ધર્મતેજ
જગતનો માલિક કદી પોતાનાં સંતાનોને મારે ખરો?
આચમન -અનવર વલિયાણી
ભરદરિયે જઈ રહેલી હોડીમાં થોડા માથાફરેલા યુવાનો વચ્ચે એક સંત પણ હતા. અચાનક વાવાઝોડું ત્રાટક્યું. હોડી હાલકડોલક થવા માંડી. બધાના જીવ તાળવે આવી પહોંચ્યા. સંત તો સ્વસ્થપણે પ્રાર્થના કરતા રહ્યાં. સંતની ઠેકડી કરનારા જુવાનોની બોલતી બંધ થઈ ગઈ. આ ભયપ્રેરિત વાતાવરણમાં પહાડ જેવડાં ઊછળતાં મોજાં વચ્ચે આકાશવાણી થઈ:
- `ભક્ત, તને હું ડૂબવા નહીં દઉં, પણ તું કહેતો હોય તો તારી ઠેકડી કરનારા આ બધાને ડૂબાવી દઉં…!’
- સંતે તરત કાને હાથ મૂકી દીધાં: `ના,ના, આ વાણી અને આ શબ્દો વણદેખા ઈશ્વર-પરવરદિગારના ન હોઈ શકે.
- માલિકની નજરમાં પાપી અને પુણ્યશાળી બધા સરખા હોય છે. આ જનાબ તો
સેતાનની છે.’ - `તો શું કરુ બોલ?’ ફરી આકાશવાણી થઈ.
- `ઉગારી લઉં તમને સૌને? ચિંતા
નહીં કરતો.’ - તરત સંતે પોતાના બંને હાથ દુઆ-પ્રાર્થનાની સ્થિતિમાં ઊંચા કર્યા. યાચના કરી
- અને તરત વાવાઝોડું શાંત પડી ગયું.
- હવા સ્વસ્થ થઈ ગઈ.
- સમંદર સ્થિર થઈ ગયો.
સનાતન સત્ય: - માલિક કોઈને મારતો નથી.
- જેણે પોતાના હાથે દુનિયા બનાવી,
- સૂરજ-ચંદ્ર અને સિતારા સર્જ્યા,
- વૃક્ષ-વનસ્પતિ, પહાડો-ખીણો અને જંગલો સર્જ્યાં,
- નરી આંખે દેખાય નહીં એવાં જીવજંતુથી માંડીને વિરાટ કદના ગેંડા અને હાથી બનાવ્યા-એ આ સૃષ્ટિનો કીમિયાગર પોતે શા માટે પોતાના સર્જનનો નાશ કરે? -જિસને સારા ખલક બનાયા સૂરજ-ચાંદ-સિતારે, દુનિયા કી હર ચીજ બની હૈ
જિસ કે એક ઈશારે… - એવો પરવરદિગાર (જગતનો મહાન સર્જનહાર) કદી કોઈને મારતો નથી.
- પોતાનાં કહેવાતાં સુખસગવડ માટે માણસ કુદરત સામે જંગે ચડે છે.
- નદીઓને નાથવા માણસ બંધો બાંધે છે.
- સ્કાયક્રેપર એટલે કે ગગનચુંબી ઈમારતો બાંધવા માણસ જંગલો કાપે છે,
- પોતાને માટે સુશોભિત વસ્ત્રો, કમરપટ્ટા, પર્સ કે પગરખાં બનાવવા મૂગા જીવોની
બેરહમ કતલ કરે છે છતાં પરવરદિગાર કશું બોલતો નથી. - એની દયા તો જેવી છે તેવી વરસતી
રહે છે. - એ ગુસ્સો કરે તો કોના પર કરે?
- પોતાની ઔલાદ પર?
- પોતાના ફરજંદ પર? શા માટે
ગુસ્સો કરે? - વડીલોએ સાચું કહ્યું છે,
- માવતર કદી કમાવતર થતાં નથી.
- સંતાન ચાહે ગમે તેમ કરે,
- માવતર તો માવતર રહે છે.
વ્હાલા વાચક બિરાદરો! - ફરીફરીને ભરદરિયે તોફાનમાં ફસાયેલી હોડીમાં સંતે ઉચ્ચારેલા શબ્દો યાદ આવે છે:
- માલિક કદી કોઈને મારતો નથી,
- માણસ માણસને મારવાની વાતો
કરે છે.