શિવ રહસ્ય : કામ્યાખ વનમાં જે યુગલ તપસ્યા કરશે તેમની દરેક મનોકામના પૂર્ણ થશે…

ભરત પટેલ
બુધ અને માતા તારા દેવગુરુ બૃહસ્પતિની સલાહ મેળવી ભગવા વેશ ધારણ કરી પૃથ્વીલોક તરફ પ્રયાણ કરે છે. પ્રયાણ દરમિયાન તેમના પર દેવર્ષિ નારદની દૃષ્ટિ પડે છે. દેવર્ષિ નારદ તેમને પૂછે છે કે, બુધ તમે અને તારા આ ભગવા વેશમાં કયાં જઈ રહ્યા છો. દુ:ખી બુધ કહે છે, દેવર્ષિ અમારો પીછો છોડો, અને તમારા કામમાં વ્યસ્ત રહો, પણ હઠીલા દેવર્ષિ નારદ સમજે એવા નથી એટલે કહે છે, દેવગુરુ બૃહસ્પતિ મારા પણ ગુરુ છે, હું તેમની પાસેથી જાણી જ લઈશ. કંટાળેલા બુધ અને તારા પૃથ્વીલોક તરફ પ્રયાણ કરે છે તો દેવર્ષિ નારદ દેવગુરુ બૃહસ્પતિને મળવા સ્વર્ગલોક તરફ પ્રયાણ કરે છે. ઇક્ષ્વાકુવંશી રાજા ઈલ તેમના શયનકક્ષમાં નિદ્રાધીન હોય છે. અચાનક નિદ્રા તૂટતાં જૂએ છે કે રાણી વિજયા ઝરુખા સામે ઊભા છે. પૂછતાં રાણી વિજયા જણાવે છે કે, મહારાજ આપણા લગ્નને 12-12 વર્ષ વિતી ગયા છે, હજી સુધી આપણે રાજ્યને રાજકુમાર આપી શક્યા નથી. પ્રજાજનો રાજકુમારની પ્રતિક્ષા કરી રહ્યા છે. રાજા ઈલ રાજવૈદ્યને બોલાવે છે અને કહે છે: રાજવૈદ્યજી અમારા લગ્નને 12-12 વર્ષ વિતી ગયા છે પ્રજાજનો રાજકુમારની પ્રતિક્ષા કરી રહ્યા છે. તમે ઉત્તમ ઔષધી અમને આપો જેથી પ્રજાજનોની ઇંતજારીનો અંત આવે. રાજા ઈંલના આદેશથી રાજવૈદ્ય ઔષધી બનાવી રાજા ઈંલ અને રાણી વિજયાને આપે છે. ફરી પાછો સમય વિતવા માંડયો. એક રાતે રાજા ઈંલે રાણી વિજયાને ફરી ઝરુખે ઊભેલા જોયાં. તેઓ વિચલીત થયા અને બીજે દિવસે રાજજ્યોતિષને બોલાવ્યા. રાજ જ્યોતિષે જણાવ્યું કે, મહારાજ રાણી વિજયાની કુંડળીમાં સંતાન યોગ જ નથી, પણ તમારી કુંડળીમાં સંતાન યોગ અવશ્ય છે. હું એમ ધારું છું કે તમારે બીજા લગ્ન કરવા જોઈએ, જેથી રાજ્યને રાજકુમારની પ્રાપ્તિ થાય. એ જ સમયે બુધ તેમની સમક્ષ ઉપસ્થિત થાય છે. મહારાજ ઇલ કહે છે, બોલો તપસ્વી તમારી શું સેવા કરી શકું? બુધ મહારાજ ઈલને કહે છે કે હું અને મારી માતા કામ્યાખ વનમાં આરાધના કરવા માંગીએ છીએ. મહારાજ ઇંલ કહે છે તપસ્વી તમે જરાય ફિકર ન કરો, રાજ્ય તમને આરાધના કરવા કામ્યાખ વનમાં નદી કિનારે તુરંત આશ્રમ બનાવી આપશે. બુધ કહે છે કે, નહીં મહારાજ તમારે આશ્રમ બનાવી આપવાની જરૂર નથી, હું મારો આશ્રમ પોતે બનાવી લઈશ. હું ફક્ત તમારી અનુમતી લેવા આવ્યો છું. મહારાજ ઈલ જણાવે છે કે તપસ્વી તમારે મારી અનુમતી લેવાની કોઈ જરૂર નથી. આ ભૂમિ અને હું તપસ્વીઓની સેવા માટે તત્પર છીએ. બુધ તેમને સમજાવતાં કહે છે કે, ભગવાન શિવે પોતે આરાધના માટે રાજા હિમાલય પાસે અનુમતી લીધી હતી તો હું કોણ? પ્રસન્ન મહારાજ ઈલ કહે છે, તપસ્વી જેવી તમારી ઇચ્છા, કામ્યાખ વનમાં તમે આરાધના કરી શકો છો, ક્યારેય મદદની આવશ્યકતા હોય આ દાસ તમારી સેવામાં હાજર રહેશે.
બુધને રાજા ઇલ તરફથી અનુમતી મળતાં માતા તારા સથે કામ્યાખ વનના નદી કિનારે આશ્રમ બનાવી ભગવાન શિવની આરાધનામાં લીન થઈ જાય છે.
આ પણ વાંચો : શિવ રહસ્ય: હું રાણી વિજયાને કઈ રીતે કહી શકું કે તમારી કુંડળીમાં સંતાન યોગ નથી તેમને આઘાત લાગશે
સામે પક્ષે કૈલાસ ખાતે વહેલી સવારે માતા પાર્વતી ભગવાન શિવની પૂજા અર્ચના માટે ન પહોંચતા શિવગણો ચિંતિત થાય છે. એજ ક્ષણે ત્યાં દેવર્ષિ નારદ ઉપસ્થિત થાય છે.
દેવર્ષિ નારદ: ‘ભગવાન શિવનો જય હો, ભોળેનાથ માતા પાર્વતી વહેલી પ્રભાતે તેઓ તમારી પૂજા અર્ચના માટે અવશ્ય હોય છે, આજે કેમ ઉપસ્થિત નથી.’
ભગવાન શિવ: ‘જાઓ નંદી, જુઓ તમારી માતા ક્યાં છે?’
નંદી તુરંત માતાના ભવન તરફ જાય છે, ત્યાં પહોંચતાં જ નંદી મહારાજને ભગવાન ગણેશ અટકાવે છે અને કહે છે માતાનો આદેશ છે કે ભગવાન શિવ સિવાય કોઈને પણ અંદર પ્રવેશ આપવો નહીં. નારાજ નંદી મહારાજ પરત ફરી જણાવે છે કે માતાનો આદેશ છે કે ભગવાન શિવ સિવાય ભવનમાં કોઈને પ્રવેશ નહીં મળે. ભગવાન શિવ તુરંત માતાના ભવન પાસે પહોંચે છે. જુએ છે કે ત્યાં ગણેશ નથી. ભગવાન શિવ ભવનમાં પ્રવેશ કરે છે. જુએ છે કે માતા પાર્વતી તો તપમાં લીન છે.
આ પણ વાંચો : શિવ રહસ્ય: માતા તમારે દેવાધિદેવ ભગવાન શિવના આદેશનું પાલન અવશ્ય કરવું જોઈએ
ભગવાન શિવ: ‘દેવી શું થયું તપમાં કેમ લીન છો?’
માતા પાર્વતી: ‘સ્વામિ હું તારાની અવસ્થા જોઈ ખૂબ દુ:ખી છું. ીઓ ક્યાંય સુરક્ષિત નથી. મારી એવી કામના છે કે એક શક્તિ વન હોય જ્યાં દરેક ી સુરક્ષિત રહે, એ શક્તિવનમાં કોઈપણ પુરુષ પુરુષ ન રહેતાં ી બની જાય અને એ શક્તિવનમાં પ્રકૃતિની પ્રધાનતા રહે પુરુષની નહીં.’
ભગવાન શિવ: ‘જેવી તમારી ઇચ્છા દેવી.’
માતા પાર્વતી: ‘ચાલો સ્વામી, જેથી શક્તિવનની પરીક્ષા પણ થઈ જાય.’
માતા પાર્વતી અને ભગવાન શિવ કામાખ્યા વન પહોંચે છે. કામાખ્યા વન પહોંચતાં જ ભગવાન શિવ પોતે ીરૂપ ધારણ કરે છે.
આ પણ વાંચો : શિવ રહસ્ય : જનક આદરણીય હોય છે ને જનકને દંડ આપી શકાતો નથી
એક તરફ માતા તારા અને બુધ ભગવાન શિવની આરાધનામાં લીન હોય છે. એજ સમયે મહારાજ ઈલ અને મહારાણી વિજયાનો રથ ત્યાંથી પસાર થાય છે. મહારાણી વિજયા અને મહારાજ ઈલ પેલા યોગીને આરાધના કરતા જોઈ રોકાય છે.
મહારાજ ઈલ: ‘દેવી વિજયા આ એ જ યોગી છે જે મારી અનુમતી લેવા આવ્યાં હતાં, પ્રથમ તેમના આશિર્વાદ લેવા આવશ્યક છે.’
મહારાજ ઈલ અને રાણી વિજયા માતા તારા અને બુધ પાસે પહોંચે છે. તેમના આશિર્વાદ લે છે.
રાણી વિજયા: ‘અમારા રાજ્યમાં આવેલા તપસ્વીઓના અમે દાસ છીએ, આપની ચાકરી કરવાનો મોકો આપો તો યોગ્ય કહેવાશે.’
બુધ અને તારાની અનિચ્છા યોગ્ય લાગતાં મહારાજ ઈલ અને રાણી વિજયા કામ્યાખ વનમાં પ્રવેશ કરે છે. કામ્યાખ વનમાં પ્રવેશ કરતાં જ મહારાજ ઈલ પણ ી બની જાય છે.
આ પણ વાંચો : શિવ રહસ્ય: જો તમે ઈર્ષા ને અહંકારનો ત્યાગ કરશો તો તમારા કૂવાનું પાણી પણ મીઠું થઈ જશે…
મહારાણી વિજયા: ‘મહારાજ આ શું થયું? તમે ી કઈ રીતે બની ગયાં’.
મહારાજ ઇલ: ‘ભગવાન શિવની લીલા અપરંપાર છે, ભગવાન શિવના આશીર્વાદ મેળવવા તપસ્વીઓ અહીં આવતા હોય તો આપણે હવે અહીં જ તપસ્યા કરવી જોઈએ.’
મહારાજ ઇલ અને મહારાણી વિજયા તપસ્યામાં લીન થઈ જતાં માતા પાર્વતી અને ભગવાન શિવ ત્યાં ઉપસ્થિત થાય છે અને આશિર્વાદ આપતા કહે છે, ‘મહારાજ ઈલ અને રાણી વિજયા તમારું કલ્યાણ થાઓ, કામ્યાખ વનમાં જે યુગલ તપસ્યા કરશે તેમની દરેક મનોકામના પૂર્ણ થશે.’
આ પણ વાંચો : શિવ રહસ્ય: પ્રભુ તમારા આશીર્વાદ અમને મળ્યા ને શિવગણ તરીકે કૈલાસ ખાતે સ્થાન મળ્યું એનાથી વિશેષ શું હોઈ શકે
સાથે સાથે તેમણે બુધ અને તેની માતા તારાને આશિર્વાદ આપી કલંક દૂર કર્યો, એ જ સમયે દેવગુરુ બૃહસ્પતિનું આગમન થતાં તેમણે દેવી તારાને માફી આપવા જણાવ્યું. ભગવાન શિવની આજ્ઞાને શિરોમાન્ય કરી દેવગુરુ બૃહસ્પતિએ દેવી તારા અને પુત્ર બુધનો સ્વીકાર કર્યો.
રાજમહેલ પરત ફરેલા મહારાજ ઈલ અને રાણી વિજયાને તેમના શરીરમાં અનેરી શક્તિનો સંચાર થયેલો જણાય છે અને નવ મહિનાના ટૂંકા ગાળામાં જ તેઓને પુત્રરત્નની પ્રાપ્તિ થાય છે.
પરત કૈલાસ ફરેલા માતા પાર્વતી અને ભગવાન શિવને જોઈ શિવગણો આનંદિત થઈ ઉઠયાં. ભગવાન શિવ અને માતા પાર્વતીનો ઘરસંસાર સારી રીતે ચાલતો હતો. શબ્દોનું આદાન-પ્રદાન અને મજાકમશ્કરી એ સ્વાભાવિક છે પછી પૃથ્વી પરનાં પતિ-પત્ની હોય કે સ્વર્ગનાં દેવી-દેવતા.
ભગવાન શિવ વારે વારે માતા પાર્વતીને ‘કાળી’ કહીને ક્રોધિત કરતા, દેવી પાર્વતીને આ ગમતું નહીં, તેઓ અંદરથી ધૂંધવાઈ જતાં, પરંતુ પોતાના ક્રોધને કળાવાં દેતા નહીં. ‘કાળી’નું બિરુદ મેણાટોણા રૂપે એમના અંતરને ઠેસ પહોંચાડતું હતું. ભગવાન શિવને માતા પાર્વતી આ પ્રકારે ગુસ્સો કરે એની મજા આવતી હતી.
(ક્રમશ:)