ અધ્યાત્મદર્શન!

(૨) સર્વ પ્રાણીઓ અને સમગ્ર અસ્તિત્વ આનંદમાંથી પ્રગટ થાય છે, આનંદમાં જીવે છે અને આખરે આનંદમાં પ્રવેશ પામે છે.

(૩) જીવન અને અસ્તિત્વના પાયામાં માયા નથી, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા છે. આ છે જીવનનિષ્ઠ અધ્યાત્મ!

(૪) આ જગત જીવવા જેવું સ્થાન છે અને જીવન મંગલમય પ્રભુનો ઉપહાર છે, તેથી જીવવા જેવું છે.

આ જીવનનો મનભર સ્વીકાર થવો જોઈએ.

આવું છે ભગવાન શ્રીકૃષ્ણનું જીવનનિષ્ઠ અધ્યાત્મ!

૧૫. યોગેશ્ર્વર શ્રીકૃષ્ણ
ભગવાન શ્રીકૃષ્ણ બંસીધર તો છે જ, ભગવાન શ્રીકૃષ્ણ ગોપાલ પણ છે જ, પરંતુ તેથી પણ અધિક ભગવાન શ્રીકૃષ્ણ યોગેશ્ર્વર પણ છે જ!

શ્રીમદ્ ભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણ માટે યોગેશ્ર્વર કે તદર્થક શબ્દોનો પ્રયોગ ૩૧ સ્થાને થયો છે. ભગવાન શ્રીકૃષ્ણને યોગેશ્ર્વર સિદ્ધ કરવા માટે આથી મોટું પ્રમાણ અન્ય કયું હોઈ શકે?

શ્રીમદ્ ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયમાં યોગ વિદ્યાનું સંક્ષિપ્ત પણ ગહન કથન છે, તેમ જ્ઞાનેશ્ર્વર મહારાજ તેમની ગીતા પરની ટીકા ભાવાર્થ દીપિકામાં સિદ્ધ કરે છે.

ભગવાન શ્રીકૃષ્ણનાં અનેક સ્વરૂપ છે. તે સ્વરૂપોમાંનું એક મહત્ત્વપૂર્ણ સ્વરૂપ છે – યોગેશ્ર્વર શ્રીકૃષ્ણ.

૧૬. સાધક શ્રીકૃષ્ણ
શ્રીકૃષ્ણ તો ભગવાન છે અને ભગવાન સાધક પણ હોય?

હા, ભગવાન અવતાર ધારણ કરીને આવે ત્યારે માનવસ્વરૂપે આવે છે. અવતાર પુત્ર, પિતા, પતિ, શિષ્ય – બધું બને છે, તેમ અવતાર સાધક પણ બને છે. તદનુસાર ભગવાન શ્રીકૃષ્ણ સાધક પણ છે જ!

ભગવાન વ્યાસદેવજી શ્રીમદ્ ભાગવતના એક અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણની નિત્યચર્યાનું કથન કરે છે.

વહેલી સવારે ઊઠીને સૌથી પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ શું કરે છે? હજુ અષ્ટ પટ્ટરાણીઓમાંથી કોઈ ઊઠ્યાં નથી, ત્યારે સૌથી પહેલા અને સૌથી વહેલા જાગ્રત થઈને ભગવાન શ્રીકૃષ્ણ શું કરે છે? ભગવાનની દિનચર્યાનો પ્રારંભ કઈ ક્રિયાથી થાય છે?

ભગવાન વ્યાસદેવજી લખે છે-
રૂૄળસ્ત્ર પૂવક્ષ્ટૃ ઈટ્ટઠળ્રૂ મળ્રૂૂૃક્ષ શ્ર્નક્ષૈશ્ર પળઢર્મીં
ડદ્વ્રૂળે પ્લધ્ણઇંફઞ અળટ્ટપળર્ણૈ ટપર્લીં ક્ષફપ્ર॥
-હપિડ્ર ધળઉંમટ; ૧૦-૭૦-૪
“ભગવાન શ્રીકૃષ્ણ પ્રતિદિન બ્રાહ્મમુહૂર્તમાં જાગ્રત થઈ જાય છે અને હાથ-મુખ ધોઈને પોતાના માયાતીત આત્મસ્વરૂપનું ધ્યાન કરે છે. તે વખતે તેમનું રોમરોમ આનંદથી ખીલી ઊઠે છે.
જુઓ! જુઓ! ભગવાન શ્રીકૃષ્ણ પણ પોતાની દિનચર્યાનો પ્રારંભ ધ્યાનથી કરે છે!

આ છે ભગવાન શ્રીકૃષ્ણનું સાધક તરીકેનું સ્વરૂપ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button