શિવ રહસ્ય : હવન કુંડથી બહાર આવો નરકાસુર…

ભરત પટેલ
અસુરગુરુ શુક્રાચાર્ય દેવર્ષિ નારદને કહે છે, ‘તમે કોણ છો? એ બાબતે હું હંમેશાં તમને ઓળખવામાં ભૂલ કરું છું, મને માફ કરો.’ ભોઠા પડેલાં દેવર્ષિ નારદ કહે છે, ‘શુક્રાચાર્ય તમે તો વંદનના અધિકારી છો, હું કંઈ જ નથી, હું ફક્ત પરમપિતા બ્રહ્માજીનો માનસપુત્ર, મારા આરાધ્ય શ્રીહરિ વિષ્ણુનો ભક્ત અને દેવાધિદેવ ભગવાન શિવનો અનુચર છું. આ ત્રિદેવોના આદેશનું પાલન કરવું જ મારા જીવનનો ઉદ્દેશ છે. તમારા જીવનનો ઉદ્ધાર ભગવાન શિવ દ્વારા જ શક્ય છે.’ આટલું કહી દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લે છે. બીજી તરફ કૈલાસ ખાતે માતા પાર્વતી ભગવાન શિવની પૂજા અર્ચના માટે પધારે છે તેઓ ભગવાન શિવને ગજચર્મ ધારણ કરેલા જોઈ હર્ષ અનુભવે છે અને કહે છે, ‘સ્વામિ તમે જ્યારે જ્યારે આ ગજચર્મ ધારણ કરો છો ત્યારે ખૂબ જ આકર્ષક લાગો છો, અને પુત્ર ગણેશની યાદ આવે છે.’ માતા પાર્વતી દ્વારા ભગવાન ગણેશને યાદ કરાતાં ભગવાન ગણેશ ત્યાં પ્રગટ થાય છે. ભગવાન ગણેશ માતા પાર્વતી અને પિતા ભગવાન શિવના આશીર્વાદ લે છે.
ભગવાન શિવ કહે છે, ‘ગણેશ દરેકે સમજવું જોઈએ કે લગ્ન બાદ નવા સંબંધમાં જોડાવું એ યોગ્ય છે પણ જૂના સંબંધો ભૂલી જવા યોગ્ય નથી. ભક્તો બહુ શંકાળુ હોય છે તેઓ ઇચ્છે છે કે તેમના આરાધ્ય એક જ બૂમમાં તેમની પાસે પહોંચી જાય. ઘણીવાર આરાધ્ય જલદી દર્શન ન દેતાં તેઓ ચિંતામાં ઘેરાઈ જાય છે. તમારા ભક્તોને શંકા અને ચિંતાથી દૂર કરો. તમે પ્રથમ પૂજય છો તમારા ભક્તો પ્રત્યેની જવાબદારી કોઈપણ દેવતાથી વધુ છે.’ સમજદાર ભગવાન ગણેશ કહે છે, ‘આપના માર્ગદર્શનથી હું સંતુષ્ટ છું.
આ પણ વાંચો : શિવ રહસ્ય : દુષ્ટ શક્તિઓના વિનાશ માટે હું હંમેશાં તૈયાર છું
દરેક ભક્તો સાથે હું મધુર સંબંધ સ્થાપિત કરીશ.’ વ્યથિત માતા પાર્વતી કહે છે, ‘ગણેશ, તમે દરેક ક્ષેત્રે સફળ થાઓ એવા મારા આશીર્વાદ?’ એ જ સમયે અસુરગુરુ શુક્રાચાર્ય ત્યાં પધારે છે અને કહે છે, ‘પ્રભુ તમે કૃપાનિધાન અને દયાળુ છો, આત્મહત્યા કરવા જઈ રહેલા આ મૂર્ખને માર્ગદર્શન આપવા તમે દેવર્ષિ નારદને મોકલ્યા, હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. તમારો આભાર વ્યક્ત કરવા હું અહીં આવ્યો છું.’ ભગવાન શિવ તેમને કહે છે, ‘દૈત્ય જાતિનો ઉત્થાન તમારા જ હાથમાં છે શુક્રાચાર્ય. હું તમને આશ્ર્વાસન આપું છું કે તમે હવે જે દૈત્યને દૈત્યજાતિના ઉત્થાન માટે પ્રેરિત કરશો તેનો વધુ હું નહીં કરું.’સામે ઊભેલા ભગવાન ગણેશને જોઈ અસુરગુરુ શુક્રાચાર્ય કહે છે, ‘એટલે પ્રભુ તમારી ઇચ્છા શું ગણેશ દ્વારા દૈત્યોનો વિનાશ કરવાની છે, તેમને કહો કે દૈત્યોને પણ જીવવાનો અધિકાર છે.
’ આટલું સાંભળતાં જ ક્રોધિત થયેલા ભગવાન ગણેશ કહે છે, ‘પિતાશ્રી તમે શુક્રાચાર્યને ચેતવણી આપી જ રાખો કે, તમે દૈત્યોને નીતિ અને ન્યાયનું જ્ઞાન આપે જેથી તેઓ નીતિથી વિમુખ થઈ અન્યાય ન કરે. સંસારમાં અરાજકતા ફેલાવનાર દુષ્ટ શક્તિઓના વિનાશ માટે હું હંમેશાં તૈયાર છું.’ જરૂરી ચેતવણી ભગવાન ગણેશ દ્વારા અપાઇ ગઈ હોવાથી ભગવાન શિવ તેમને કહે છે, ‘જાઓ શુક્રાચાર્ય, તમારા કાર્યને આગળ વધારો.’
આ પણ વાંચો : શિવ રહસ્ય: જે દિવસે હું પોતાને દેવોના ઋષિ તરીકે માનીશ એ દિવસથી મને અભિમાન આવી જશે ને હું મારા હરિથી દૂર થઈ જઇશ
ભગવાન શિવના આશીર્વાદ લઈ અસુરગુરુ શુક્રાચાર્ય પોતાના આશ્રમ પહોંચે છે. તેમને ખબર નથી પડતી કે અસુર નરકાસુરને ફરી પૃથ્વીલોક કઈ રીતે લાવી શકાય. તેઓ તુરત નરકલોક પહોંચે છે. તેઓ જુએ છે કે મહાકાય નરકાસુર સૂતેલો છે. તેઓ તેને જગાડવાની કોશિશ કરે છે પણ નરકાસુરને તેની કોઈ અસર થતી નથી. શુક્રાચાર્ય પોતાની જળવિદ્યાથી અસંખ્ય સૈનિકોને ઉત્પન્ન કરે છે અને એ સૈનિકોને આદેશ આપે છે કે નરકાસુરને ઊઠાડવામાં આવે. અસંખ્ય સૈનિકો તેને ઉઠાડવાની કોશિશ કરે છે પણ તે ઊઠતો નથી. થાકીને શુક્રાચાર્ય તેમને આદેશ આપે છે કે, ‘સૈનિકો જાઓ નરકાસુરના કાન પાસે વાજિંત્રો વગાડો.’ સૈનિકો વાજિંત્રો વગાડે છે પણ તેની કોઈ અસર નરકાસુરને થતી નથી.
શુક્રાચાર્ય સૈનિકો ફરી આદેશ આપે છે કે તમારી સુરક્ષા માટે આપેલા ભાલાથી નરકાસુરને ઉઠાડવાકમાં આવે. સૈનિકો ભાલાથી નરકાસુરને ઉઠાડવાની કોશિશ કરે છે ફરી તેઓ નાકામ થાય છે. થાકી હારેલા શુક્રાચાર્ય નરકાસુરને તેમના કમંડળના જળથી ઉઠાડે છે.
આ પણ વાંચો : શિવ રહસ્ય : તારા થૂંકને શું ગંગાજળ જેવું પવિત્ર માને છે કે ઊભા થવાની તસ્દી પણ ન લીધી?
નરકાસૂર: ‘કોણ છો તમે? મને નિદ્રામાંથી કેમ ઉઠાડી રહ્યા છો.’
શુક્રાચાર્ય: ‘હું અસુરગુરુ શુક્રાચાર્ય, અસુર સમાજના ઉત્કર્ષ માટે કોઈ અસુર બચ્યો નથી, હવે તમે જ એક છો જે અસુર સમાજના તારણહાર બની શકો.’
શુક્રાચાર્ય આટલું બોલે ત્યાં સુધીમાં નરકાસુર ફરી સૂઈ જાય છે. શુક્રાચાર્ય તેમની યોગઅગ્નિમાં નરકાસુરને મૂકી દે છે.
શુક્રાચાર્ય ફરી પોતાના આશ્રમ આવે છે અને પોતાના યજ્ઞ કૂંડમાં અગ્નિનું આવાહન કરે છે. યજ્ઞકૂંડમાં અગ્નિ પ્રજ્વલિત થતાં શુક્રાચાર્ય પોતાની મંત્ર વિદ્યાથી નરકાસુરનું આવાહન કરે છે. અગ્નિમાં સમાયેલો નરકાસુરે અગ્નિમાંથી બહાર નીકળતો નથી.
શુક્રાચાર્ય: ‘હવન કુંડથી બહાર આવો નરકાસુર, સામાન્ય રૂપમાં મારી સમક્ષ ઉપસ્થિત થાઓ.’
નરકાસુર પાસે કોઈ વિકલ્પ ન હોવાથી તે સામાન્ય રૂપમાં શુક્રાચાર્ય સમક્ષ ઉપસ્થિત થાય છે.’
આ પણ વાંચો : શિવ રહસ્ય: કોઈપણ માનવ શ્રદ્ધાથી ગંગાસ્નાન કરે તો તેનાં પાપ શું ખરેખર ધોવાઈ જતા હશે?
નરકાસુર: ‘દૈત્યગુરુ શું ઇચ્છા છે તમારી.’
શુક્રાચાર્ય: ‘મારા અસંખ્ય પ્રયાસોથી તમે પૂર્ણ રૂપે જાગી ગયા છો.’ તમે એક મહાબલી, મહાપરાક્રમી અને મહાન યોદ્ધા છો. તમને મહાન માતા અદિતીની સૌગંધ છે તમે દૈત્ય સંસ્કૃતિનું ઉત્થાન કરો.’
નરકાસુર: ‘માતા અદિતીના નામ પર હું કંઈ પણ કરવા તૈયાર છું, કહો ગુરુદેવ.’
શુક્રાચાર્ય: ‘હવે તમે પૂર્ણ રૂપે જાગૃત છો, હવે તમે એવા કાર્ય કરો કે ત્રણે ય લોક પર અસુર સામ્રાજયનો જયજયકાર થાય અને દૈત્ય શત્રુઓનો વિનાશ થાય.
નરકાસુર: ‘ગુરુદેવ…. કોણ છે આ દૈત્ય શત્રુ, મને જણાવો હું એમને કાચા જ ગળી જઈશ.’
શુક્રાચાર્ય: ‘આટલા ઉતાવળે ઉત્તેજિત ન થાઓ અને દૈત્ય શત્રુને એટલા કમજોર પણ ન સમજવા. હું તમને જણાવીશ કે કયારે અને કઈ રીતે તેમનો વિનાશ કરવો. તમે ત્રણેય લોકો પર વિજય મેળવવા આગળ વધો.’
આ પણ વાંચો : શિવ રહસ્ય: એવું વરદાન આપો કે મારું શરીર સુવર્ણ જેવું થઈ જાય ને હું પરમ સુંદરી બનું
નરકાસુર: ‘ગુરુદેવ તમારી દરેક વાત મને સમજાઈ ગઈ છે. હવે આદેશ આપો ગુરુદેવ…’
શુક્રાચાર્ય: ‘અધિરા ન બનો નરકાસુર…’
નરકાસુર: ‘ગુરુદેવ મેં ઘણા વરસો ઊંઘમાં કાઢી નાખ્યા છે. મારું શરીર પૂર્ણરૂપે શક્તિમાન છે. તમે ફક્ત આદેશ આપો.’
શુક્રાચાર્ય: ‘નરકાસુર તમે તપસ્યા કરો.’
નરકાસુર: ‘ગુરુદેવ તપસ્યા કરીને મને શું મળશે?’
શુક્રાચાર્ય: ‘નરકાસુર સંસારની તમામ શક્તિઓ ત્રિદેવો પાસેથી જ મળી શકે.’
નરકાસુર: ‘આ ત્રિદેવ કોણ છે? કે જેમની પાસેથી આપણે શક્તિ મેળવી શકીએ.’
શુક્રાચાર્ય: ‘ત્રિદેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી, વિષ્ણુજી સૃષ્ટિના પાલક છે અને મહેશ સૃષ્ટિના સંહારક છે. આ શક્તિઓને તપસ્યાથી પ્રસન્ન કરી તમે ઇચ્છિત વરદાન મેળવી શકો છો. તમારા પિતા અને દાદાશ્રીએ પણ ઇચ્છિત વરદાન મેળવ્યા હતા.’
આ પણ વાંચો : શિવ રહસ્ય : કામ્યાખ વનમાં જે યુગલ તપસ્યા કરશે તેમની દરેક મનોકામના પૂર્ણ થશે…
નરકાસુર: ‘વરદાન મેળવીને પણ તેમનો વધ થયો તો મારું ભવિષ્ય શું?’
શુક્રાચાર્ય: ‘મેં ચિંધેલા માર્ગ પર ચાલશો તો, અથાગ શરીરના સ્વામી નરકાસુર તમે વરદાન મેળવી ત્રણેય લોકો પર રાજ કરશો.’
નરકાસુર: ‘ગુરુદેવ તો હવે મારે શું કરવું જોઈએ’
શુક્રાચાર્ય: ‘નરકાસુર તમારે બ્રહ્માજીની આરાધના કરી ચારેય વેદનું જ્ઞાન અને ત્રિદેવ વધ ન કરી શકે એવું વરદાન માંગવું.’
નરકાસુર: ‘ગુરુદેવ ફક્ત બ્રહ્માજીની તપસ્યા શું કામ? અને વરદાનમાં શક્તિ અને અમરતા ન માંગી શકાય’
શુક્રાચાર્ય: ‘નરકાસુર સમજવાની કોશિશ કરો તમારા પિતાએ પણ મારી વાત ન માનતાં પોતાને ગમતાં વરદાન માંગી પોતાના પતનનો માર્ગ નિશ્ર્ચિત કર્યો હતો.
(ક્રમશ:)



